નિયાનો સર્વશ્રેષ્ઠ જાદુ પાણી
જ્યારે કૂવામાં પાણી ન હોય ત્યારે પાણીની કિંમત સમજાય છે. પ્રખ્યાત એન્થ્રોપોલોજીસ્ટ લોશન એઝલીના આ શબ્દો છે. વધુમાં તે જણાવે છે કે, દુનિયાનો સર્વશ્રેષ્ઠ જાદુ પાણી છે.
પાણીની પ્રશંસા :
પાણીમાં વજન વધારે તેવી કેલરી નથી છતાં માનવ શરીરને ખૂબ જ ઉપયોગી તેવા ખનીજ� પદાર્થો (મિનરલ્સ) છે. પાણી વગર માનવીને પાંચ દિવસ પણ ના ચાલે છતાં પાણી વિષે તમે કશું જ જાણતા નથી.
હવે તમે જાણી લો અને યાદ રાખો :
1. પાણીથી તમારા શરીરના બધાં જ અંગોના કોષ જીવે છે.
2. શરીરમાં ૬૫ ટકા જેટલા પાણીથી લોહી બને છે. પિત્ત બને છે. પાચક રસો બને છે. હોર્મોન બને છે. ન્યુરોટ્રાસ્મીટર્સ બને છે.
3. શરીરમાં થયેલી અને સતત ચાલુ રહેતી ચયાપચય (મેટાબોલીઝમ) ની ક્રિયામાંથી ઉત્પન્ન થયેલા ટોકસીન (ઝેરી પદાર્થો) કિડની વાટે કાઢી નાખવામાં પાણી મદદ કરે છે.
4. શરીરમાં ખોરાક, હવા, પાણી, કેફી પદાર્થો, દવાઓ વગેરે મારફતે દાખલ થયેલા ઝેરી પદાર્થોને શરીરની બહાર કાઢી નાખવામાં પાણી મદદ કરે છે.
5. શરીરની અંતરત્વચા (મ્યુક્સ મેમ્બ્રેન) ને સુંવાળી રાખવામાં પાણી મદદ કરે છે.
6. લીવરને ઝેરી પદાર્થો કાઢી નાખવામાં અને પિત્ત બનાવવામાં મદદ કરે છે.
7. સાંધાનાં હાડકાં સંધાય નહીં માટે વચ્ચે રહેલા કાર્ટીલેજને સુંવાળા રાખવામાં પાણી મદદ કરે છે.
8. શરીરનાં અંગો એકબીજાની સાથે ચોટી ના જાય માટે પાણી મદદ કરે છે.
9. માતાના ગર્ભમાં રહેલું બાળક ૯ માસ સુધી પાણીમાં રહે છે.
10. ઉનાળામાં કે ખૂબ શ્રમ કર્યા પછી તમને જે પરસેવો થાય છે તે પરસેવો પવનથી ઉડી જાય ત્યારે શરીરને ઠંડક લાગે છે. આ રીતે પાણીને તમે શરીરની એરકન્ડિશનિંગ સિસ્ટમ કહી શકો.
11. શરીરમાં જ્યારે ઓકસીજનથી કોષોમાં રહેલા કાર્બોહાઇડ્રેટનું દહન થાય ત્યારે ગરમી ઉત્પન્ન થાય ત્યારે કોષને નુકશાન થતું અટકાવવાનું કામ પાણી કરે છે.
12. લોહીમાં ૮૪ ટકા, સ્નાયુઓમાં ૭૫ ટકા, મગજમાં ૨૨ ટકા જેટલું પાણી છે.
13. શરીરનું એસીડ બેઝ (અમ્લઆલ્કાની) ઇક્વીબ્રીલીયમ (સમતોલપણું) જાળવવામાં પાણી મદદ કરે છે.
14. તમારા રોજના ખોરાકમાં અને લીધેલા પ્રવાહીમાં ક્ષારોનું (ખાસ કરી મીઠાનું) પ્રમાણ વધારે હોય તો કોષમાં રહેલું પાણી બહાર નીકળી જાય અને શરીરમાં સોજા આવે અને કોષ મરી જાય. આમ ના થવા દેવું હોય તો તમારે પૂરતૂં પાણી પીવું જોઈએ.
15. તાવમાં જ્યારે શરીરનું ઉષ્ણતામાન વધી ગયુ હોય ત્યારે પાણી પીવાથી રાહત થાય છે. શરીરમાં પાણી ઓછું થવાની ક્રિયા (ડીહાઇડ્રેશન) ક્યારે થાય ?
1. શરીરમાંથી એકસીડંટ વખતે કે ઈજાથી લોહીનો ભાગ ઓછો થાય ત્યારે
2. ફૂડ પોઈઝનીંગ, કોલેરા, ડાયેરીઆ, ડીસેન્ટ્રી જેવા પ્રસંગે ખૂબ ઝાડા ઉલ્ટી થયા હોય ત્યારે
3. ખૂબ શ્રમ કર્યો હોય, નિર્જળા ઉપવાસ કર્યા હોય અથવા તો રણમાં મુસાફરી કરી હોય ત્યારે.
ડીહાઈડ્રેશન થાય અથવા પાણી ઓછું પીઓ તો શું થાય ?
1. આંતરડામાં રહેલો કચરો (મળ) સુકાઈ જાય, કબજીયાત થાય અને જોર કરવાથી હરસ (મસા) અને ભગંદર થાય.
2. પાણી ઓછું પીઓ તો માથું દુઃખે, મગજ તપે, ખાવાની ઇચ્છા ન થાય.
3. પાણી ઓછું થવાથી શરીરના સ્નાયુઓની અને ખાસ કરીને હ્રદયના સ્નાયુઓની સંકોચાવાની અને વિકસવાની ક્રિયામાં અવરોધ આવે છે. આને લીધે સ્નાયુઓમાં ક્રેમ્પ (ખેચાઇ જવા અને હાર્ટએટેક આવી શકે છે.
4. પાણીના અભાવે હાડકાં બરડ (જલ્દી તૂટી જાય તેવાં) થાય છે અને થોડા દબાણથી તૂટી જાય છે. આ સાથે હાડકામાં રહેલ મજ્જા સુકાઈ જવાથી નવું લોહી બનવાની ક્રિયામાં વિક્ષેપ પડે છે, જેથી નવું લોહી બનતું નથી અને તેને લીધે તમારા શરીરમાં રક્ત ક્ષીણતા એટલે એનીમીઆ થાય છે.
5. પૂરતું પાણીના હોય તો મોંની લાળગ્રંથી સુકાઈ જાય છે, જેને લીધે તમારું ગળું સુકાય છે. મોમાં ચાંદા પડે છે અને ખોરાક ચાવવાથી ક્રિયા બરોબર થતી નથી અને ખાધેલો ખોરાક લાળને અભાવે તમને સ્વાદવાળો લાગતો નથી અને પાચન ક્રિયાના પહેલા તબક્કામાં વાંધો પડે છે.
6. પાણી ઓછું હોય ત્યારે શરીરમાં રહેલા બિનજરૂરી ક્ષાર કે ઝેરી પદાર્થો કિડની બહાર કાઢી શકતી નથી તેથી શરીરના નાના મોટા બધા જ સાંધામાં સોજો આવે છે અને વા થયો હોય તેમ લાગે છે.
7. ડીહાઇડ્રેશન થાય ત્યારે હીટ એકજોશન થાય અને તે વખતે હ્રદયના ધબકારા વધી જાય અને ચક્કર આવે તે મૃત્યુ પણ થાય.
8. પૂરતું પાણી નહીં પીવાથી હોજરીમાં અને આંતરડાની અંદરની મ્યુક્સ મેમ્બ્રેન પાતળી થઈ જાય છે અને તે હોજરી અને આંતરડાનું એસિડથી રક્ષણ કરી શકતી નથી એટલે પેટમાં અને આંતરડામાં ખૂબ દુઃખાવો અને બળતરા થાય છે.
9. પાણી ઓછું લેવામાં આવે તો લોહી થોડું ઘટ્ટ થઈ જાય છે. આ ઘટ્ટ થયેલા લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે આને કારણે લોહીમાં રહેલી ચરબીના ગઠ્ઠા લોહીની નળીઓની અંદરની દિવાલમાં જામી નળીઓને સાંકડી બનાવે છે અને રક્તપ્રવાહ ધીમો પડવાથી હાર્ટએટેક અને બી. પી. થવાની શક્યતા વધે છે.
10. આ જ રીતે પાણી ઓછું પીવામાં આવે ત્યારે પેશાબનું કોન્સ્ટ્રેશન વધે છે પરિણામે કિડનીમાં સ્ટોન થાય છે અને પિત્તનું કોન્સ્ટ્રેશન વધવાથી ગોલ બ્લેડરનો સ્ટોન થાય છે.
11. પહેલાં જણાવ્યું તેમ પાણી ઓછું પીવાથી એનીમીઆ થાય ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આને લીધે શરીરમાં નાના મોટા ચેપી રોગ થાય છે.
12. પાણી ઓછું પીવાથી પુરતા પ્રમાણમાં પાચક રસો બનતા નથી તેથી તમારા ખાધેલા ખોરાકનું પાચન શક્તિ મંદ થવાને કારણે પુરતું પાચન થતું નથી તેથી ગેસ દુઃખાવો, એસીડીટી થાય છે.
13. સ્ત્રીઓ જો પાણી ઓછું પીએ તો તેમને પેશાબના રોગો (પેશાબમાં પરૂ જવું), અનિયમિત માસિક અને મોનીલીઆસીસ અને ટ્રાઇકોમોનીઆસ જેવા રોગો જેને સામાન્ય ભાષામાં શરીર ધોવાવું અથવા પ્રદર તરીકે ઓળખાય છે તે થાય છે.
14. પાણી ઓછું પીવાય ત્યારે મગજના કોષો જલ્દી નાશ પામે છે અને મગજના સંદેશા લઈ જનાર અને લાવનાર તત્વો (ન્યુરોટ્રાન્સમીટર્સ) નબળા પડી જાય છે. આને લીધે મગજથી થનારા બધા જ કાર્યોમાં ગરબડ થાય છે. એકાએક ગભરામણ થાય છે. વગર ખૂબ થાક લાગે છે. ચામડી કોરી અને સૂકી થઈ જાય છે. આંખો લાલ થાય છે બળે છે. પગ અને ખોટા પડી ગયા હોય તેવું લાગે છે. યાદશક્તિ નબળી પડી જાય છે. ગુસ્સે થઈ જવાય છે માથું ઘુમે થઈ જાય છે. કશું સૂઝતું નથી. નકારાત્મક વિચારો આવે છે.
15. પાણી ઓછું પીવાય ત્યારે હોર્મોન ગ્રંથિઓના કામમાં મોટી ગરબડ ઉભી થાય છે જેથી જાતીય શક્તિ ઓછી થાય છે. શરીરમાં ઉત્સાહ ઓછો થાય છે. થાઈરોઇડ જેવા રોગો થાય છે.
16. પાણી ઓછું પીવાથી શરીરમાં ટોકસીન (ફ્રીરેડીકલ) બહાર નીકળતા નથી. આને લીધે લાંબે ગાળે લીવર, હાડકાં, ગર્ભાશય, કિડની, આંતરડા, હોજરી, ઓવરી, પ્રોસ્ટેટ વગેરેના કેન્સર થવાની શક્યતા ખુબ વધી જાય છે.
Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin
No comments:
Post a Comment