59 - અનેક રોગને મારનાર મરી
પરિચય :
મરીને ‘તીખા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગુણો માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં મરીનો નિયમિત વપરાશ થતો હોય છે. પરદેશોમાં તો મરચાંનો બદલે મરી જ વપરાય છે. મરી કાળાં અને ધોળાં એમ બે પ્રકારનાં મળે છે. અર્ધ પકવ મરીને ઉતારીને સૂકવવામાં આવે છે. આવાં મરી કાળાં હોય છે; જયારે તે પૂરેપૂરાં પાકે છે ત્યારે ઉપરનાં ફોતરાં સરળતાથી નીકળી જાય છે. અંદરથી જે મરી નીકળે છે તે ‘ધોળાં મરી’ તરીકે ઓળખાય છે. આપણે ત્યાં મરીનો વધુ વપરાશ મુખ્યત્વે પાપડ બનાવવામાં થાય છે. તે ઉપરાંત કચુંબરમાં પણ આપણે ત્યાં ઠીક ઠીક પ્રમાણમાં વપરાય છે. મીઠાવાળા પાણીમાં ઉપલબ્ધ લીલાં મરી સીધેસીધાં ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.
ગુણધર્મ :
મરી તીખાં, તીક્ષ્ણ, અગ્નિ-પ્રદિપક, ઉષ્ણ, કફ અને વાયુનાશક, ગરમ, પિત્તકારક અને રુક્ષ હોય છે.
લીલાં મરી :
તીખાં, મધુર, પ્રમાણમાં ઓછાં તીક્ષ્ણ અને ઉષ્ણ, સારક, ભારે, કફનાશક અને રસાયણ છે. તે પિત્તકારક નથી.
ઉપયોગ :
(૧) ધોળાં મરીના બે-ત્રણ દાણા દરરોજ ગળવાથી તે રોગનો સામનો કરે છે અને રોગ થયો હોય તો તેને વધતો અટકાવે છે.
(૨) સળેખમ અને ખાંસી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ ઘી અને સાકર સાથે લેવું.
(૩) શ્ર્વાસની તકલીફ ઉપર : પંદરેક મરીના દાણાનું ચૂર્ણ મધમાં દિવસમાં બે વખત લેવું.
(૪) તાવ ઉપર : મરી અને કરિયાતાનું ચૂર્ણ દિવસમાં બે વખત પાણી સાથે લેવું. એક-બે દિવસમાં તાવ ઊતરી જશે. તાવનું જોર વધારે હોય તો આ ચૂર્ણ દિવસમાં ત્રણ-ચાર વખત ગરમ પાણી સાથે લેવું.
(૫) તાવ ઉપર બીજો ઇલાજ : તુલસીનાં પાનનો રસ અને મરીનું ચૂર્ણ દિવસમાં બે વખત લેવું.
(૬) ઊલટી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ થોડુ મીઠું નાખીને લેવું. (૭) મરડા ઉપર : મરીનું ચૂર્ણ છાશમાં લેવું.
(૮) આંજણી ઉપર : મરીના ચૂર્ણને બારીક લીસોટી આંજણીના ઉપર લગાડવું. (૯) વાતરોગથી શરીર જકડાઇ જાય ત્યારે : મરીના ચૂર્ણને બારીક વાટી શરીર પર તેનો લેપ કરવો.
(૧૦) માથાના દુખાવા ઉપર : મરી વાટીને કપાળ પર લેપ કરવો.
(૧૧) શીતપિત્ત (એલજી) ઉપર : મરીને બારીક વાટી તેનો લેપ કરવો.
(૧૨) સ્વરભંગ અથવા અવાજ બેસી જવો : જમ્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે લેવું. ..
Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin
No comments:
Post a Comment