75 - તમાલપત્ર
પરિચય :
તમાલવૃક્ષનાં પાંદડાંને ‘તમાલપત્ર’ કહેવાય છે. તમાલવૃક્ષનાં પાંદડાં તજ વૃક્ષનાં પાંદડાં જેવાં જ હોય છે. તેના ગુણ પણ લગભગ એકસરખા જ છે.
ગુણધર્મ :
તમાલપત્ર મધુર, તીક્ષ્ણ, કિંચિત્ ગરમ અને લઘુ હોય છે. તે તજા ગરમી, કફ અને પિત્તની તકલીફ મટાડે છે. આંતરડાંમાંના આમપ્રકોપનું શમન કરે છે અને કફપ્રધાન રોગોમાં ફાયદો કરે છે. તે પાચનતંત્રના રોગોમાં પણ ઉપયોગી છે. વારંવાર થતી ઝાડાની તકલીફમાં તે સારો ફાયદો કરે છે. ગર્ભાશયની તકલીફોમાં પણ તે ઉપયોગી છે. ગર્ભાશયનું સંકોચન કરવામાં તે મદદરૂપ થાય છે. ગર્ભસ્ત્રાવ અને ગર્ભાપતનની તકલીફમાં પણ તે ફાયદો કરે છે. આમ, તમાલપત્ર ગર્ભાશયની શિથિલતા દૂર કરી તેને મજબૂતી આપે છે.
ઉપયોગ :
(૧) વારંવાર આવતા તાવમાં તમાલપત્રનો ફાંટ ખૂબ ઉપયોગી છે. તે પીવાથી પરસેવો વળે છે અને તાવ ઊતરી જાય છે.
(૨) તમાલપત્ર, તજ અને એલચી દાણાનું ચૂર્ણ સમભાગે એક નાની ચમચી દિવસમાં બે વખત (સવારે અને સાંજ) પાણી સાથે લેવાથી ગર્ભાશયમાંના વિકારો શમી જાય છે; ગર્ભાશય મજબૂત બને છે અને ગર્ભસ્ત્રાવ થવાની તકલીફ દૂર થાય છે. આ પ્રયોગ કરવાથી ગર્ભધારણ થવાની શક્યતા વધે છે.
(૩) તમાલપત્ર પાચનતંત્રના રોગોમાં પણ ખૂબ ઉપયોગી છે. તેના સેવનથી અપચો, આમપ્રકોપ અને વાયુની તકલીફ મટે છે.
(૪) કફપ્રધાન રોગોમાં પણ તે ફાયદો કરે છે.
(૫) ઉદર સંબંધી બધી તકલીફોમાં તે ઉપયોગી છે. મોળ, ઉદરશૂળ, વારંવાર ઝાડા થવા વગેરે તકલીફો તમાલપત્રના ચૂર્ણનો ફાંટ દિવસમાં બે વખત પીવાથી દૂર થાય છે. તમાલપત્ર તદ્દન નિર્દોષ પદાર્થ છે.
Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin
No comments:
Post a Comment