Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

લીંબુમાં ગુણ છે પૂરા વીસ

લીંબુમાં ગુણ છે પૂરા વીસ
પરિચય :
લીંબુનાં જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે. ખાનપાનમાં લીંબુનો રોજિંદો ઉપયોગ ઘણી બધી તકલીફોને દૂર રાખે છે. આંબલીની જેમ લીંબુની ખટાશ નુકસાનકારક નથી. નિર્ભયતાથી તેનો દરરોજ ઉપયોગ કરી શકાય છે. આમલી અને લીંબુની તુલના આ રીતે કરવામાં આવી છે : આમલીમાં ગુણ છે એક, અવગુણ પૂરા વીસ,
લીંબુમાં અવગુણ નહિ, ગુણ છે પૂરા વીસ,
આવા ગુણકારી લીંબુને જીવનભર ખાનપાનમાં મહત્‍વનું સ્‍થાન આપવું જરૂરી છે.
મોસંબી, સંતરાં, ચકોતરાં, પપનસ, બિજોરાં વગેરે લીંબુના વર્ગમાં આવે છે. આ બધાં જ ગુણકારી છે.
ગુણધર્મ :
લીંબુ ખાટું, ઉષ્‍ણ, પાચન, દીપન, લઘુ, આંખોને હિતકારી, અતિ રુચિકર, તીખું અને તૂરું છે. એ કફ, ઉધરસ, ઊલટી, કંઠરોગ, પિત્ત, શૂળ, ત્રિદોષ, ક્ષય, કબજિયાત, કોલેરા, ગુલ્‍મ અને આમવાતને દૂર કરનાર, કૃમિનાશક તેમજ લોહી સુધારક છે. લોહી શુદ્ઘ રહેવાથી તંદુરસ્‍તી જળવાય છે. લીંબુ ત્રિદોષનાશક હોઇ દરરોજ તેનો વપરાશ કરવો જોઇએ.
(૧) લીંબુના રસમાં સિંધવ મેળવીને બે-ત્રણ અઠવાડિયા સુધી પીવાથી પથરી ઓગળી જાય છે.
(૨) એક ગ્‍લાસ નવશેકા પાણીમાં અર્ધું લીંબુ તથા પા ચમચી મરીનું ચૂર્ણ નાખી થોડા દિવસ પીવાથી યકૃત(લીવર)ની તકલીફ મટે છે.
(૩) લીંબુનો રસ થોડા પાણીમાં પીવાથી ગળાની તકલીફ દૂર થાય છે.
(૪) એક ચમચી લીંબુનો રસ અને અર્ધી ચમચી આદુનો રસ નરણે કોઠે પીવાથી કોઇ પણ જાતનો પાચનતંત્રનો કોઇ પણ અવયવનો દુખાવો મટે છે.
(૫) એક લીંબુના રસમાં થોડું ગરમ પાણી નાખીને પીવાથી થોડા દિવસમાં વાયુનો ગડગડાટ થતો અટકી જાય છે.
(૬) એક લીંબુનો રસ કાઢી તેમાં સિંધવ અને સાકર નાખીને પીવાથી પિત્તની ઊલટી, અતિસાર અને મરડો મટે છે.
(૭) લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને આપવાથી કોલેરામાં ફાયદો થાય છે.
(૮) લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવીને રાતે સૂતી વખતે પીવાથી શરદી મટે છે.
(૯) એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને રોજ ચાટી જવાથી ખાંસી મટે છે. તેમજ દમનો હુમલો બેસી જાય છે.
(૧૦) એક ગ્‍લાસ ઠંડા પાણીમાં એક લીંબુનો રસ નાખી દરરોજ સવારે પીવાથી કબજિયાત મટે છે.
(૧૧) દૂધ ન પચતું હોય તો થોડા દિવસ સવારે ઊઠ્યા પછી સૌપ્રથમ લીંબુવાળું પાણી પીવાથી થોડા દિવસમાં દૂધ પચવા લાગે છે.
(૧૨) લીંબુના રસમાં મધ ભેળવીને નાનાં બાળકોને ચટાડવાથી તેઓ ઓકતા બંધ થાય છે અને દુખાવો મટે છે.
(૧૩) લીંબુના રસમાં કોપરેલ મેળવીને માલિશ કરવાથી ચામડીની શુષ્‍કતા, ખુજલી, દાદર વગેરે ચામડીની તકલીફોમાં ફાયદો થાય છે.
(૧૪) લીંબુનો રસ માથાના વાળમાં લગાડી ઘસવાથી વાળ ખરતા અટકે છે; તેમજ તે સુંવાળા તથા ચમકદાર બને છે, તે ઉપરાંત મોટી ઉંમર સુધી કાળા રહે છે.
(૧૫) ચેહરાની કાંતિ વધારવા માટે : લીંબુ નીચોવી લીધા પછી છાલ ફેંકી ન દેતાં તેને ઊલટાવીને ચહેરા પર થોડી વાર ઘસવી. દસ-પંદર મિનિટ પછી ચહેરો ધોઇ નાખવો.
(૧૬) મોટી ઉંમર સુધી નીરોગી રહેવા માટે દરરોજ સવારે નરણે કોઠે એક ગ્‍લાસ સામાન્‍ય ઠંડા પાણીમાં લીંબુનો રસ નાખી પીઓ. મોટું લીંબુ હોય તો અર્ધા લીંબુનો રસ પૂરતો છે, નાનું લીંબુ હોય તો આખા લીંબુનો રસ નાખવો.


સ્‍વાસ્‍થ્‍ય આપનાર લીંબુ


લીંબુ લગભગ દરેક ઋતુમાં લીંબુ મળી રહે છે. લીંબુમાં વિટામિન -સી ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. લીંબુમાં પ્રબળ કિટાણુનાશક શક્તિ હોય છે. માત્ર લીંબુના રસમાંથી જ વિટામીન એ, બી, સી ભરપૂર મળી રહે છે. લીંબુનું નિયમિત સેવન સ્‍વાસ્‍થ્‍ય અને સૌંદર્ય માટે લાભપ્રદ છે.
લીંબુના ગુણ-
લીંબુનું સેવન કોઈપણ ઉંમરની વ્‍યક્તિ કરી શકે છે. રોગી અને નિરોગી વ્‍યક્તિ બંને લીંબુનો ઉપયોગ કરી શકે છે. અરુચિ દૂર કરીને તેમજ રુચિ વધારનાર છે. લીંબુના સેવનથી પેટ તથા રક્ત સંબંધી વિકારો દૂર થાય છે.




ગરમીમાં :-
ઉનાળાની ઋતુમાં લીંબુનો પ્રયોગ લાભપ્રદ છે. મિશ્રી (સાકર)માં લીંબુ નીચોવીને પીવાથી લૂ શીઘ્ર દૂર થાય છે. ગરમીમાં ભોજન ન પચવાથી ઝાડા થઈ જાય ત્‍યારે લીંબુના રસમાં ડુંગળી તથા ફુદીનાના રસનું મિશ્રણ કરીને લેવાથી રાહત મળે છે.
મલેરિયા :-
વાસણમાં એક કિલો પાણી લઈને તેમાં લીંબુને પકાવો. જ્યારે પાણી અડધું રહી જાય, તે સામાન્‍ય ગરમ હોય તેવું દર્દીને પીવડાવો. ત્‍યારબાદ ધાબળો અથવા રજાઈ ઓઢાડી દેવી. તેના કારણે મૂત્ર અથવા પરસેવા દ્વારા તાવની ગરમી બહાર નીકળી જાય છે.
મોતિયો :-
જે વ્‍યક્તિને મોતિયો આવવાની શરૂઆત જ હોય તેમણે લીંબુનાં રસને ફલાનીન નામના કપડાંથી ગાળી લઈને, સવાર-સાંજ નિયમિત આંખોમાં ૩-૪ ટીપાં નાંખવાથી રાહત થાય છે.
ઊલટી :-
એક ગ્‍લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ તથા મધ લેવાથી ઊલટી બંધ થાય છે.
તાવ :-
બે લીંબુના રસની બરાબર માત્રામાં એક રતી મરી અને મીઠું બે રતી મેળવીને રાત્રે લઈને સૂઈ જવાથી સવાર સુધીમાં તાવ ઓછો થઈ જશે.
પાયોરિયા :-
દાંતમાંથી પસ અથવા લોહી નીકળતું હોય. દુર્ગંધ આવતી હોય તથા દાંત કમજોર હોય તેમણે લીંબુના રસ વડે દાંત પર માલિશ કરવાથી દાંત સ્‍વચ્‍છ, તંદુરસ્‍ત બને છે.
હરસ-મસા :- રાત્રે એક લીંબુની છાલને થોડાં ઠંડા પાણીમાં પલાળી રાખો અને સવારે પીવાથી હરસ-મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે.
મોંના ચાંદા :-
લીંબુના રસનાં કોગળા કરવાથી રાહત મળે છે.
લીંબુમાં ત્‍વચાને શુદ્ધ કરવાનો વિશેષ ગુણ છે.તે દરેક ફોલ્‍લીઓ, દાદર, ખરજવું વગેરે પર લગાડવાથી રાહત મળે છે.

No comments:

Post a Comment