76 - રાઇ
પરિચય :
મસાલા કેવળ દાળ-શાક માટે જ નથી; જરૂર પડે ઔષધનું પણ કામ કરે. જાણતા હોઇએ તો આપણે ઘરમાં રહેલા મસાલાને પણ ઔષધ બનાવી શકીએ.
ગુણધર્મ :
રાઇ કડવી, ઉષ્ણ, પિત્તકર, દાહક, તીખી, તીક્ષ્ણ, રુક્ષ તથા અગ્નિ દીપક છે. વળી વાયુ, ગુલ્મ, કફ, શૂળ, વ્રણ, કૃમિ, ખંજવાળ અને કોઢને દૂર કરનારી છે.
રાઇને છોડનાં પાંદડાંનું શાક-તીખું, ઉષ્ણ, સ્વાદિષ્ટ, પિત્તકર તેમજ વાયુ, કફ, કૃમિનાશક છે. તે થોડી માત્રામાં દીપન, પાચન, ઉત્તેજક અને સ્વેદલ હોવાથી રસસ્ત્રાવ વધારે છે. આથી તેની મંથનક્રિયા સતેજ બને છે. પરિણામે ભૂખ ઊઘડે છે.
ઉપયોગ :
(૧) શરીર ઉપર : રાઇનું ચૂર્ણ અર્ધી ચમચી મધમાં સવારે અને રાતે લેવું.
(૨) વાયુથી અંગ જકડાઇ જાય ત્યારે : રાઇ વાટીને તેની પોટિસ બાંધવી.
(૩) અજીર્ણ અને પેટના દુખાવા ઉપર : રાઇનું ચૂર્ણ અર્ધી ચમચી પાણી સાથે લેવું.
(૪) બરોળ અને યકૃતની તકલીફ ઉપર : રાઇ અને સિંધવનું ચૂર્ણ સમભાગે લઇ તેનો લેપ કરવો.
(૫) સોજા ઉપર : રાઇ અને સંચળનો લેપ લગાડવો.
(૬) ભૂખ લાગવા માટે : રાઇનું ચૂર્ણ અર્ધી ચમચી થોડા દિવસ પાણી સાથે લેવું.
(૭) કફને કાઢવા માટે : અર્ધી ચમચી રાઇ, પા ચમચી સિંધવ અને પા ચમચી સાકરનું ચૂર્ણ સવારે અને રાતે લેવું.
(૮) પેટ શૂળ ઉપર : અર્ધી ચમચી રાઇને તેલ લગાડી ગળવી.
(૯) વિષ-ઝેર બહાર કાઢવા માટે : અર્ધી ચમચી રાઇ અને અર્ધી ચમચી મીઠું ગરમ પાણી સાથે ગળવાં.
(૧૦) ઊલટી બંધ કરવા માટે : રાઇને પાણીમાં વાટી પેટ ઉપર તેનો લેપ કરવો.
(૧૧) જખમ પાકયો હોય તો : રાઇના ચૂર્ણમાં ઘી અને મધમાં ભેળવી તેનો લેપ કરવો.
(૧૨) કાચ અથવા કાંટો વાગ્યો હોય તો : રાઇનું ચૂર્ણ ઘી અને મધમાં મેળવી તેનો લેપ કરવો, આથી કાંટો અથવા કાચ બહાર આવી જાય છે.
Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin
No comments:
Post a Comment