Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

71 - સ્વાદમાં તુરુ ગુણમાં ઠંડુ જીરુ

71 - સ્વાદમાં તુરુ ગુણમાં ઠંડુ જીરુ
પરિચય :
જીરું રસોડાનો એક અતિ ઉપયોગી મસાલો છે. જીરાના ત્રણ પ્રકાર છે : (૧) સફેદ જીરું, (ર) શાહજીરું અને (૩) કલોંજી જીરું. અહીં સફેદ જીરાની જ ચર્ચા કરવામાં આવી છે. આ જ જીરાનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. ત્રણે જીરાના ગુણ લગભગ સરખા છે. ચોથું જીરું ‘ઓથમી જીરા’ તરીકે ઓળખાય છે. તે ‘ઇસબગોળ’ છે અને ઔષધ તરીકે વપરાય છે. તેને મસાલા સાથે કોઇ નિસબત નથી. તે ઉપરાંત એક પદાર્થ શંખજીરા તરીકે વપરાય છે, તેને પણ જીરા સાથે કોઇ નિસબત નથી. તે એક પ્રકારનો પથ્‍થર છે. તે અતિ મૃદુ, મુલાયમ અને સુંવાળો હોય છે. તે કેરમબોર્ડ ઉપર પાઉડર તરીકે છાંટવાના કામમાં આવે છે.
ગુણધર્મ :
તે તીખું, દીપન, ઠંડું અને લઘુ છે. તે એસિડિટી મટાડનાર, ભૂખ લગાડનાર, રુચિ જગાડનાર, મંદાગ્નિ પ્રદીપ્‍ત કરનાર, શરીરની ખોટી ગરમી દૂર કરનાર તેમજ ઝાડા અને અજીર્ણને રોકનાર છે. તે પેટનો આફરો અને વાયુગોળો દૂર કરે છે, ઊલટી અને મોળ અટકાવે છે, ભૂખ પ્રદીપ્‍ત કરે છે. બળ અને શકિત વધારે છે, તેમજ ચક્ષુષ્‍ય છે. આમ, સમગ્ર પાચનતંત્રના અવયવોને તે બળ આપે છે અને મજબૂત બનાવે છે.
ઉપયોગ :
(૧) દરરોજ સવારે નરણે કોઠે એક નાની ચમચી જીરાનો પાઉડર પાણી સાથે લેવાથી તંદુરસ્‍તી જળવાય છે.
(ર) દરરોજ રાતે સૂતી વખતે એક નાની ચમચી જીરાનો પાઉડર લેવાથી આંતરડામાં સડો હોય તો તે મટાડે છે. રાતનું જમવાનું બને તેટલું જલદી પતાવવું. મળ ઢીલો આવતો હોય તો જીરાના સેવનથી બંધાઇને આવે છે, તેમજ પેટમાં ભરાઇ રહેલા વાયુને પણ તે છૂટો કરે છે. સાથે સાથે આંતરડામાં ભરાઇ રહેલા ઉપદ્રવી જંતુઓનો પણ નિકાલ કરે છે.
(૩) છાતીની બળતરા ઉપર : જીરા અને ધાણાનું ચૂર્ણ સાકર સાથે દિવસમાં બે વખત લેવું.
(૪) ધાવણ ઓછું આવતું હોય તો : દરરોજ દિવસમાં બે વખત જીરાનું ચૂર્ણ લેવું.
(૫) જીરા અને સાકરનું ચૂર્ણ સપ્રમાણ લેવાથી રકતપ્રદર અને લોહીવા મટે છે.
(૬) જીરાના પાઉડર સાથે અલ્‍પ પ્રમાણમાં હિંગ ભેળવીને આપવાથી પણ પેટમાંનો વાયુનો ભરાવો દૂર થાય છે.
(૭) ભોજન કર્યા પછી જીરાના ચૂર્ણ સાથે મરીનું ચૂર્ણ સિંધવ સાથે છાશમાં લેવાથી હરસમાં ફાયદો થાય છે.
(૮) દરરોજ સવારે અને રાતે એક-એક ચમચી જીરાનો પાઉડર લેવાથી જીર્ણજ્વર(તાવ) માં ફાયદો થાય છે.
(૯) આંખોની બળતરા ઉપર : જીરાનું ચૂર્ણ મેળવેલા પાણીથી દિવસમાં બે વખત આંખો ધોવી.

No comments:

Post a Comment