Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Wednesday, May 11, 2011

58 - લાંબુ જીવાડે લસણ

58 - લાંબુ જીવાડે લસણ
લસણનો વર્ષોથી સામાન્‍ય માણસ ઔષધ તરીકે ઉપયોગ કરે છે. દુનિયાના મોટા ભાગના દેશોના લોકોમાં લસણ એક ઉત્તમ ખાદ્યપદાર્થ છે. લસણની ધોળી અને રાતી એમ બે જાતો છે અને મોટે ભાગે બીજા ગુણોમાં સરખી છે. એક બીનું લસણ ગુણમાં વધારો કરે છે. લસણ કૃમિઓને, કોઢને સફેદ ડાઘનો નાશ કરે છે. તે સ્નિગ્‍ધ, ઉષ્‍ણ, વીર્યવર્ધક તીખા રસથી યુક્ત ગુરુ ભારે છે. અદ્યતન વૈજ્ઞાનિક મત પ્રમાણે તે કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્‍ફરસ જેવાં ખનિજ તત્‍વો ધરાવે છે. તેમાં આયોડિન અને આલ્‍કોહોલનો પણ અંશ છે. વિટામીન બી, સી અને થોડા પ્રમાણમાં ‘એ‘ પણ છે. લસણ હ્રદયના રક્ત પરિભ્રમણ તંત્ર માટે ઘણું જ ફાયદાકારક છે. તે રક્તમાં ખાંડનું પ્રમાણ જાળવી રાખે છે. જે ડા‍યાબિટીસ માટે ઉપયોગી છે. તેમજ આંતરડાના રોગને મટાડે છે. લસણ શ્વસનતંત્રના રોગો શરદી, કફ, ક્ષય, ઈન્‍ફલ્‍યુએન્‍ઝા વગેરે મટાડવામાં ઉપયોગી છે. એલર્જીથી પીડાતા લોકોને પણ રાહત આપે છે. લસણમાં એસ્‍ટોજેનિક હોર્મોન હોવાથી સ્‍તનપાન કરાવતી માતાને બાળક માટે વધુ દૂધ ઉત્‍પન્ન કરવામાં મદદરૂપ છે.
ઉપયોગ-
*કાનમાં સણકાં આવતા હોય તો તેલમાં લસણ કઢવી તે કાનમાં ટીપાં નાંખવાં.
*આધાશીશી થઈ હોય તો લસણનો રસ નાકમાં રેડવો.
*હડકાયું કૂતરું કરડે તો તેના વિષ ઉપર લસણ વાટીને લેપ કરવો. લસણ ઉકાળીને પીવું અને ખોરાકમાં લસણ ખાવું.
*દરેક પ્રકારની ઉધરસ ઉપર લસણના ૨૫ ટીપાં દાડમના શરબતમાં નાખી પીવા.
*હાથ-પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકી મધ સાથે થોડા દિવસ ખાવાથી કળતર દૂર થાય છે.
*પ્‍લુરસીમાં લસણને પીસીને સહેજ ગરમ કરીને દર્દીને છાતી પર બાંધવાથી પ્‍લુરસી (ફેફસામાં પાણી ભરાવું) જેવા દર્દમાં રાહત થાય છે.
*વ્રણ – ઘામાં જીવડાં, કૃમિ થયા હોય તેના પર લસણ વાટી લુગદી કરી લગાડવું.
*ભાંગેલા હાડકાં જલદી સંધાય માટે લસણની કળીઓ ઘીમાં તળીને ખાવાથી ફાયદો થાય છે.
*સર્વે પ્રકારના વા ઉપર લસણની છોલેલી કળીઓ તોલા ૪ અને શેકેલી હિંગ, જીરુ, સિંધાલૂણ, સંચળ, સૂંઠ, મરી, પીપર એ દરેક એક માસો લઈ તેનું ચૂર્ણ લસણ સાથે ઘૂંટીને તેની પાવલી ભાર વજનની ગોળીઓ કરીને એક કળી ખાઈ તેના ઉપર એરંડાના મૂળનો ઉકાળો પીવો તેથી પક્ષઘાત, ઉરૂસ્‍તંભ, કટિશૂળ, પડખાનું શૂળ, પેટના કૃમિ, પેટનો વાયુ તેમજ સર્વ અંગોનો વા મટે છે. ઘણી લસણપ્રિય ગૃહિણીઓ અનેક પ્રકારની રસોઈમાં તેનો ઉપયોગ કરે છે.
*પંજાબી રસોઈમાં પણ લસણનો ઉપયોગ વધુ જોવા મળે છે.
*ઘણા લોકો લસણની ચટણી બનાવી ઘરમાં રાખતા જ હોય છે. લસણનું અથાણું પણ સરસ બને છે.
*ઉનાળામાં લસણનો ઉપયોગ બહુ ન કરવો જોઈએ તેમજ મોઢામાં કે હોજરીમાં ચાંદા, પેશાબમાં બળતરા હોય કે એવાં બીજા દર્દોમાં લસણનો ઉપયોગ ન કરવો. તેમજ અતિસારવાળા, ગર્ભિણી, રક્તપિતી, ઊલટીવાળાઓને લસણ ન આપવું જોઈએ. આમ, લસણ અત્‍યંત આરોગ્‍યપ્રદ છે

No comments:

Post a Comment