સાંધાની તકલીફમાં ઉપયોગી લસણ
(૧) કાન વહેતો હોય અને સણકા આવતા હોય તો લસણને જરા છૂંદી, તલના તેલમાં ઉકાળી આ તેલનાં બે-બે ટીપાં દિવસમાં બે વખત કાનમાં નાખવાં.
(૨) આધાશીશી (અર્ધા માથાનો દુખાવો) ઉપર : લસણનાં ત્રણ-ચાર ટીપાં નાકમાં પાડવાં.
(૩) ન પાકતા ગૂમડા અને ગાંઠ ઉપર : લસણ અને મરી વાટીને તેનો લેપ લગાડવો.
(૪) જખમ પાકે નહિ અને તેમાં કીડા પડે નહિ તે માટે લસણનો લેપ લગાડવો.
(૫) સર્વ પ્રકારના વાયુ ઉપર : ૫૦ ગ્રામ લસણ છોલી તેમાં હિંગ, જીરું, સિંધવ, સંચળ, સૂંઠ અને મરી આ છ વસ્તુઓ દરેક દસ-દસ ગ્રામ લઇ, લસણ સાથે વાટી, તેની નાની નાની ગોળીઓ બનાવી સૂકવી લેવી. તેમાંથી બે-બે ગોળી સવારે અને રાતે પાણી સાથે ગળવી.
(૬) શરીરની ગરમીથી અંગ ઉપર લાલ લાલ ચાઠાં પડ્યાં હોય તો તેના ઉપર તથા દાદર ઉપર-લસણ વાટી તેનો રસ ચોપડવો.
(૭) આમવાત ઉપર : લસણની પાંચ-છ કળીઓ ઘીમાં શેકીને પ્રથમ ગ્રાસ તેનો ખાઇ પછી જમવું.
(૮) અપસ્માર અને અર્દિતવાયુ (મોઢું વાંકું થવાની તકલીફ) ઉપર : લસણ વાટી તલના તેલ સાથે ખાવું.
(૯) ઉદરરોગ ઉપર : છોલીને સાફ કરેલું લસણ એક રાત છાશમાં પલાળી રાખવું, આ લસણ એક ભાગ, તેનાથી અર્ધો ભાગ સિંધવ અને ચોથો ભાગ શેકેલી હિંગ એકત્ર કરી સર્વેનું જેટલું વજન થાય તેટલો વજનનો આદુનો રસ લઇ બધું એકસાથે વાટી લેવું. તેની નાની નાની ગોળીઓ બનાવી દરરોજ બે-બે ગોળી છાશ સાથે દિવસમાં બે વખત લેવી.
(૧૦) વિષમજવર અને વાત વ્યાધિ ઉપર : લસણના કલ્કમાં તલનું તેલ અને જરા સિંધવ નાખી તેનું દરરોજ સવારે પ્રાશન કરવું. આથી સર્વાંગ વાત વ્યાધિ મટે છે.
(૧૧) લોહીના ઊંચા દબાણ ઉપર : દરરોજ સવારે લસણની બે કે ત્રણ કળી સારી પેઠે લસોટીને થોડા દૂધ સાથે મેળવીને તે દૂધ પીવું. બીજું કાંઇ પણ ખાવુંપીવું નહિં. થોડા દિવસમાં લોહીનું ઊંચું દબાણ નોર્મલ થાય છે. લસણ, ફુદીનો, જીરું, ધાણા, મરી અને સિંધવની ચટણી ખાવાથી પણ લોહીનું ઊંચું દબાણ નોર્મલ થાય છે.
(૧૨) ગાંઠ, ગૂમડાં અને બાંબલાઇ પાકીને ફૂટે તે માટે લસણ અને મરી વાટી, લેપ જેવું બનાવીને ચોપડવું.
(૧૩) દાદર ઉપર લસણની કળીઓ વાટીને લગાડવી.
(૧૪) ખરજવા ઉપર : લસણની કળીઓ વાટીને બનાવેલી લૂગદી બાંધવી.
(૧૫) મૂર્છારોગ અને હિસ્ટીરીયા માટે લસણ વાટીને સૂંઘવું.
(૧૬) હડકાયું કૂતરું કરડે તેના ઉપર લસણ વાટીને ચોપડવું તથા જમવામાં પણ લસણનો ઉપયોગ કરવો.
(૧૭) સર્વાંગ વાતરોગ માટે એક પ્રયોગ – લસણની ચાર કળીઓ લઇ તેને રોજ રાતે અર્ધા ગ્લાસ પાણીમાં ભીંજાવી રાખવી. બીજા દિવસે સવારે તેને વાટી તે જ પાણી સાથે પી જવું. અર્ધો કલાક બીજું કાંઇ લેવું નહિ. આવી રીતે એક અઠવાડીયું કરવું. બીજા અઠવાડીયે છ કળીનો પ્રયોગ કરવો. ત્રીજા અઠવાડીયે આઠ કળીનો પ્રયોગ કરવો. ત્યારપછી એક અઠવાડીયું આ પ્રયોગ બંધ રાખવો. ત્યારપછી ફરીને આ જ પ્રયોગ કરવો. એ જ રીતે ત્રણ વખત આ પ્રયોગથી વાતરોગથી છુટકારો મળે છે.
Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin
No comments:
Post a Comment