Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

70 - લીલાં મરચાં

70 - લીલાં મરચાં
પરિચય :
લીલાં મરચાંથી આપણે સહુ પરિચિત છીએ. સૂકાં લાલ મરચાં કરતાં લીલાં મરચાંનો ઉપયોગ હિતાવહ છે. સ્‍વાદની રીતે પણ તે ચઢિયાતાં હોય છે. લીલાં મરચાં કોથમીરની ચટણીમાં અગત્‍યનો ભાગ ભજવે છે, વળી તે ઓછાં ગરમ પડે છે, કારણ કે લીલાં મરચાંમાં પાણીનું પ્રમાણ ખૂબ વધૂ હોય છે. આમ છતાં, તીખું બને તેટલું ઓછું ખાવું. મધ્‍યમ પ્રમાણ રાખવું. વધારે પડતું તીખું ખાવાથી હોજરીમાં અને આંતરડાંમાં દાહ ઉત્‍પન્‍ન થઇ, ચાંદાં પડવાનો સંભવ છે.
ગુણધર્મ :
તે તીખાં, ઉષ્‍ણ, પાચક, લોહીવર્ધક, પિત્તલ, દાહક, રુક્ષ, અગ્નિદીપક છે. તે કફ, આમ, કૃમિ અને શુળનો નાશ કરે છે. તેમજ રુચિકારક છે.
ઉપયોગ :
(૧) પેટના દુખાવા ઉપર : મરચાંનાં બી ગરમ પાણી સાથે ગળવાં.
(૨) કોલેરા ઉપર : મરચાંની જાડી ભૂકી એક ચમચી અને એક નાની ચમચી મીઠું એ બન્‍ને વસ્‍તુઓને એક ગ્‍લાસ પાણીમાં નાખીને ઉકાળવી; થોડી વાર ઉકાળ્યા પછી નીચે ઉતારીને પાણીને ઠરવા દેવું. આ જ ક્રિયા ફરી એક વાર કરવી. આમ તૈયાર થયેલા પાણીમાંથી અર્ધો ગ્‍લાસ સવારે અને અર્ધો ગ્‍લાસ સાંજે પીવું.
(૩) દારૂનો નશો ઉતારવા માટે : અતિ અલ્‍પ પ્રમાણમાં મરચાંની ભૂકીનું પાણી પીવડાવવું.
(૪) ઘરમાં માંકડનો ઉપદ્રવ થયો હોય તો મરચાંવાળું ઊકળતું પાણી માંકડવાળી જગ્‍યા પર રેડવું.
(૫) હડકાયું કૂતરું કરડયું હોય તે જગ્‍યા ઉપર લાલ મરચું વાટીને ચોપડવું.

No comments:

Post a Comment