આંખના ચશ્મા (નંબર) તથા રક્તદોષનાશક – ડોડી (ખરખોડી)
પરિચય :
ચોમાસામાં ઝાડ-વાડ પર ચડનાર ‘ડોડી‘ (ખરખોડી, શિરકસિયો જીવંતી કે સૂડિયાનો વેલો) (જીવંતી, ડાંડીશાક)ના વેલા, અનેક ડાળીવાળા, શાખા શ્વેતાભ, મૃદુ રુંવાટીવાળી, આંગળીથી કાંડા જેવી જાડી, અનેક સ્થળે ફાટેલી હોય છે. તેના પાન ઈંડાકાર, અણિદાર, શ્વેતાભ્ર- સામસામે; ૧ થી ૪ ઈંચ લાંબા અને ૧-૨ ઈંચ પહોળા, ઉગ્ર ગંધના થાય છે. તેના પાનના મૂળમાંથી પીળાશ કે ભૂરાશ પડતા લીલા રંગના નાના ફુલ ગુચ્છામાં થાય છે. તેની ઉપર એક શ્રુંગાકારની, ૨ થી ૫ ઈંચ લાંબી, અર્ધા ઈંચ જાડી, ચીકણી, ફળી થાય છે. તેમાં અર્ધા ઈંચ લાંબા-સાંકડા આકડાના બી જેવા બી થાય છે. દવામાં મૂળ અને પાનનો ઉપયોગ વધુ થાય છે. તે આજકાલ આંખની દ્રષ્ટિશક્તિ વધારવા-નંબર ઉપરવા તથા ગર્ભપાત નિવારવા ખાસ વપરાય છે. તેના પાનની ભાજીને શાકમાં સર્વશ્રેષ્ઠ કહેલ છે. તેનું પાંદડું તોડતાં ડીંટામાંથી દૂધ નીકળે છે.
ગુણધર્મો :
ડોડી (ખરખોડી) મધુર, શીતળ, આંખને ખૂબ હિતકર, બળપ્રદ, પુષ્ટિકર્તા, શીતવીર્ય, સ્નિગ્ધ, વાત-પિત્તદોષ શામક, અનુલોમનકર, ગ્રાહી (સંકોચક) હ્રદયને હિતકારી, કફ બહાર કાઢનાર, મૂત્રલ, રસાયન, વૃષ્ય અને તાવ, રક્તપિત્ત, ગ્રહણી, ખાંસી હ્રદયની નબળાઈ, શુક્રમેહ, મૂત્રકૃચ્છ, મૂત્રદાહ, પરમિયો, ક્ષય, સોજો, ટી. બી., વ્રણ, રતાંધતા અને વારંવાર ગર્ભપાત થવાની સમસ્યા મટાડે છે.
ઔષધિ પ્રયોગ :
(૧) તાવ અને દાહ : ડોડીના મૂળના ઉકાળામાં ઘી મેળવી પીવું. અથવા કાળી દ્રાક્ષ, ધાણા અને ડોડીમૂળનો ઉકાળો કરી પીવો.
(૨) રતાંધળાપણું : પાનની ઘીમાં બનાવેલી ભાજી રોજ ખાવી. કે પાનમાંથી બનેલ જીવંતી ઘનવટી નામની દવાની ગોળી રોજ લેવી.
(૩) ઝાડા : ડોડીના પાનની ભાજી બનાવી, તેમાં દહીં તથા દાડમનો રસ ઉમેરી ખાવી.
(૪) યોનિકંદ (ગાંઠ થવી) : ડોડીના મૂળ પાણીમાં વાટી, તેનો લેપ કરવો.
(૫) ધાતુ પુષ્ટિ માટે : ડોડીના પાન તથા અશ્વગંધાનું ચૂર્ણ મીઠા દૂધમાં રોજ લેવું કે રોજ ડોડીના પાનનો રસ પીવો.
(૬) રક્તસ્ત્રાવ-સ્વપ્નદોષ : ડોડીના પાન તથા શીમળાના મૂળ અથવા મોચરસનું ચૂર્ણ રોજ દૂધમાં સવાર-સાંજ લેવું.
(૭) પરમિયો (પૂયમેહ) : ડોડીના મૂળના ઉકાળામાં જીરાનું ચૂર્ણ ૨ ગ્રામ ઉમેરી સવાર-સાંજ પીવું. ઉપરથી દૂધ પીવું.
(૮) ગર્ભસ્થાપના માટે : જેમને વારંવાર ગર્ભપાત થતો હોય કે ગર્ભસ્ત્રાવ થતો હોય, તેમણે જીવન્તીનું મૂળ તથા પાનનું ઘનસત્વ અને જેઠીમધ અને શતાવરી ત્રણે સમભાગે લઈ, બનાવેલ ચૂર્ણ કે તેની ગોળી કાયમ દૂધ સાથે લેવી. ગરમ ખોરાક ન લેવો.
Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin
Subscribe to:
Post Comments (Atom)
Good information
ReplyDelete