Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

અતિ ઠંડા અને દુષતિ પદાર્થોથી થતો ગળાનો સોજો

અતિ ઠંડા અને દુષતિ પદાર્થોથી થતો ગળાનો સોજો
મનુષ્‍યના શરીરમાં આવેલ અંગોમાં ગળુ મહત્વનું અંગ છે. ખોરાક અને શ્વાસોચ્છવાસ ગળામાં થઈ આગળ વધે છે. આ ગળમાં નાની મોટી વિકૃતિ થવાથી જીવન આકરું બને છે. મુખ અને નાકનો પાછળનો ભાગ ગળામાં ખુલે છે. બહાર આપણે જેને ડોક તરીકે ઓળખીએ છીએ. એના અંદરના ભાગને ગળુ – ગલ (...) કહેવાય છે. સંસ્કૃતમાં ગલ – ગ્રસનિકા કહે છે. આ ગળાની લંબાઈ આશરે ચારથી પાંચ ઇંચ હોય છે. ટુંકી ગરદનવાળા વિશેષ પ્રકારના લોકોમાં લંબાઈ થોડી ઓછી હોઈ શકે છે. પહોળાઈ એકથી દોઢ ઇંચ હોય છે. આ ગળું માંસપેશીઓનું બનેલ છે. ગળાના ઉપરના ભાગમાં મુખનો પાછળનો ભાગ, નાકના પાછલા ભાગના છિદ્રો, બન્ને કાનના છિદ્રો આવેલા છે. ગળાની નીચેના ભાગ સાથે અન્નનલિકા અને શ્વાસનલિકા જોડાયેલા છે.
નાક કે મુખ મારફત લેવાયેલ હવા ગળામાં થઈ સ્વરયંત્ર (...) માં જાય? છે. ત્યાંથી ફેફસામાં જાય છે. જ્યારે આપણે બોલીએ છીએ કે ગાઈએ છીએ ત્યારે ગળાનો ભાગ અવાજ મોટો કરે છે. આપણે જે ખોરાક લઇએ છીએ એ ગળાની મદદથી અન્નનલિકામાં થઈ ઉદરમાં આવેલ પાચનતંત્રમાં જાય છે. જીવનના અસ્તિત્વ માટે અતિ મહત્વના બે કર્મો માટેની શરૂઆતમાં ગળું મહત્વનું અંગ ગણાય છે. એટલે ગળુ નીરોગી રહે એ માટે આપણે પુરતી કાળજી લેવી જોઈએ. ગરમ ગરમ ખોરાકથી, તીખા તમતમતા ખોરાકથી, ગંદી હવાથી, દુષતિ હવાથી, દારૂ જેવા ઉગ્ર પીણાઓથી, તમાકુ અને ચુના જેવા વિષજ પદાર્થો ચાવવાથી, ધુમ્રપાન કરવાથી, ગળામાં અનેક પ્રકારના રોગો અને સોજો થાય છે. ભેળસેળવાળો ખોરાક પણ મહત્વનું કારણ છે.
બાળકોમાં ગ્રસિકા ગ્રંથિ વધે છે જેને પરિણામે કાન સાથે સંબંધ રાખનાર નળીનું છિદ્ર પુરાય છે. સોજો આવે છે. પરીણામે કોઈ બાળક ઓછું સાંભળે છે કે બહેરુ થાય છે.
કાયમી શરદીવાળું બાળક નાકથી બરોબર શ્વાસ લઈ શકતું નથી. જેથી મોં વાટે શ્વાસ લે છે. જેને લીધે દુષતિ પદાર્થો વધારે પ્રમાણમાં ગળામાં પેસે છે. આ ઉપરાંત વારંવાર મોંએથી શ્વાસ લેવાની આદત પડવાથી ઉપલા જડબાનો આકાર થોડો ફરે છે. શ્વાસ લેવામાં કષ્‍ટ થતું હોઈ છાતીના આકારમાં પણ થોડો ફેર પડે છે. કાકડા વધે છે. કાયમી શરદીવાળા બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. જેથી કોઈ પણ રોગનો ભોગ જલ્દી બની શકે છે. શ્વાસ લેવામાં નાકનો ઉપયોગ થાય નહીં તો નાકની નમણાશનો નાશ થઈ શકે છે. એટલે શરદીવાળા બાળક તરીકે પુરતું ધ્યાન આપી, આહાર અને ઔષધની ગોઠવણ કરવી, આળસ કરવી નહીં, બાળકને રસી અપાવ્યા પછી પણ કોઈક બાળકને કંઠરોહિણી – (...) નામનો ભયંકર રોગ થાય છે. બાળકને તાવ આવે, શરદી, કફ હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, પાણી પણ પીવામાં તકલીફ પડે કે અટકે તો નિષ્‍ણાંતની તરત જ સલાહ લેવી. આયુર્વેદમાં ગળામાં થતાં ૧૮ પ્રકારના રોગો બતાવ્યા છે. એમાં થોડા અતિ ગંભીર છે. ગળામાં થતો એક રોગ જેને સંસ્કૃતમાં ગલશોથ (.....) કહે છે. આ રોગ વિશેષ જોવા મળે છે. અતિ ગરમ, ઉષ્‍ણ ખોરાક લેવાની આદતથી, અતિ ઉષ્‍ણ દવાઓ ખાવાથી, કબજીયાતથી, સુક્ષ્‍મ જંતુવાળી, જુની શરદીથી, કાકડાના રોગથી, પેઢાના દાંતના રોગથી ગળામાં સોજો આવે છે. જેને ગલશોથ કહે છે.
કાકડા, દાંત, પેઢા અને નાકમાં કોઈપણ રોગ હોય તો એની સાથે ઇલાજ કરવાથી રોગ મટાડવામાં સરળતા રહે છે.
રોગની શરૂઆતમાં ૧ થી ૩ ઉપવાસ કરવા. ઉપવાસ દરમ્યાન મગનું પાણી અને ફળોનો જ્યુસ પ્રમાણસર લઈ શકાય. ઉપવાસ દરમ્યાન આરામ કરવો. ઉપવાસ થઈ શકે તેમ ના હોય તો હલકો પ્રવાહી ખોરાક લેવો. હળદર અને થોડું મીઠું પાણીમાં નાંખી ઉકાળી સાધારણ ગરમ હોય ત્યારે એના કોગળા કરવા. દિવસમાં જરૂર મુજબ એક થી ત્રણ વખત કોગળા કરવા અથવા પંચવલ્કલના ચુર્ણને પાણીમાં ઉકાળી, ગાળી, બે ત્રણ વખત કોગળા કરવા, કબજીયાત હોય તો ત્રિફળામાં જેઠીમધ ચુર્ણ મેળવી રાત્રે સુતી વખતે નિયમિત લેવું. જસતભસ્મ ૧/૨ રતિ, પ્રવાલપિષ્‍ટી ૧ રતિ, કાયફળ ચુર્ણ ૪ રતિ, યષ્ટિમધુ ચુર્ણ ૨ રતિ મેળવી મધ અને ઘી સાથે બે થી ત્રણ વખત લેવું.

1 comment: