58 - લાંબુ જીવાડે લસણ
લસણનો વર્ષોથી સામાન્ય માણસ ઔષધ તરીકે ઉપયોગ કરે છે. દુનિયાના મોટા ભાગના દેશોના લોકોમાં લસણ એક ઉત્તમ ખાદ્યપદાર્થ છે. લસણની ધોળી અને રાતી એમ બે જાતો છે અને મોટે ભાગે બીજા ગુણોમાં સરખી છે. એક બીનું લસણ ગુણમાં વધારો કરે છે. લસણ કૃમિઓને, કોઢને સફેદ ડાઘનો નાશ કરે છે. તે સ્નિગ્ધ, ઉષ્ણ, વીર્યવર્ધક તીખા રસથી યુક્ત ગુરુ ભારે છે. અદ્યતન વૈજ્ઞાનિક મત પ્રમાણે તે કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવાં ખનિજ તત્વો ધરાવે છે. તેમાં આયોડિન અને આલ્કોહોલનો પણ અંશ છે. વિટામીન બી, સી અને થોડા પ્રમાણમાં ‘એ‘ પણ છે. લસણ હ્રદયના રક્ત પરિભ્રમણ તંત્ર માટે ઘણું જ ફાયદાકારક છે. તે રક્તમાં ખાંડનું પ્રમાણ જાળવી રાખે છે. જે ડાયાબિટીસ માટે ઉપયોગી છે. તેમજ આંતરડાના રોગને મટાડે છે. લસણ શ્વસનતંત્રના રોગો શરદી, કફ, ક્ષય, ઈન્ફલ્યુએન્ઝા વગેરે મટાડવામાં ઉપયોગી છે. એલર્જીથી પીડાતા લોકોને પણ રાહત આપે છે. લસણમાં એસ્ટોજેનિક હોર્મોન હોવાથી સ્તનપાન કરાવતી માતાને બાળક માટે વધુ દૂધ ઉત્પન્ન કરવામાં મદદરૂપ છે.
ઉપયોગ-
*કાનમાં સણકાં આવતા હોય તો તેલમાં લસણ કઢવી તે કાનમાં ટીપાં નાંખવાં.
*આધાશીશી થઈ હોય તો લસણનો રસ નાકમાં રેડવો.
*હડકાયું કૂતરું કરડે તો તેના વિષ ઉપર લસણ વાટીને લેપ કરવો. લસણ ઉકાળીને પીવું અને ખોરાકમાં લસણ ખાવું.
*દરેક પ્રકારની ઉધરસ ઉપર લસણના ૨૫ ટીપાં દાડમના શરબતમાં નાખી પીવા.
*હાથ-પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકી મધ સાથે થોડા દિવસ ખાવાથી કળતર દૂર થાય છે.
*પ્લુરસીમાં લસણને પીસીને સહેજ ગરમ કરીને દર્દીને છાતી પર બાંધવાથી પ્લુરસી (ફેફસામાં પાણી ભરાવું) જેવા દર્દમાં રાહત થાય છે.
*વ્રણ – ઘામાં જીવડાં, કૃમિ થયા હોય તેના પર લસણ વાટી લુગદી કરી લગાડવું.
*ભાંગેલા હાડકાં જલદી સંધાય માટે લસણની કળીઓ ઘીમાં તળીને ખાવાથી ફાયદો થાય છે.
*સર્વે પ્રકારના વા ઉપર લસણની છોલેલી કળીઓ તોલા ૪ અને શેકેલી હિંગ, જીરુ, સિંધાલૂણ, સંચળ, સૂંઠ, મરી, પીપર એ દરેક એક માસો લઈ તેનું ચૂર્ણ લસણ સાથે ઘૂંટીને તેની પાવલી ભાર વજનની ગોળીઓ કરીને એક કળી ખાઈ તેના ઉપર એરંડાના મૂળનો ઉકાળો પીવો તેથી પક્ષઘાત, ઉરૂસ્તંભ, કટિશૂળ, પડખાનું શૂળ, પેટના કૃમિ, પેટનો વાયુ તેમજ સર્વ અંગોનો વા મટે છે. ઘણી લસણપ્રિય ગૃહિણીઓ અનેક પ્રકારની રસોઈમાં તેનો ઉપયોગ કરે છે.
*પંજાબી રસોઈમાં પણ લસણનો ઉપયોગ વધુ જોવા મળે છે.
*ઘણા લોકો લસણની ચટણી બનાવી ઘરમાં રાખતા જ હોય છે. લસણનું અથાણું પણ સરસ બને છે.
*ઉનાળામાં લસણનો ઉપયોગ બહુ ન કરવો જોઈએ તેમજ મોઢામાં કે હોજરીમાં ચાંદા, પેશાબમાં બળતરા હોય કે એવાં બીજા દર્દોમાં લસણનો ઉપયોગ ન કરવો. તેમજ અતિસારવાળા, ગર્ભિણી, રક્તપિતી, ઊલટીવાળાઓને લસણ ન આપવું જોઈએ. આમ, લસણ અત્યંત આરોગ્યપ્રદ છે
Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin
Wednesday, May 11, 2011
59 - અનેક રોગને મારનાર મરી
59 - અનેક રોગને મારનાર મરી
પરિચય :
મરીને ‘તીખા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગુણો માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં મરીનો નિયમિત વપરાશ થતો હોય છે. પરદેશોમાં તો મરચાંનો બદલે મરી જ વપરાય છે. મરી કાળાં અને ધોળાં એમ બે પ્રકારનાં મળે છે. અર્ધ પકવ મરીને ઉતારીને સૂકવવામાં આવે છે. આવાં મરી કાળાં હોય છે; જયારે તે પૂરેપૂરાં પાકે છે ત્યારે ઉપરનાં ફોતરાં સરળતાથી નીકળી જાય છે. અંદરથી જે મરી નીકળે છે તે ‘ધોળાં મરી’ તરીકે ઓળખાય છે. આપણે ત્યાં મરીનો વધુ વપરાશ મુખ્યત્વે પાપડ બનાવવામાં થાય છે. તે ઉપરાંત કચુંબરમાં પણ આપણે ત્યાં ઠીક ઠીક પ્રમાણમાં વપરાય છે. મીઠાવાળા પાણીમાં ઉપલબ્ધ લીલાં મરી સીધેસીધાં ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.
ગુણધર્મ :
મરી તીખાં, તીક્ષ્ણ, અગ્નિ-પ્રદિપક, ઉષ્ણ, કફ અને વાયુનાશક, ગરમ, પિત્તકારક અને રુક્ષ હોય છે.
લીલાં મરી :
તીખાં, મધુર, પ્રમાણમાં ઓછાં તીક્ષ્ણ અને ઉષ્ણ, સારક, ભારે, કફનાશક અને રસાયણ છે. તે પિત્તકારક નથી.
ઉપયોગ :
(૧) ધોળાં મરીના બે-ત્રણ દાણા દરરોજ ગળવાથી તે રોગનો સામનો કરે છે અને રોગ થયો હોય તો તેને વધતો અટકાવે છે.
(૨) સળેખમ અને ખાંસી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ ઘી અને સાકર સાથે લેવું.
(૩) શ્ર્વાસની તકલીફ ઉપર : પંદરેક મરીના દાણાનું ચૂર્ણ મધમાં દિવસમાં બે વખત લેવું.
(૪) તાવ ઉપર : મરી અને કરિયાતાનું ચૂર્ણ દિવસમાં બે વખત પાણી સાથે લેવું. એક-બે દિવસમાં તાવ ઊતરી જશે. તાવનું જોર વધારે હોય તો આ ચૂર્ણ દિવસમાં ત્રણ-ચાર વખત ગરમ પાણી સાથે લેવું.
(૫) તાવ ઉપર બીજો ઇલાજ : તુલસીનાં પાનનો રસ અને મરીનું ચૂર્ણ દિવસમાં બે વખત લેવું.
(૬) ઊલટી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ થોડુ મીઠું નાખીને લેવું. (૭) મરડા ઉપર : મરીનું ચૂર્ણ છાશમાં લેવું.
(૮) આંજણી ઉપર : મરીના ચૂર્ણને બારીક લીસોટી આંજણીના ઉપર લગાડવું. (૯) વાતરોગથી શરીર જકડાઇ જાય ત્યારે : મરીના ચૂર્ણને બારીક વાટી શરીર પર તેનો લેપ કરવો.
(૧૦) માથાના દુખાવા ઉપર : મરી વાટીને કપાળ પર લેપ કરવો.
(૧૧) શીતપિત્ત (એલજી) ઉપર : મરીને બારીક વાટી તેનો લેપ કરવો.
(૧૨) સ્વરભંગ અથવા અવાજ બેસી જવો : જમ્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે લેવું. ..

60 - તજ
..
60 -તજ- પરિચય :
તજ એ એક તેજાનો છે. પ્રત્યેક ઘરમાં અવારનવાર તેનો જુદો જુદો ઉપયોગ થતો હોય છે. તજ એ ‘તજ’ ના જ નામથી ઓળખાતા ઝાડની છાલ છે. પાતળી તજ સારી ગણાય છે.
ગુણધર્મ :
તજ તીખી, મીઠી, કંઠને સુધારનાર, લઘુ, રુક્ષ, સહેજ કડવી, કિંચિત્ ગરમ અને પિત્તકર છે. તે કફ, વાયુ, હેડકી, ઉધરસ, ઊલટી, હ્રદયરોગ, ખરજ, આમ, પીનસ (નાકમાં થતો એક રોગ), ધાતુવર્ધક, સ્તંભક, તૃષાશામક અને મુખદોષનાશક છે. તે ઉપરાંત ગર્ભાશયની ઉત્તેજક અને સંકોચક હોવાથી સુવાવડ પછી લેવાથી ગર્ભાશયને દરેક પ્રકારે સામાન્ય બનાવે છે. તે દરેક પ્રકારના તાવને મટાડી શરીરને દોષમુકત કરે છે. તે સિવાય હ્રદય માટે પણ તે હિતકારી અને ઉતેજક છે. તે હ્રદયની દુર્બળતા દૂર કરી તેને મજબૂત બનાવે છે.
ઉપયોગ :
(૧) દુખતા દાંત ઉપર : તજના તેલનાં થોડાં ટીપાં પોલ (રૂ) પર લઇ તે પોલ દિવસમાં બે-ત્રણ વાર લગાડવું.
(૨) શરદી ઉપર : તજ, મરી અને આદુના રસમાં તજ અને મરીનું ચૂર્ણ નાખી તે રસ દિવસમાં બે વખત પીવો.
(૩) અલ્પ માત્રામાં તેનું સેવન કરવાથી તે વીર્યવર્ધક અને વાજીકર સાબિત થાય છે, પરંતુ વધુ માત્રામાં લેવાથી વીર્યનાશક અને નપુંસકતા લાવનાર હોઇ સમજીને તેનો ઉપયોગ કરવો.
(૪) થોડા પ્રમાણમાં લેવાથી હ્રદય માટે ઉત્તેજક અને પૌષ્ટિક હોવાથી તે હ્રદયને મજબૂત બનાવે છે.
(૫) થોડા પ્રમાણમાં લેવાથી અનિદ્રાની તકલીફ મટે છે.
(૬) થોડા પ્રમાણમાં લેવાથી પેટનું શૂળ મટે છે.
(૭) તજનો ઉકાળો પીવાથી ઊલટીની તકલીફ મટે છે.
(૮) તજ સ્ત્રીઓની માસિક તકલીફમાં ઉપયોગી છે. ગર્ભાશયનું શોધન કરી તેનું ફરીથી વ્યવસ્થિત સંકોચન કરવામાં તજ મદદરૂપ થાય છે.

61- આદુ
61- આદુ
પરિચય :
આદુ પોતાના ગુણ માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં એનો ઓછો કે વધુ ઉપયોગ થાય છે જ. પ્રત્યેક રસોડામાં એની હાજરી અચૂક હોય છે. ઘણી બધી તકલીફોમાં એ ઉપયોગી છે, પરંતુ આપણે એનો જોઇએ તેટલો લાભ લેતા નથી. એના ઉપયોગથી અનેક તકલીફોનું નિવારણ થઇ શકે છે. કેન્સરની શરૂઆતમાં પણ તેનો સામનો કરવા કેટલેક અંશે તે સમર્થ છે.
ગુણધર્મ :
આદુ પાચક, સારક, અગ્નિદીપક અને રુચિકર છે. તે ગળાને સ્વસ્થ રાખે છે. તેમજ સોજો, કફ, વાયુ, ખાંસી, દમ, કબજિયાત, પેટનો વાયુ તેમજ શૂળની તકલીફ દૂર કરે છે.
ઉપયોગ :
(૧) મંદાગ્નિ ઉપર : જમવાનું શરૂ કરતાં પહેલાં ત્રણ-ચાર નાની ચમચી આદુના રસમાં લીંબુનાં છ-સાત ટીપાં નાખી તૈયાર કરેલું દ્રાવણ પીને તરત જ જમવાનું શરૂ કરી દેવું, જેથી પેટમાં દાહ થવા ન પામે.
(ર) ભૂખને પ્રદીપ્ત કરવા માટે : આદુ નાખેલી કોથમીરની લીલી ચટણી ખાવી.
(૩) શરદી ઉપર : ચા-કોફી વગેરેમાં આદુ નાખવું. (તે ઉકાળવા મૂકીએ ત્યારે જ તેમાં આદુ નાખી દેવું) કઢી બનાવતી વખતે તેમાં પણ આદુ કે આદુનો રસ નાખવો.
(૪) કફ અને ખાંસી ઉપર : આદુવાળી કઢી પીવી.
(૫) શ્ર્વાસ અને દમની તકલીફ ઉપર : દિવસમાં બે વખત એક-એક નાની ચમચી આદુનો રસ મધ નાખીને પીવો. લાંબો વખત આ પ્રયોગ ચાલુ રાખવાથી ચોક્કસ ફાયદો થાય છે.
(૬) હ્રદયની ક્ષમતા વધારવા : નં. ૫ વાળો જ ઇલાજ કરવો.
(૭) કબજિયાત ઉપર : આદુનો ઉપયોગ કરવો.
૮) કેન્સરનો પ્રતિકાર કરવા માટે : આદુ અને લસણ બન્નેનો ઉપયોગ કરવો.
ચેતવણી :
લાંબો સમય ચાલે એવો ઇલાજ ખાસ કરીને શિયાળામાં અને ચોમાસામાં કરવો. લોહીનું ઊંચું દબાણ, હોજરીમાં બળતરા અથવા એસિડિટી (અમ્લપિત્ત) ની તકલીફ હોય એવા રોગીઓએ આદુનો ઉપયોગ સમજી વિચારીને કરવો...

62 - આમલી (પાકી)
62 - આમલી (પાકી)
પરિચય :
આમલીનો ઉપયોગ પ્રત્યેક ઘરમાં કોઇને કોઇ રીતે થતો જ હોય છે. આમલી નવી કરતાં થોડા મહિનાની જૂની હોય તો વધુ સારું.
ગુણધર્મ :
આમલી અત્યંત ખાટી, ગ્રાહક, ઉષ્ણ, રુચિકર, અગ્નિદીપક, મધુર, સારક, હ્રદ્ય, ભેદક, મળને રોકનાર, રુક્ષ અને બસ્તિરોચક છે. તે ઉપરાંત વ્રણદોષ, કફ, વાયુ અને કૃમિની નાશક છે.
ઉપયોગ :
આમલી પ્રમાણમાં થોડી ખાવી. તે અતિ ખાટી હોવાથી સાંધા પકડાવાની તકલીફ થઇ શકે; પરંતુ થોડા પ્રમાણમાં કયારેક ખાવાથી મુખશુદ્ઘિ થાય છે. ખાદ્ય પદાર્થોમાં આમલી ઉમેરવાથી તે વધુ રુચિકર અને સ્વાદિષ્ટ બને છે. જોકે આમલીથી ખાસ કોઇ ફાયદો થતો નથી. તે રુચિને વધારે છે વધારે છે એટલું જ. આથી સમજીને મર્યાદામાં તેનો ઉપયોગ કરવો..

63 - અજમો
63 - અજમો
પરિચય :
અજમો દરેક ઘરમાં એક અગત્યના મસાલા તરીકેનું સ્થાન ભોગવે છે. એના વગર રસોડું અધૂરું કહેવાય. કેટલાંક ફરસાણો અજમો નાખવાથી જ સ્વાદિષ્ટ બને છે. અજમો સર્વત્ર સહજતાથી મળી શકે છે. કેટલીક વાયુકર્તા વસ્તુઓની સાથે અજમાનું ચૂર્ણ ભેળવીને ખાવાથી વાયુદોષ નડતો નથી, ઉપરાંત એનાથી બીજા પણ લાભ થાય છે.
અજમાનાં લીલાં પાંદડાં પણ ઘણાં ઉપયોગી હોય છે. ઘરમાં જ એક કૂંડામાં અજમાનો છોડ વાવ્યો હોય, તો જમ્યા પછી તેનાં થોડાં પાંદડાં ચાવી જવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે.
અજમામાંથી એક પ્રકારનું તેલ નીકળે છે. તે તેલને શીત પદ્ઘતિથી જમાવાય છે અને તેને નાની નાની પાતળી સળીઓનું સ્વરૂપ અપાય છે. તે અજમાનાં ફૂલ (Thymol) તરીકે ઓળખાય છે. ખાસ કરીને મોઢામાં ઠંડક લાવવા માટે તે પાનમાં નખાય છે. તેનાથી મનને પ્રસન્નતા મળે છે અને તાજગીનો અનેરો આનંદ અનુભવાય છે.
ગુણધર્મ :
અજમો તીક્ષ્ણ, લઘુ, હ્રદ્ય, વૃષ્ય, સ્વાદે અલ્પ કટુ, રુચિકર, ઉષ્ણ, અગ્નિદીપક, પાચક, વાંતિ (ઊલટી), કૃમિ અને શુક્રદોષનો નિવારક, ઉદરરોગ, હ્રદયરોગ, બરોળ, ગુલ્મ અને આમવાતનો નાશક છે.
ઉપયોગ :
(૧) પેટના દુખાવા ઉપર : અજમાના ચૂર્ણની એક નાની ચમચી દિવસમાં બે વખત પાણી સાથે લેવી.
(ર) અજીર્ણની તકલીફ ઉપર : એક નાની ચમચી પાણી સાથે લેવી. આથી પાચનક્રિયા સુધરે છે.
(૩) શીતપિત્ત ઉપર : (આ એક પ્રકારની એલર્જી છે. એમાં શરીર પર નાનાં નાનાં ચકતાં ઊપસી આવે છે.) એક નાની ચમચી અજમાનું ચૂર્ણ થોડા ગોળ સાથે લેવું. આથી ચકતાં બેસી જાય છે.
(૪) શરદી, સળેખમ અને માથાના દુખાવા ઉપર : રાતે સૂતી વખતે અજમો ગરમ પાણી સાથે લેવો.
(૫) બહુમૂત્રતાની તકલીફ ઉપર : રાતે સૂતી વખતે એક નાની ચમચી અજમાનું ચૂર્ણ એક નાની ચમચી તલ સાથે ચાવીને સૂવું.
(૬) ખાંસી અને કફની તકલીફ ઉપર : અજમાનું ચૂર્ણ બે-ત્રણ વખત ગરમ પાણી સાથે લેવું. આથી કફ નીકળી જઇ ખાંસી મટે છે. ઠંડી વસ્તુઓનો ત્યાગ કરવો.
(૭) સુવારોગ અને સુવાવડના અન્ય દોષ ઉપર : અજમાનું ચૂર્ણ અને ગોળ એકત્ર કરી એક નાની તપેલીમાં લો. એમાં એક ગ્લાસ પાણી ભેળવી ગરમ કરવા મૂકો. પાણી બળીને અડધું થઇ જાય ત્યારે નીચે ઉતારી લો. તૈયાર થયેલો કાઢો બે-બે ચમચા સવાર-સાંજ પીઓ. આ કાઢો ત્રણ-ચાર દિવસ ચાલશે. પીતી વખતે ફરીથી ગરમ કરી લેવો. આ કાઢો પંદરેક દિવસ લેવાથી પ્રસૂતાને સુવાવડના દોષો નડતા નથી.
(૮) જખમ પાકે નહિ તે માટે : ઠેસ વાગી હોય (અથવા નવાં બૂટ કે ચંપલનો ડંખ લાગ્યો હોય) તો ગોળ અને અજમાનો લૂવો બનાવો. તેને ગરમ કરેલા તાવીથાથી ગરમ કરી લો. બે-ત્રણ વખત તાવીથો ગરમ કરીને મૂકવાથી લૂવો નવશેકો થઇ જશે. તેને એક કપડાના ટુકડા પર લઇ જખમ અગર ડંખ પર બાંધી દો. બે-ત્રણ દિવસ આવી રીતે કરવાથી તકલીફ દૂર થઇ જશે.

64 - એલચી
64 - એલચી
પરિચય :
એલચી એ એક તેજાનો (ગરમ મસાલો) છે. તેનાથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. મુખદુર્ગંધીને દૂર કરવા મુખવાસમાં અને પાન-મસાલામાં તેનો અધિક ઉપયોગ થતો હોય છે. તે ઉપરાંત કેટલીક મીઠાઇઓમાં પણ તેનો સારો ઉપયોગ થાય છે. મસાલાવાળા દૂધમાં અને ચામાં તેનું ચૂર્ણ નાખવામાં આવે છે. કેટલાંક ઔષધોમાં પણ તેનો ઠીકઠીક ઉપયોગ થાય છે.
ગુણધર્મ :
શીતળ, દીપક, પાચક, કડવી, તીખી, સુગંધી, લઘુ, પિત્તકારક, મુખ અને મસ્તકનું શોધન કરનાર, રુક્ષ તેમજ વાયુ, કફ, ખાંસી, અજીર્ણ, હરસ, ક્ષય, કંઠરોગ વગેરેમાં ફાયદો કરે છે.
ઉપયોગ :
(૧) ઊલટી, ઊબકા આવે અથવા આવવા જેવું લાગે ત્યારે એલચીના દાણાનું ચૂર્ણ બનાવીને પાણી સાથે લેવાથી તે શમી જાય છે, મોળ આવવાનું બંધ થાય છે.
(ર) એલચીના દાણા અને સાકરનું ચૂર્ણ દરરોજ સવારે પાણી સાથે લેવાથી આંખોની બળતરા ઓછી થાય છે, તેમજ નજર ઘટતી જતી હોય તો પ્રક્રિયા અટકી જાય છે.
(૩) કફ દૂર કરવા માટે : એલચીના દાણાનું ચૂર્ણ અને સિધાલૂણ મધમાં ભેળવીને આપવાં.
(૪) પેશાબ અટકી-અટકીને આવતો હોય તો : એલચી દાણાનું ચૂર્ણ મધ સાથે આપવું.
(૫) મુખ અને મસ્તકનું શોધન કરવા માટે એલચી દાણાનું ચૂર્ણ મધમાં આપવું.
(૬) એલચી દાણા, જાવંત્રી અને બદામનું ચૂર્ણ માખણ તથા સાકર સાથે લેવાથી વીર્યદોષ દૂર થાય છે. તેમજ ઊંઘમાં થતું વીર્યપતન રોકાય છે.

Subscribe to:
Posts (Atom)