આયુર્વેદિક ઉપચારો - 2
આયુર્વેદિક ઉપચારો - 2
સુચના: કોઈ અનુભવી ડૉક્ટરની સલાહ વગર જાતે દેશી દવાઓ લેવામાં જોખમો રહેલાં છે.
સુચના: કોઈ અનુભવી ડૉક્ટરની સલાહ વગર જાતે દેશી દવાઓ લેવામાં જોખમો રહેલાં છે.
અતિસાર
(૧) પ૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સિંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબૂત બૂચ મારી એક અઠવાડિયા સુધી રાખી મૂકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્િરવ પO૬૦ ગ્રામ દિવસમાં ત્રણ વાર પીવાથી અતિસાર મટે છે. (૨) જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે એટલે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું જવના આ પાણીને બાલી વૉટર કહે છે. એ પીવાથી અતિસાર મટે છે. (3) જાંબુડીની છાલનો ૨૦ ગ્રામ ઉકાળો મધ મેળવી પીવાથી અતિસાર મટે છે. (૪) જાંબુડીનાં કુમળાં પાનનો ૧૦ ગ્રામ રસ 3 ગ્રામ મધ મેળવી દિવસમાં ત્રણ વાર લેવાથી અતિસાર મટે છે. (૫) દાડમના ફળની છાલ પO ગ્રામ, લવિંગનું અધકચરું ચૂર્ણ ૭.૫ ગ્રામ અને પ૦૦ મિ.લિ. પાણી ઢાંકણ ઢાંકી ૧૫ મિનિટ ઉકાળી ઠંડુ થાય ત્યારે ગાળી દિવસમાં ત્રણ વાર ૨૫-પO ગ્રામ જેટલું પીવાથી નવો અતિસાર અને નવો મરડો દૂર થાય છે. (૬) બોરડીના પાનનું ચૂર્ણ મઠા સાથે લેવાથી અતિસાર મટે છે. (૭) બોરડીના મૂળની છાલના કવાથમાં મગનું ઓસામણ બનાવી પીવાથી અતિસાર મટે છે. (૮) બોરડીના મૂળની છાલ બકરીના દૂધમાં પીસી મધ મેળવી પીવાથી રક્તાતિસાર મટે છે. (૯) કાચાં સીતાફળ અતિસાર અને મરડો મટાડે છે. (૧૦) સંગ્રહણી-ઝાડાના રોગમાં જ્યારે ખોરાક લેવાનો પ્રતિબંધ હોય ત્યારે કેળાં ખોરાક તરીકે અતિ ઉત્તમ છે. (૧૧) સુવા અને મેથીનું ચૂર્ણ દહીંના મઠામાં મેળવી લેવાથી અતિસાર મટે છે. (જુઓ ઝાડા)
અનિદ્રા
(૧) કુમળાં વહેગણ અંગારામાં શેકી, મધમાં મેળવી સાંજે ચાટી જવાથી સારી ઊઘ આવે છે. પ્રયોગ થોડા દિવસ ચાલુ રાખવાથી અનિદ્રા મટે છે. (૨) ડુંગળીનું કચુંબર રાત્રે ખાવાથી સારી ઊઘ આવે છે. (3) પોઈ નામની વનસ્પતિના વેલા થાય છે. એનાં પાનનાં ભજિયાં બનાવવામાં આવે છે. એ ખેતર કે વાડામાં ઉગે છે. આ પોઈનાં પાનનો ૧ ચમચો રસ ૧ પ્રયાલા દૂધ સાથે રાતે સૂવાના કલાકેક પહેલાં લેવાથી સારી ઊંઘ આવે છે. (૩) મોટા ભૂરા કોળાની છાલ ઉતારી, બી તથા અંદરનો પોચો ભાગ કાઢી નાખી, બબ્બો રૂપિયા ભારનાં પતીકાં પાડી પાણીમાં બાફવાં. જરા નરમ પડે એટલે કપડામાં નાખી પાણી નિતારી કાઢવું. બાફેલાં પતીકાં બમણી સાકરની ચાસણીમાં નાખવાં. કેસર અને એલચી ઈચ્છા પ્રમાણે નાખી શકાય. આ મુરબ્બો અનિદ્રા મટાડે છે. (૪) સૂતા પહેલાં ૧/૨ કિલોમીટર ખૂબ ઝડપથી ચાલવું અને પાછા વળતાં ધીમેથી ચાલવું. આવીને અડધો ગ્લાસ સોડા પીને સૂઈ જવાથી ઘસઘસાટ ઊંઘ આવે છે. (પ) કોળું વધારે માત્રામાં લેવાથી દસ્ત સાફ આવે છે અને નિદ્રા આવે છે. (૬) કોકમને ચટણીની માફક પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી નિદ્રાનાશ મટે છે. (૭) રોજ રાત્રે એક સફરજન ખાવાથી અને એક ગલાસ દૂધ ઓછામાં ઓછા પંદર દિવસ સુધી પીવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે. (૮) ૧ ચમચો વરિયાળીનો શુદ્ધ અર્ક એકાદ વાડકી પાણીમાં ભેળવી રાતે સૂતી વખતે લેવાથી અનિદ્રાની ફરિયાદ મટે છે. વરિયાળીનો અર્ક જેટલો શુદ્ધ અને ચોખો હોય તેટલો વધુ ફાયદો કરે છે. (૯) ભેસના દૂધમાંઅશ્વગંધાનું ચૂર્ણ મેળવી પીવાથી અનિદ્રાનો રોગ મટે છે. (૧૦) એરંડના કુમળા અંકુરને વાટી થોડું દૂધ ઉમેરી કપાળે (માથા પર) અને કાન પાસે ચોપડવાથી સુખપૂર્વક ઊઘ આવે છે. (૧૧) ગંઠોડાનું ચૂર્ણ ગોળ સાથે મેળવી ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. (૧૨) ચોથા ભાગના જાયફળનું ચૂર્ણ પાણી સાથે લેવાથી સારી ઊંઘ આવે છે. (૧૩) ઊઘ માટે પગના તળિયે ઘીની માલિશ કરવી. (૧૪) ઊધ માટે ગંઠોડાનો ૨ ગ્રામ ભૂકો ર00 મિ.લિ. દૂધમાં ઉકાળી સૂતી વખતે પીવું. (૧૫) ઊધ માટે જાયફળ, પીપરી મૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરીને પીવું. (૧૬) ઊધ માટે રથી 3 ગ્રામ ખસખસ વાટી સાકર અને મધ અથવા સાકર અને ધી સાથે સૂતી વખતે લેવું. (૧૭) ગંઠોડાનું ૨ ગ્રામ જેટલું ચર્ણ ઘી-ગોળ સાથે ખાવાથી ઊઘ આવે છે. (૧૮) સાંજે બેચાર માઇલ ચાલવાથી ઊઘ આવે છે. (૧૯) અરડૂસાનો તાજો કડક ઉકાળો અથવા દૂધમાં અરડૂસો ઉકાળીને સુવાના કલાકેક અગાઉ પીવાથી સારી ઊંઘ આવે છે. (૨૦) ભેંસના ગરમ દૂધમાં ગંઠોડા કે દિવેલ નાખી પીવાથી સારી ઊઘ આવે છે. (૨૧) દરરોજ રાતે બનફસાનું સ્વાદિષ્ટ શરબત પીવાથી સરસ ઊંઘ આવે છે. બનફસા એક પ્રકારનું ઘેરું લીલું પહાડી ઘાસ છે. (૨૨) રાત્રે સૂવાના એકાદ કલાક પહેલાં હૂંફાળા દૂધમાં ૮-૧૦ ટીપાં બદામના તેલનાં નાખી ધીમે ધીમે પીવાથી સારી ઊંઘ આવે છે. એનાથી બીજે દિવસે શરીરમાં સારી સ્કુર્તિ પણ રહે છે. (૨૩) રાત્રે સૂતી વખતે હૂંફાળા દૂધમાં એક ચમચી ઘી અને અડધી ચમચી હળદર નાખી પીવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે
અપચો: જુઓ પાચન તથા અજીર્ણ
અમલપિત્ત(એસિડીટી) (૧) આમળાનો મુરબ્બો કે આમળાનું શરબત લેવાથી અમલપિત્તમાં લાભ થાય છે. (૨) દ્રાક્ષ, હરડે અને સાકર લેવાથી અમલપિત્તમાં લાભ થાય છે. (3) લીંબુના ફૂલ અને સંચળને આદુના રસમાં પીવાથી અમલપિત્ત મટે છે. (૪) સંતકૃપા ચૂર્ણ પાણી અથવા લીંબુના શરબતમાં લેવાથી અમલપિત્તમાં લાભ થાય છે. (પ) સવારે તુલસીનાં પાન અને બપોરે કાકડી ખાવી અને ત્રિફળાનું સેવન કરવું અમલપિત્તમાં વરદાનરૂપ છે. (૬) ગંઠોડા અને સાકરનું ચૂર્ણ એકાદ મહિનો લેવાથી અમલપિત્ત મટે છે. (૭) સુંઠ, આમળાં અને ખડી સાકરનું બારીક ચૂર્ણ કરીને લેવાથી અમલપિત્ત મટે છે. (૮) અમલપિત્ત અને અલ્સર એ પિત્તનો રોગ હોવાથી દરેક જાતના ખાટા પદાર્થો- દહીં, છાશ, ટામેટાં, આમલી, કોકમ, લીંબુ, કાચી કેરી, કોઠું, ખાટાં ફળો. હાંડવો, ઢોકળાં, ઈડલી, ઢોંસા, બ્રેડ વગેરે આથાવાળા પદાર્થો બિલકુલ બંધ કરવા. તળેલા, વાસી, ભારે, વાયડા, ચીકણા પદાર્થો, મરચું, મરી, લસણ, ડુંગળી, સુંઠ, પીપર, ગંઠોડા, આથાણું, રાયતું, પાપડ, સાકર, વરિયાળી, કાળી દ્રાક્ષ, ધાણા, જીરુ, પાકાં કેળાં, નાળિયેરનું પાણી વગેરે બધું જ બંધ કરવું. (૯) દરરોજ ભોજન બાદ એક એક ચમચી હરડેનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી ચારેક દિવસમાં એસિડીટી મટે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવાથી એસિડીટી જડમૂળથી જતી રહે છે. (૧૦) આખાં આમળાંને વરાળથી બાફી સાકરની ચાસણીમાં ડૂબાડી રાખવાં. તેમાંથી રોજ એક આમળ્યું. સવારે ખાવાથી અમલપિત્ત મટે છે. (૧૧) ગોરસ આમલીનાં બી અને છોડાં કાઢી નાખી માત્ર ગરનું શરબત બનાવી તેમાં જીરુ અને સાકર નાખી પીવાથી પિત્તશમન થઈ એસિડિટી મટે છે. (૧૨) આમળાનો રસ ૧૦ ગ્રામ, પાણીમાં છુંદેલી કાળી દ્રાક્ષ ૧૦ ગ્રામ અને મધ પ ગ્રામ એકત્ર કરી પીવાથી અમલપિત્ત મટે છે. (૧૩) કડવા પરવળ એટલે પટોલનાં પાનનો રસ પીવાથી એસિડિટી તરત જ શાંત થાય છે .
અરુચિ
ખાવા-પીવાનું મન ન થતું હોય તો (૧) દાડમ ખાવાથી કે દાડમના રસમાં મરી, સિંધવ, સંચળ નાખી પીવાથી અથવા સંઠ અને ગોળ ખાવાથી કે લસણની કળીઓને ધીમાં તળીને રોટલી સાથે ખાવાથી અરુચિ મટે છે; ભૂખ ઉઘડે છે. (૨) લીંબુની બે ફાડ કરી તેની ઉપર સુંઠ, કાળાં મરી અને જીરાનું ચૂર્ણ તથા સિંધવ મેળવીને થોડું ગરમ કરી ચૂસવાથી અરુચિ મટે છે. (૩) બે ચમચી આમલી એક ગલાસ પાણીમાં પલાળવી. સવારે સોપારી જેટલો ગોળ તથા થોડું કાળાં મરી અને એલચીનું ચૂર્ણ નાખી પીવું. એનાથી ભૂખ લાગશે અને અરુચિ દૂર થશે. વળી આમલીનું શરબત પીવાથી ગ્રીષ્મમાં લખ્યુ લાગતી નથી. (૪) ૮૦ ગ્રામ ઠળિયા કાઢેલી ખજુર, ૧૦ ગ્રામ આમલી (આમલી ચોળી પાણી કરવું), પ ગ્રામ દ્રાક્ષ, ૨ ગ્રામ મરચું, ૨ ગ્રામ આદું, જરૂર પુરતું મીઠું અને ૮ ગ્રામ ખાંડ નાખી ચટણી બનાવી ખાવાથી અરુચિ મટે છે અને ભૂખ ઉઘડે છે. (પ) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હિંગ, જીરું લસણ અને આદું નાખી વડાં કરવાં. તેને ધીમાં અથવા તેલમાં તળીને ખાવાથી અરુચિ મટે છે. (૬) આમલી ઠંડા પાણીમાં પલાળી, મસળી, ગાળી, તેના થોડા પાણીમાં સાકર મેળવી પીવાથી અને બાકીના પાણીમાં એલચી, લવિંગ, મરી અને કપુરનું ચૂર્ણ નાખીને કોગળા કરવાથી અરુચિ મટે છે, અને પિત્તપ્રકોપનું શમન થાય છે. (૭) લીંબુનું શરબત પીવાથી અરુચિ મટે છે. (૮) તાજો ફુદીનો, ખારેક, મરી, સિંધવ, હિંગ, કાળી દ્રાક્ષ અને જીરુંની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી મોંમાં રુચિ પેદા થાય છે. (૯) ૧૦-૧૦ ગ્રામ આદુંના અને લીંબુના રસમાં ૧.૫ ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી અરુચિ મટે છે. (૧૦) દાડમનો રસ, સિંધવ અને મધ એકત્ર કરી ચાટવાથી અરુચિ મટે છે. (૧૧) ખાટામીઠા દાડમનો ૧૦-૧૦ ગ્રામ રસ મોંમાં રાખી ધીમે ધીમે ફેરવીને દિવસમાં ૮-૧૦ વાર પીવાથી મોઢાનો સ્વાદ સુધરે છે, તાવને લીધે અરુચિ રહેતી હોય તો તે મટે છે અને આંતરડાંમાં રહેલા દોષોનું શમન થાય છે. (૧૨) ધાણા, જીરુ, મરી, ફુદીનો, સિંધવ અને દ્રાક્ષને લીંબુના રસમાં પીસી બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી અરુચિ મટે છે. (૧૩) ધાણા, એલચી અને મરીનું ચૂર્ણ ધી અને સાકર સાથે લેવાથી અરુચિ મટે છે. (૧૪) પાકાં ટામેટાના રસમાં ફુદીનો, આદુ, ધાણા અને સિંધવ મેળવી ઉકાળીને બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી મોઢાનો સ્વાદ સુધરે છે અને ભોજનની રુચિ પેદા થાય છે. (૧૫) ટામેટાના કકડા ઉપર સુંઠ અને સિંધવનું ચૂર્ણ ભભરાવી ખાવાથી અગિનમાંધ અને અરુચિ મટે છે. (૧૬) લસણ, કોથમીર, આદુ, ધોળી દ્રાક્ષ, ખાંડ અને સિંધવની ચટણી કરીને ખાવાથી અરુચિ મટે છે તથા ખોરાકનું પાચન થાય છે. (૧૭) સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કિલો ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું. આ શરબત ૧૫થી ૨૫ ગ્રામ જેટલું પાણી મેળવી પીવાથી અરુચિ મટે છે. (૧૮) સુંઠ, મરી, પીપર અને સિંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ. કહે છે. એ પાંચથી વીસ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી અરુચિ મટે છે. (૧૯) ૨૦૦ ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ર00 ગ્રામ ઘીમાં શેકવી. શેકાઈને લાલ થાય ત્યારે એમાં ૪૦૦ ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો. આ અવલેહ સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી અગ્નિમાંદા, ઉદરવાત, આમવૃદ્ધિ, અg/યો અને કફવૃદ્ધિ મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે. (૨૦) કાળી નાની હરડે શેકી પાઉડર કરી સિંધવ સાથે ૧-૧ ચમચી દરરોજ રાતે લેવાથી આહાર પ્રત્યેની અરુચિ દૂર થાય છે. (૨૧) હરડે, લીડીપીપર, સૂંઠ અને કાળાં મરી સરખા વજને મિશ્ર કરી, એ મિશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બો ગોળી સવાર, બપોર અને સાંજે ચૂસવાથી અજીર્ણ, અરુચિ અને ઉધરસ મટે છે. (૨૨) જમવાની પાંચેક મિનિટ પહેલાં એક ગલાસ પાણીમાં ૧ લીંબુ નીચોવી એક નાની ચમચી સોડા-બાયકાર્બ નાખી હલાવીને પી જવાથી ખોરાક પરની અરુચિ મટે છે. જો ગેસની અનિચ્છનીય અસર ન થતી હોય તો ૧ બોટલ તૈયાર સોડામાં લીંબુ નિચોવીને પણ પી શકાય. (૨૩) સંઠ, મરી અને સંચળના ચૂર્ણને સાકરમાં મેળવી લીંબુના રસમાં ઘૂંટી ગોળીઓ બનાવી તેનું સેવન કરવાથી અરુચિ મટે છે. (૨૪) આમલીના શરબતમાં જીરુ ભભરાવી પીવાથી પાચક સાવો છૂટીને અરુચિ મટે છે. (૨૫) બિજોરાના કકડા છાંયે સૂકવી, ચણ કરી તેમાં સુંઠ, પીપર અને મરીનું ચૂર્ણ મેળવી ખાવાથી અરુચિ મટે છે. (૨૬) અરુચિ દૂર કરી ભૂખ વધારવા લીંબુના ફાડિયા પર નમક, મરી, ગંઠોડા અને સંચળ ભભરાવી જરા ગરમ કરીને ભોજન પહેલાં ચૂસી જવાથી ઉત્તમ લાભ થાય છે. ઊલટી, હેડકી, ચૂક અને આફરામાં પણ એનાથી લાભ થાય છે. (૨૭) એક ગ્લાસ જાડી, મોળી છાસમાં પ્રમાણસર રાઈ, જીરું, હિંગ, સુંઠ અને સિંધવ નાખી પીવાથી ખોરાક પરની અરુચિ મટે છે. (૨૮) તાજા કમરખની ચીરી પર નમક, સંચળ અને જીરુ ભભરાવી ખાવાથી અરુચિ મટે છે. દાંત અબાઈ જાય એટલા પ્રમાણમાં અને એવી રીતે કમરખ ન ખાવાં.
અરુચિ-મંદાગિન
મોંમાંથી ચીકણી લાળ પડતી હોય અને અરુચિ તથા મંદાગિન હોય તો રોજ સવાર-સાંજ એક કલાક ચાલવું, એક દિવસનો નકોરડો ઉપવાસ કરવો. આખો દિવસ માત્ર સુંઠ નાખી ઉકાળેલું હૂંફાળું પાણી તરસ મુજબ પીવું. બીજા દિવસથી બાફેલા મગનું નમક વગરનું પાણી પાંચ દિવસ સુધી પીવું. એમાં મસાલા નાખી શકાય. પાંચ દિવસ પછી સવાર-સાંજ બાફેલા મગ ખાવા. બે વખત ઋતુનાં ફળો ખાવાં. દવામાં સવાર-સાંજ પ-પ ગ્રામ આદુની કતરણ ચાવી જવી. રસધાતુ મંદાગિનને લીધે કાચી રહેવાથી મોંમાંથી ચીકણી લાળ નીકળે છે. પંદર દિવસ પછી ધીમે ધીમે આહારમાં એક એક વાનગી રોજ ઉમેરતા જઈ ક્રમશઃ રોજિંદા પણ માપસર આહાર પર ચઢવું. કાયમ માટે મીઠાઈ તથા તેલ-ધી અલ્પ પ્રમાણમાં જ લેવાં કડક પરેજી, ચાલવાનો નિયમ અને સુંઠ અને આદુ જેવાં અગિન પ્રદીપ્ત કરનાર દ્રવ્યથી મોંમાંથી લાળ પડવાની તકલીફમાંથી મુક્તિ મળે છે.
અર્દિત વાયુ (મોં ફરી જવું )
(૧) લસણ વાટી તલના તેલમાં ખાવાથી કે લસણ અને અડદનાં વડાં બનાવી તલના તેલમાં તળીને માખણ સાથે ખાવાથી અપસ્માર, વાઈ અને અર્દિત વાયુ મટે છે. (૨) અડદની દાળ પાણીમાં પલાળી રાખી વાટી, તેમાં મીઠું, મરી, હિંગ, જીરું લસણ અને આદું નાખી વડાં કરવાં. તેને ધીમાં અથવા તેલમાં તળીને ખાવાથી અર્દિત વાયુ મટે છે.
અર્ધાગ વાયુ રાઈના તેલની માલિશ કરવાથી અર્ધાગ વાયુ રોગમાં ફાયદો થાય
અલ્સર (૧) પેટની અંદરના ભાગમાં પડતાં કોઈ પણ પ્રકારનાં ચાંદાં (અલ્સર)માં ફલાવર એક અકસીર ઔષધનું કામ કરે છે. તાજા ફલાવરનો રસ સવારે ખાલી પેટે એકાદ કપ દરરોજ નિયમિત પીવાથી અલ્સર સમૂળગુ મટી જાય છે. (૨) હોજરી, આંતરડાં કે શરીરમાં અન્યત્ર થયેલાં ચાંદાં દ્રાક્ષ સારી રીતે રુઝવે છે. (3) કાચાં, પાકાં, આથેલાં બોર કે બોરનું અથાણું ખાવાથી કે બોરનું શરબત પીવાથી, કોઈપણ સ્વરૂપે બોરનું સેવન કરવાથી અલ્સર મટે છે. (૪) સૂકી મેથીનો ઉકાળો-કાઢી દરરોજ એક એક વાડકી જેટલો દિવસમાં ચાર-પાંચ વાર પીતા રહેવાથી અલ્સર-પેટમાં પડેલાં ચાંદાં મટે છે. અન્ય ચિકિત્સા સાથે પણ આ પ્રયોગ થઈ શકે. (પ) વિટામીન સી અલ્સર થતું તથા તેને વધતું અટકાવે છે. એક સંશોધનમાં માલુમ પડયું છે કે જેના શરીરમાં વિટામીન સીની માત્રા સૌથી વધુ હોય તેમને અલ્સર વધારતા બૅકટેરિયાનો ચેપ લાગવાની શકયતા ૨૫% ઘટી જાય છે. આથી સવારના ભોજન પછી એક ગલાસ મોસંબીનો રસ કે નાસપતીનો રસ લેવાથી ફાયદો થાય છે.
અળાઈ ગરમીમાં બાળકોની ચામડી પર ઝીણા ઝીણા દાણા જેવું કે અળાઈઓ ફૂટી નીકળે છે, તેના પર ગાયનું દૂધ લગાડવાથી તે મટી જાય છે.
અવાજ (અવાજ બેસી જાય ત્યારે ) (૧) જેઠીમધ, આંબળાં અને સાકરનો ઉકાળો પીવાથી લાભ થાય છે. (૨) ભોજન પછી કાળાં મરી ધીમાં નાખી ખાવાથી લાભ થાય છે. (3) બહેડાની છાલને ગોમૂત્રમાં ભાવિત કરી ચૂસવાથી અવાજ સૂરીલો થાય છે. (૪) દસ દસ ગ્રામ આદુ અને લીંબુના રસમાં ૧ ગ્રામ સિંધવ મેળવી દિવસમાં ત્રણ વાર ભોજન પહેલાં ધીરે ધીરે પીવાથી અવાજ મધુર થઈ જાય છે. (પ) ઘોડાવજનું ચૂર્ણ મધ સાથે લેવાથી અવાજ સૂરીલો બને છે અને ગમે તે કારણે બેસી ગયેલો અવાજ ખૂલે છે. (ઉ) દરરોજ રાતે જમવામાં ગોળ નાખી રાંધેલા ચોખા ખાવાથી અવાજ સુરીલો બને છે. (૭) આંબાના મોરમાં ખાંડ મેળવીને ખાવાથી બેસી ગયેલું ગળું ઉઘડે છે. (૮) ત્રિફલા, ત્રિકટુ અને જવખારનું ચૂર્ણ પાણીમાં આપવાથી બેસી ગયેલું ગળું ખૂલી જાય છે. (૯) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ) ખાવાથી સ્વરભેદ મટે છે. (૧૦) ગરમ કરેલા દૂધમાં ચપટી હળદર નાખી રાત્રે પીવાથી સાદ બેસી ગયો હોય તો તે ઉઘડે છે. (૧૧) ગળા પાસે વધુ પડતું કામ લેવાને કારણે સ્વરહાનિ થઈ હોય તો જાંબુના ઠળિયાનો બારીક પાઉડર એકાદ નાની ચમચી જેટલો લઈ મધ સાથે દિવસમાં બે ચાર વાર નિયમિત ચાટતા રહેવું. (૧૨) એક કપ પાણીમાં એક મોટી ચમચો ઘઉ નાખી ઉકાળી ગાળીને પીવાથી દબાઈ ગયેલો અવાજ ઉઘડવા લાગે છે. (૧૩) આકડાના ફૂલના ૩-૪ રેવડામાં ૨-૩ મરી નાખી, ઝીણું વાટી મોંમાં રાખવાથી બળતરા થશે અને કફ છૂટો પડશે. પછી થોડી જ વારમાં અવાજ ખૂલી જશે. (૧૪) બોરડીની છાલનો કકડો મોંમાં રાખી તેનો રસ ચૂસવાથી બે-ત્રણ દિવસમાં જ અવાજ ઊઘડી જાય છે. (૧૫) પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે સુધરે છે. (૧૬) વધુ પડતું બોલવાથી કે બૂમો પાડવાથી, ઉજાગરાથી કે અયોગ્ય આહારથી અવાજ બેસી જાય તો ગરમ પાણીમાં મીઠું મેળવી દિવસમાં પાંચ-સાત વાર કોગળા કરવા તથા હૂંફાળા દૂધમાં હળદર અને ધી નાખી મિશ્ર કરી પી જવું
સ્વર સુધારવા (૧) હરડે, બહેડાં, આમળાં, હળદર અને જેઠી મધ સરખે ભાગે લઈ તેહમાંથી ૧૦-૨0 ગ્રામનો ઉકાળો બનાવી, ગાળી, સવાર-સાંજ કોગળા કરવા. યટીમધુવટી કે ખદીરાવટી ચૂસવી. (૨) જેઠીમધ અને આમળાં સરખે ભાગે લઈ એમાંથી ૧૦-૨૦ ગ્રામનો ઉકાળો બનાવી, સાકર મેળવી સવાર-સાંજ પીવો. 2վ અવાજ સુરીલો કરવા (૧) ૧૦ ગ્રામ આદુનો રસ, ૧૦ ગ્રામ લીંબુનો રસ અને ૧ગ્રામ સિંધવ મેળવી દિવસમાં ત્રણ વાર ધીમે ધીમે પીવાથી અવાજ મધુર થાય છે. (૨) ઘોડા વૃજનું ચૂર્ણ મધ સાથે લેવાથી અવાજ મધુર થાય છે. (3) દરરોજ રાતે જમવામાં ગોળ નાખી રાંધેલા ચોખા ખાવાથી અવાજ સુરીલો બને છે. (૪) ફણસના ઝાડની ડાળીના છેડેની અણીદાર કળીઓ વાટી ગોળી બનાવી મોંમાં મૂકી રાખવાથી ગળું સાફ થઈ કંઠ ખૂલે છે.
અશક્તિ
(૧) ૧-૧ ચમચી જેઠીમધનું ચૂર્ણ મધ સાથે સવાર-સાંજ ચાટી ઉપર એક કપ દૂધ પીવાથી શરીર સાથે મન-મગજની શક્તિમાં વધારો થાય છે. એકાદ અઠવાડિયામાં જ ફરક માલમ પડે છે. (૨) કામ કરતાં થાકી જવાય, સ્કૂર્તિનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વતતી હોય તો વડનું દૂધ પતાસામાં આપવું. એનાથી હૃદયની નબળાઈ, મગજની નબળાઈ અને શરીરની નબળાઈ પણ મટે છે. (3) એલચી, ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી અશક્તિ મટે છે. (૪) કોળાનાં બીની મીજનો આટો ધીમાં શેકી, સાકર નાખી લાડુ બનાવી થોડા દિવસો સુધી ખાવાથી અતિ મહેનત કરવાથી આવેલી નિર્બળતા મટે છે. (પ) કોળાનો અવલેહ(જુઓ અનુક્રમ) દરરોજ સવારે ત્રણ માસ સુધી ર0થી 30 ગ્રામ ખાવાથી શરીરનું વજન વધે છે, મોઢા પર તેજી આવે છે અને અશક્તિ મટે છે. (ઉ) ધીમાં ભંજેલી ડુંગળી અને બબ્બ કોળિયા શીરો ખાવાથી માંદગીમાંથી ઊઠયા પછી આવેલી અશક્તિ દૂર થઈ જલદી શક્તિ આવે છે. (૭) દરરોજ ર0-રપ ખજુર ખાઈ ઉપર એક પ્યાલો ગરમ દૂધ પીવાથી થોડા દિવસમાં જ શરીરમાં સ્કૂર્તિ આવે છે, બળ વધે છે, નવું લોહી પેદા થાય છે અને ક્ષીણ થયેલું વીર્ય વધવા માંડે છે. (૮) ખજુર ૧૦૦ ગ્રામ અને કિસમિસ દ્રાક્ષ પO ગ્રામ દરરોજ ખાવાથી સુકલકડી શરીરવાળા દર્દીમાં નવું લોહી પેદા થાય છે. નબળા શરીર તેમ જ મનવાળા, જેનું વીર્ય ક્ષીણ થયું હોય તેવા માણસો માટે દરરોજ સવારમાં પિડખજુરનો નાસ્તો કરવો ફાયદાકારક છે. (૯) ઉમરાની છાલના ઉકાળાથી લોહીની ઓછપ અને શરીરનું દુબળાપણું મટે છે. (૧૦) સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ ચારોળીના દાણા ગોળ સાથે ખૂબ ચાવીને ખાવાથી અશક્તિ દૂર થાય છે. (૧૧) ધી ૧ ભાગ, મધ બે ભાગ, અડધો ભાગ આમલસાર ગંધક અને જરૂર મુજબ સાકર બરાબર મિશ્રણ કરી દિવસમાં બે વાર ચાટવાથી શરીરમાં તાત્કાલિક શક્તિ આવે છે. જરૂરિયાત મુજબ બધી વસ્તુનું પ્રમાણ નક્કી કરવું. (૧૨) ગાજરનો રસ પીવાથી અશક્તિ દૂર થાય છે. (૧૩) જમ્યા પછી ત્રણ-ચાર કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે. (૧૪) એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે. (૧૫) દૂધમાં અંજીર ઉકાળી તે અંજીર ખાઈ દૂધ પીવાથી અશક્તિ દૂર થાય છે. (૧૬) ખજૂર ખાઈ ઉપરથી ધી મેળવેલું ગરમ દૂધ પીવાથી ઘામાંથી પુશકળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ દૂર થાય છે. (૧૭) સફેદ ડુંગળી ધીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાંની નબળાઈ અને ધાતુની નબળાઈ દૂર થાય છે. (૧૮) મોસંબીનો રસ પીવાથી નબળાઈ દૂર થાય છે. (૧૯) દૂધમાં બદામ, પિસ્તા, એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ વધે છે. (૨૦) પાંચ પેશી ખજૂર ધીમાં સાંતળી ભાત સાથે ખાવાથી અને અધોં કલાક ઊધ લેવાથી નબળાઈ દૂર થાય છે અને વજન વધે છે. (૨૧) એક સૂકું અંજીર અને પાંચ-દસ બદામ દૂધમાં સાકર નાખી ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થઈ, ગરમી મટી શક્તિ વધે છે. (૨૨) ચણાના લોટનો મગજ, મોહનથાળ અથવા મૈસુર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે. (૨૩) ફણગાવેલા ચણા સવારે ખૂબ ચાવીને પાચન શક્તિ મુજબ ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે. (૨૪) ઉમરાની છાલના ઉકાળાના સેવનથી લોહીની ઓછપ અને શરીરનું દુબળાપણું મટે છે.
થાક (૧) રોજ બેથી ચાર અંજીર ખાવાથી થાક ઓછો લાગે છે. (૨) સફરજનના ઝાડની ૪ ગ્રામ છાલ અને પાન પીવાના ર00 ગ્રામ ઉકળતા પાણીમાં નાખી ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકી રાખી ગાળી લઈ, તેમાં લીંબુના એક કકડાનો રસ અને ૧૦-૧૫ ગ્રામ ખાંડ મેળવી પીવાથી થાક મટે છે. (3) અતિશય થાકનો અનુભવ થતો હોય તો નારંગીની પેશી ચૂસવાથી તે દૂર થાય છે.
અળાઈ
(૧) આંબાની ગોટલીના ચૂર્ણને પાણીમાં કાલવી શરીરે લગાડી સ્નાન કરવાથી અળાઈઓ થતી નથી અને થઈ હોય તો મટી જાય છે. (૨) આમલીનું શરબત પીવાથી ગણતરીના દિવસોમાં અળાઈ-ઝીણી ઝીણી ફોલીઓ મટી જાય છે. ત્વચા માટે આમલીનું શરબત ખૂબ ગુણકારી છે. (3) ચામડી પર થતી ઝીણી ઝીણી ફોલીથી કોઈ વાર ખંજવાળ આવે છે અને કોઈ વાર નથી આવતી. આ અળાઈ કયારેક જાતે પણ મટી જાય છે. કારેલાનો તાજો રસ કાઢી સહેજ સોડા-બાય-કાર્બ નાખી મિશ્ર કરી અળાઈ પર દિવસમાં ચાર-પાંચ વાર માલિશ કરતા રહેવાથી અળાઈ અચૂક મટી જાય છે. (૪) નારંગીનો રસ અથવા આખી નારંગી સૂકવીને બનાવેલો પાઉડર અળાઈવાળા ભાગ પર લગાડવાથી થોડા જ દિવસોમાં જાદુઈ અસરની જેમ અળાઈ મટે છે. (પ) પીપળાની છાલને બાળી તેની ભસ્મ શરીરે લગાડવાથી કે તેની છાલની ભસ્મ પાણીમાં ઓગાળી તેનાથી નાહવાથી અળાઈ થતી નથી. (ઉ) સવાર-સાંજ નાહીને શરીર પર શંખજીરુ લગાવવાથી અળાઈ થતી નથી.
અંગ જકડાવાં
(૧) સાથળ, નિતંબ અને કમરનો ભાગ જકડાઈ ગયો હોય તો અરણી અને કરંજનો ઉકાળો અડધા કપ જેટલો સવાર-સાંજ પીવો તથા સહન થાય એવા અ:ા ગરમ ઉકાળાનું દુ:ખાવા પર સિંચન કરવું. (ર) વાયુથી જકડાયેલા અંગ પર રાઈની પોટીસ કરી બાંધવાથી અથવા તેનું પ્લાસ્ટર મારવાથી ફાયદો થાય છે.
અંડકોષનો સોજો (૧) ચણાનો લોટ પાણીમાં રગડી મધ મેળવી લગાડવાથી અંડકોષનો સોજો મટે છે. (૨) સિંધવનું ચૂર્ણ ગાયના ધીમાં સાત દિવસ સુધી લેવાથી અંડવદ્ધિમાં ફાયદો થાય છે. (3) અંડકોષની વૃદ્ધિમાં કાચું પપૈયું છોલી અડધું કાપી બી કાઢી નાખી જનનેન્દ્રિય સહિત વૃષણ ઉપર વ્યવસ્થિત બાંધી દેવું. ઉપરથી કપડું લપેટી લો તો ચાલે. દરરોજ રાત્ર સૂતી વખતે અ:ા પ્રયોગ કરવો વધુ અનુકૂળ રહે છે. બીજી કોઈ દવા લેવાની જરૂર રહેતી નથી. (૪) તમાકુના પાનને શીલારસ ચોપડી વધરાવળ પર બાંધવાથી બે-ચાર દિવસમાં અંડવદ્ધિ મટે છે.
અંતઃ રક્તસાવ શરીરની અંદરના કોઈ પણ અવયવમાંથી લોહી નીકળતું હોય તો કોળાનો રસ લેવાથી લાભ થાય છે.
આધાશીશી (૧) આદુ અને ગોળની પોટલી બનાવી તેના રસનાં ટીપાં નાકમાંપાડવાથી આધાશીશીમાં ફાયદો થાય છે. (૨) ગાજરના પાનની બંને બાજુએ ધી ચોપડી, ગરમ કરી, તેનો રસ કાઢી, એક એક ટીપું રસ કાન તથા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે. (3) તમાકુમાં પાણી મેળવી કપડાથી ગાળી તેનાં બે ટીપાં નાકમાં નાખવાથી અને તાળવા ઉપર તેનું થોડું પાણી ચોળવાથી આધાશીશી મટે છે. (૪) દૂધના માવામાં સાકર મેળવીને ખાવાથી આધાશીશી મટે છે. (પ) દ્રાક્ષ અને ધાણા ઠંડા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી પીવાથી આધાશીશી મટે છે. (ઉ) લસણની કળીઓને પીસી કાનપટ્ટી પર લેપ કરવાથી આધાશીશી તાત્કાલિક મટે છે. (૭) લસણના રસનાં ટીપાં નાકમાં પાડવાથી આધાશીશી મટે છે. (૮) લીલાં કાચાં જામફળને જરા પાણી સાથે પથ્થર પર ઘસી સવારે કપાળ પર જ્યાં દર્દ થતું હોય ત્યાં લેપ કરવાથી બે-ત્રણ કલાકમાં જ આધાશીશી મટી જાય છે. (૯) સંઠને પાણીમાં કે દૂધમાં ઘસી નસ્ય લેવાથી અને લેપ કરવાથી આધાશીશી મટે છે. (૧૦) હિંગને પાણીમાં ધોળી નાકમાં ટીપાં પાડવાથી આધાશીશીમાં રાહત થાય છે. (૧૧) ગાયનું ધી દિવસ દરમિયાન જેટલી વાર સંધી શકાય તેટલી વાર સુંધતાં રહેવાથી આધાશીશી મટે છે. ગાયના ધીમાં સાકર નાખી નસ્ય લેવાથી પણ આધાશીશી મટે છે. (૧૨) આદુનો તાજો રસ ગાળી બે-ત્રણ કલાકે નાકમાં બબ્બી ટીપાં મૂકતા રહેવાથી આધાશીશી મટે છે. એનાથી નાકમાં થોડી પીડા થશે પરંતુ પરિણામ આશ્ચર્યપ્રેરક હોય છે. (૧૩) દૂધમાં સાકર મેળવી નાકમાં ટીપાં મૂકવાથી આધાશીશી મટે છે. (૧૪) વાવડીંગ અને કાળા તલનું ચૂર્ણ સંઘવાથી આધાશીશી મટે છે. (૧૫) સવારે ગરમ જગ્લેબી કે માલપુડા ખાવાથી આધાશીશી ચડતી નથી. (૧૬) પિત્તથી થયેલી આધાશીશીમાં દહીં, છાસ, કઢી, આથાવાળા પદાર્થો અને ટામેટાં બંધ કરી શંખભસ્મ, કપદભસ્મ, શુક્તિભસ્મ એક એક ગ્રામમાં બે ગ્રામ કપુર કાચલીનું ચૂર્ણ મેળવી દવા જેટલી જ ખાંડ(પાંચ ગ્રામ) નાખી ખાલી પેટે સવાર-સાંજ પાણી સાથે લેવું. પિત્તવર્ધક આહારવિહાર કાયમ માટે છોડી દેવો.
આફરો
(૧) ૨૫ ગ્રામ મેથી અને ૨૫ ગ્રામ સુવા તાવડી પર થોડાં શેકી,અધકચરાં ખાંડી, પ-પ ગ્રામ લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા, ખાટા ઘચરકા અને ઓડકાર મટે છે. (૨) ૪૦૦ મિ.લિ. ઊકળતા પાણીમાં ૨૫ ગ્રામ સુંઠનું ચૂર્ણ નાખી ૨૦૨૫ મિનિટ ઢાંકી રાખવું ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી પેટનો આફરો, ઉદરશૂળ મટે છે. (3) પ00 ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સિંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબૂત બચ મારી એક અઠવાડિયા સુધી રાખી મૂકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. આ જાંબુદ્રવ પ૦-૬૦ ગ્રામ દિવસમાં ત્રણ વાર પીવાથી આફરો મટે છે. (૪) જાયફળનું એકબે ટીપાં તેલ ખાંડ અથવા પતાસામાં મેળવી ખાવાથી આફરો તથા ઉદરશૂળ મટે છે. (પ) જીરું અને સિંધવ સરખે ભાગે લઈ, લીંબુના રસમાં સાત દિવસ પલાળી રાખી, સૂકવી, ચણ કરી સવાર-સાંજ લેવાથી આફરો મટે છે, તેમ જ પાચન શક્તિ બળવાન બને છે. (૬) ડુંગળીના રસમાં શેકેલી હિંગ અને મીઠું મેળવી પીવાથી આફરો મટે છે. (૭) તજ લેવાથી આફરો મટે છે. (૮) પેટમાં ખૂબ આફરો ચડયો હોય, પેટ ફૂલીને ઢોલ જેવું થયું હોય, પેટમાં દુ:ખાવો થતો હોય તો ડુંટીની આજુબાજુ અને પેટ ઉપર હિંગનો લેપ કરવાથી થોડી જ વારમાં મટે છે. (૯) લવિંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો આફરો મટે છે. (૧૦) લસણ, ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ધી મેળવી ચાટવાથી આફરો મટે છે. (૧૧) લીંબુ આડું કાપી બે ફાડ કરી ઉપર થોડી સુંઠ અને સિંધવ નાખી અંગારા પર મૂકી ખદખદાવી રસ ચૂસવાથી આફરો મટે છે. (૧૨) વરિયાળી ચાવીને ખાવાથી અને તેનો રસ ઉતારતા રહેવાથી ઉદરશૂળ અને અ:ાફરો મટે છે. (૧૩) વરિયાળીનું ૪-૫ ગ્રામ ચૂર્ણ પાણી સાથે લેવાથી આફરો મટે છે. (૧૪) વાયુથી ગડબડ રહેતી હોય અને પેટ ફૂલી ગયું હોય તો મોટી એલચીના ૧ ગ્રામ ચૂર્ણમાં ૧૬ ગ્રામ શેકેલી હિંગ મેળવી, લીંબુના રસમાં કાલવી ચાટી જવું. એનાથી વાયુ અનુલોમ થાય છે અને બેસી જાય છે. (૧૫) સરગવાના ફાંટમાં હિંગ અને સુંઠ મેળવી પીવાથી આફરો મટે છે. (૧૬) હિંગ, છીંકણી કે સંચળ નાખી ગરમ કરેલું તેલ પેટ પર ચોળવાથી અને શેક કરવાથી પેટનો આફરો મટે છે. (૧૭) પેટ પર હીંગ લગાવવાથી તથા હીંગની ચણા જેવડી ગોળીને ધી સાથે ગળી જવાથી આફરો મટે છે. (૧૮) છાસમાં જીરુ અને સિંધવ અથવા સંચળ નાખીને પીવાથી પેટ ફૂલતું નથી. (૧૯) સંચળ અને સોનામુખી ખાવાથી વાયુનો ગોળો મટે છે. (રO) ભોજન પછી પેટ ભારે લાગે તો ચાર-પાંચ એલચીના દાણા ચાવીને ઉપર લીંબુનું પાણી પીવાથી પેટ હલકું લાગશે. (૨૧) સવાર-સાંજ 3 ગ્રામ ત્રિફળા ચૂર્ણ પાણી સાથે લેવાથી પથ્થર જેવું પેટ મખમલ જેવું નરમ થઈ જાય છે. (૨૨) આદુ અને લીંબુનો રસ પાંચ પાંચ ગ્રામ અને ત્રણ કાળાં મરીનો પાઉડર દિવસમાં ત્રણ વખત લેવાથી ઉદરશૂળ મટે છે. (૨૩) ૨૫૦ ગ્રામ પાણી ઉકાળી ૧ ગ્રામ લવિંગનો પાઉડર નાખી દિવસમાં ત્રણ વાર ગરમ ગરમ પીવાથી પેટ ફૂલી ગયું હોય તો ધીરે ધીરે બેસી જાય છે. (૨૪) લવિંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો આફરો મટે છે. (૨૬) લસણ, ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ધી મેળવી ચાટવાથી આફરો મટે છે. (૨૭) મરીનો ફાંટ બનાવી પીવાથી અથવા સુંઠ, મરી, પીપર, હરડેના ચૂર્ણને મધમાં મેળવી ચાટવાથી અપચો અને આફરો મટે છે. (૨૮) જીરૂં અને હરડેનું સમભાગે ચૂર્ણ લેવાથી આફરો મટે છે. (૨૯) ૧ ભાગ હિંગ, ૨ ભાગ ઘોડાવજ, પ ભાગ કોઠું, ૭ ભાગ સાજીખાર અને ૯ ભાગ વાવડીંગનું ચૂર્ણ બનાવી બરાબર મિશ્ર કરી પાણીમાં લેવાથી આફરો મટે છે. (30) ફૂદીનાનાં પાન, લસણ અને મરીને ભેગાં કરી ચટણી જેવું બનાવી પાણી સાથે લેવાથી પેટમાં ખૂબ આફરો આવ્યો હોય, વાછુટ ન થતી હોય તો તે મટે છે. (૩૧) લીંબુના રસમાં જાયફળ ઘસીને ચાટવાથી આફરો મટે છે. જાયફળને લીંબુના રસમાં લસોટીને પણ પી શકાય. (3ર) આફરો ચડતો હોય તો હલકો આહાર લેવો, અને એક એલચીના દાણા શેકેલા અજમા સાથે ખાંડી હૂંફાળા પાણી સાથે જમ્યા પછી બે કલાકે ફાકી જવાથી રાહત થાય છે. સવાર-સાંજ ચાલવા જવું.
આમ
(૧) જાંબુડીનાં કુમળાં પાનનો ૧૦ ગ્રામ રસ 3 ગ્રામ મધ મેળવી દિવસમાં ત્રણ વાર લેવાથી આમ મટે છે અને લોહી પડતું હોય તો બંધ થાય છે. (૨) ધાણા અને વરિયાળીનો ઉકાળો લેવાથી શરીરમાં રહેલો આમ બળી જાય છે. એનાથી દાહ, તરસ, મૂત્રની બળતરા પણ દૂર થાય છે, વળી પરસેવો થઈ આામજન્ય તાવ ઉતરી જાય છે. (3) વરિયાળીનો અર્ક લેવાથી આમનું પાચન થાય છે. (૪) વેગણ આમ મટાડે છે. (પ) રીંગણાં અને ટામેટાંનું સૂપ બનાવી પીવાથી આમનું પાચન થાય છે. (૭) સૂરણના કંદ સૂકવી ચૂર્ણ કરી, ઘીમાં શેકી સાકર નાખીને ખાવાથી આમ મટે છે. (૮) ડુંગળીને પથ્થર ઉપર બારીક વાટીને બેચાર વાર પાણીથી ધોઈ, દહીં મેળવી દિવસમાં ત્રણ વાર ખવડાવવાથી આમ અને લોહીના ઝાડા બંધ થાય છે. (૯) અ:ામ એટલે કાચું, પચ્યા વગરનું અન્ન-અ:ાહાર,જે લાંબા વખતે શરીરમાં અનેક વિકારો જન્માવે છે. આદુ અને સુંઠ અ:ામના પાચન માટે ઉત્તમ છે. અ:ાદુ મળને ભેદનાર તથા વાયુ અને કફના રોગોને મટાડનાર છે. મંદાગિન, કટીશળ, અજીર્ણ, અતિસાર, સંગ્રહણી, શિર:શળ, અરુચિ, મોળ અ:ાવવી અ:ા બધા રોગો અ:ામમાંથી જન્મે છે. જેમને અ:ામની તકલીફ હોય તેમણે જમ્યા પહેલાં લીંબુ નિચોવી અ:ાદુના ટૂકડા ખૂબ ચાવીને ખાવા જોઈએ. (૧૦) ૨૦૦ ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ર00 ગ્રામ ઘીમાં શેકવી. શેકાઈને લાલ થાય ત્યારે એમાં ૪૦૦ ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો. આ અવલેહ(જુઓ અનુક્રમ) સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી અગિનમાંદા, ઉદરવાત, આમવૃદ્ધિ, અરુચિ અને કફવદ્ધિ મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે. (૧૧) બે દિવસ માત્ર સુંઠ કે આદુના ટૂકડા અને લીંબુ નાખેલ મગના પાણી પર રહેવાથી શરીર નિરામ બને છે. આ પછી એક ચમચી સુંઠ, પા ચમચી અજમો, એક ચમચી ગોળ અને ત્રણ ચમચી ગાયનું ઘી મિશ્ર કરી દરરોજ સવારે અને સાંજે ચાટી જવાથી પાચન શક્તિ સુધરે છે.
આામજન્ય શૂળ, લસણ ૮૦ ગ્રામ, એરંડિયું પ ગ્રામ, સિંધવ 3 ગ્રામ અને ધીમાં શેકેલી હિંગ ૧ ગ્રામ બારીક ઘુંટી રોજ ૧૦-૧૦ ગ્રામ લેવાથી આમજન્ય શ્રેળ મટે છે.
આામ જ્વર મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમ પાણીમાં પ ગ્રામ જેટલું લેવાથી આમજવર મટે છે.
આમદોષ જેમને ઝાડો કાયમ ચીકણો, અન્નમદોષવાળો અને પાણીમાં ડૂબી જાય તેવો થતો હોય, ઝાડો ભારે તકલીફથી ઉતરતો હોય તો અ:ાદુ અથવા સુંઠ નાખી ઉકાળેલું પાણી રોજ નરણા કોઠે ૧-૨ ગ્લાસ પીવાની ટેવ રાખો.
આમ વાત (૧) લસણની પ ગ્રામ કળીઓ ધીમાં તળીને રોજ ભોજન પહેલાં ખાવાથી આમવાત મટે છે. (૨) ૧૦૦ ગ્રામ ખજુર પલાળી રાખી, મસળી, ગાળીને પીવાથી આમવાત પર ફાયદો થાય છે. (3) આદુનો ૧૦ ગ્રામ રસ અને લીંબુના ૧૦ ગ્રામ રસમાં ૧.૫ ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી આમવાત મટે છે. (૪) એક સારી સોપારી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, જૂની આમલીનો જાડો કલક કરી તેમાં વાટેલી સોપારી મેળવી ગોળી કરી ગળી જવાથી અને ઉપરા- ઉપરી થોડું ગરમ પાણી પીવાથી રેચ લાગી આમવાત મટે છે. (પ) એરંડનું મગજ અને સુંઠ સરખા ભાગે લઈ તેમાં તેટલી જ ખાંડ નાંખી ગોળીઓ બનાવી આમવાતમાં સવારે લેવાથી ફાયદો થાય છે. (૬) દર ચાર કલાકે લીંબુનો 90-9O ગ્રામ રસ આપવાથી આમવાત મટે છે. (૭) મેથી અને સુંઠનું ૪-૪ ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ ગોળમાં મેળવીને થોડા દિવસ સુધી લેવાથી કબજિયાત દૂર થાય છે અને યકૃત બળવાન બને છે. (૮) મોટા કાચા પપૈયા પર ઊભા ચીરા કરી, તેમાંથી ટપકતું દૂધ ચિનાઈ માટીની રકાબી કે પ્યાલામાં ઝીલી લેવું. તેને તરત જ તડકામાં સૂકવી સફેદ ચૂર્ણ બનાવી સારા બૂચવાળી કાચની શીશીમાં ભરી લેવું. આ ચૂર્ણના સેવનથી આમવાત અને આંતરડાના રોગો મટે છે. એનાથી અપચો અને અમલપિત્ત પણ મટે છે. (૯) અ:ામવાતમાં સાંધેસાંધામાં સોજો અ:ાવે છે, ગમડું પાકતું હોય તેવી વેદના થાય છે, અ:ાજે એક સાંધામાં તો કાલે બીજામાં, કોઈને એકમાં તો કોઈને સર્વ સાંધામાં દુ:ખાવો થાય છે. એના ઉપાય માટે ધાણા, સુંઠ અને એરંડાના મૂળ સરખા વજને લઈ અધકચરા ખાંડી બાટલી ભરી લેવી. બે ગ્લાસ પાણીમાં એક ચમચી ભૂકો નાખી બરાબર ઉકાળવું. જ્યારે એક કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી, ઠંડુ પાડી, ગાળીને પી જવું. અ:ા ઉકાળો સવાર-સાંજ એકાદ મહિનો પીવો જોઈએ. (૧૦) રોજ સવારે ૧૦૦ ગ્રામ પાણીમાં ૨ ગ્રામ સુંઠનું ચૂર્ણ નાખી ધીમા તાપે ઉકાળી એક મોટો ચમચો દિવેલ નાખી હલાવીને નરણા કોઠે પી જવાથી આમવાતમાં ફાયદો થાય છે. (૧૧) નગોડનાં પાનને વરાળથી બાફી તેનો રસ કાઢી દિવેલ સાથે લેવાથી આમવાત મટે છે. (૧૨) સિંહનાદ ગૂગળ હરડે, બહેડાં અને આમળાં દરેક ૧૨૦ ગ્રામને અધકચરાં ખાંડી દોઢ લીટર પાણીમાં ઉકાળો કરી ગાળી તેમાં ૪૦ ગ્રામ ગંધક અને ૧૬૦ ગ્રામ દિવેલ(એરંડિયુ) ઉમેરી ગરમ કરી પાક બનાવવો. ગોળી બની શકે તેવો પાક થાય એટલે ચણાના દાણા જેવડી ગોળીઓ વાળવી. એને સિંહનાદ ગૂગળ કહે છે. બે-બે ગોળી સવાર-સાંજ લેવાથી આમવાત સહિત બધા જ વાયુના રોગો, ઉદરરોગો વગેરે મટે છે.
આમવાતનો સોજો વડનું દૂધ લગાડવાથી આમવાતના સોજામાં આરામ થાય છે, અને દુ:ખાવો મટે છે.
આમાતિસાર (૧) મેથીનું ચાર-ચાર ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ મઠ્ઠામાં મેળવી લેવાથી આમાતિસાર મટે છે. (૨) વરિયાળીનો ઉકાળો કરી પીવાથી અથવા સુંઠ અને વરિયાળી ધીમાં શેકી, ખાંડી, તેની ફાકી મારવાથી આમનું પાચન થાય છે, તેમ જ આમાતિસારમાં ફાયદો થાય છે. (3) સૂંઠ, જીરુ અને સિંધવનું ચૂર્ણ તાજા દહીંના મઠામાં ભોજન બાદ પીવાથી જુના અતિસારનો મળ બંધાય છે, આમ ઓછો થાય છે અને અન્નપાચન થાય છે. (૨) સુંઠ પ ગ્રામ અને જુનો ગોળ પ ગ્રામ મસળી રોજ સવારમાં ખાવાથી આમાતિસાર, અજીર્ણ, અને ગેસ મટે છે.
આર્થરાઈટીસ (૧) રોજ બે ચમચી ઓલિવ ઓઈલ લેવાથી અને રોજ ત્રણ અખરોટ ખાવાથી ઓસ્ટીઓ આર્થરાઈટીસ અને રુમેટોઈડ આર્થરાઈટીસના દુ:ખાવામાં ઘણી રાહત મળે છે. (૨) કુશળ કુદરતી ઉપચારક કેળાં અને સફરજન આ બે ફળોના પ્રયોગ કરાવી આર્થરાઈટીસમાંથી દર્દીને મુક્તિ અપાવી શકે છે. (3) દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ મોટો ચમચો મધ નિયમિત ચાટવાથી આર્થરાઈટીસ, ગાઉટ તથા અન્ય આર્થરાઈટીસમાં પરેજી આર્થરાઈટીસ ધરાવતા દરેક દર્દીને જુદી જુદી આહાર માફક આવે છે. આથી બધા જ દર્દીઓ માટે કોઈ સર્વસામાન્ય આહાર નિશ્ચિત કરી શકાય નહિ. વધુ વજન ધરાવતા આર્થરાઈટીસના દર્દીઓમાં દર્દની તકલીફ વધુ જોવા મળે છે. શરીરમાં સોજો ઉત્પન્ન કરનાર દરેક આહાર દ્રવ્ય આર્થરાઈટીસના દર્દનો હુમલો લાવી શકે છે. લોહીમાં પ્યરીન તત્વ ભળે તેવા આલ્કોહોલ પણ આર્થરાઈટીસને વિષમ બનાવે છે. આથી આ દર્દીઓએ વજનને સમતોલ રાખતો પોષક દ્રવ્યથી ભરપુર આહાર લેવો જોઈએ. એલર્જીં હોય તેવી વસ્તુઓ સિવાયની જાતને માફક આવતી તમામ ચીજો ખાવી જોઈએ. તમાકુ, ઘુમ્રપાન અને દારૂઆલ્કોહોલ સદંતર બંધ કરવાં જોઈએ. ફળો અને શાકભાજીનો ઉપયોગ વધુ કરવો જોઈએ.
આંકડી-ખેંચ (૧) દરરોજ સવાર, બપોર, સાંજ પાંચ રતિ ગોરોચન ચૂર્ણ ગુલાબજળ સાથે લેવાથી આંકડી મટે છે. ગોરોચન ચૂર્ણ ખૂબ મોંઘું હોય છે તેથી અસલી મેળવવું મુશ્કેલ હોય છે. લાંબા દિવસો સુધી પ્રયોગ કરવો પડે છે. (૨) પાણીમાં પલાળી રાખેલાં અરીઠાના પાણીનાં થોડાં થોડાં ટીપાં નાકમાં મૂકતા રહેવાથી આંકડીગ્રસ્ત વ્યક્તિ તરત જ ભાનમાં આવવા લાગે છે. આ જ પ્રયોગ કરતા રહેવાથી આાંકડીનો રોગ મટી જાય છે. એની કોઈ આડઅસર નથી.
આંખ વિષે આંખ આવવી (૧) લીંબુ અને ગુલાબજળનું સમાન માત્રામાં મિશરણ કરી એક એક કલાકના અંતરે આંખોમાં આંજવાથી અને હળવો શેક કરવાથી એક જ દિવસમાં આવેલી આંખોમાં રાહત થઈ જાય છે. (૨) એક ચપટી શુદ્ધ ફટકડીને સાંધાના રોગો મટે છે, કેમ કે મધ આપણા શરીરમાં એકઠો થયેલો યુરિક એસિડ ઝડપથી બહાર ફેંકી દે છે. બે ચમચા ગુલાબજળમાં બરાબર ઘૂંટી-વાટી એકબે ટીપાં થોડી થોડી વારે આંખમાં આંજતા રહેવાથી આંખ આવવાનો ચેપી રોગ(કજેક્ટિવાઈટીસ) ધીરે ધીરે દૂર થવા લાગે છે. (૩) ઘેટીના દૂધનાં પોતાં આંખ પર મૂકવાથી આવેલી આંખ મટી જાય છે.
(૧) ગાયનું માખણ આંખો પરચોપડવાથી બળતરા મટે છે. (૨) આંખો ખૂબ બળતી હોય, લાલ રહેતી હોય તો ગુલાબજળનાં ટીપાં નખવાથી લાભ થાય છે. (3) આંખો સૂજી જાય, લાલ થઈ જાય, બળે, તેમાં ખટકો થાય તો વડની છાલના ઉકાળાથી આંખો ધોઈ આંખમાં વડના દૂધનાં ટીપાં મૂકવાં. (૪) ૨૦ ગ્રામ દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી, સાકર મેળવી પીવાથી આંખોની ગરમી માટે છે (૨) જામફળના પાનની પોટીસ બનાવી રાત્રે સૂતી વખતે આંખ ઉપર બાંધવાથી આંખોનું દર્દ મટે છે. (૩) હળદરનો ગાંગડો તુવેરની દાળમાં બાફી, છાંયડે સૂકવી, પાણીમાં ઘસી સૂર્યાસ્ત પહેલાં બે વાર આંખમાં આંજવાથી આંખોની રતાશ મટે છે. (૪) આંબળાના પાણીથી આંખ ધોવાથી અથવા ગુલાબજળ નાખવાથી લાભ થાય છે. (પ) જામફળના પાનની પોટીસ બનાવી રાત્રે સૂતી વખતે બાંધવાથી આંખોનું દર્દ મટે છે. સોજો અને વેદના દૂર થાય છે. (9) આાંખ લાલ રહેતી હોય તો જેઠીમધનો ટૂકડો પાણી સાથે અંદનની જેમ ઘસી, રૂનો ફાયો બનાવી આંખ બંધ કરી ઉપર મૂકી દેવો. જ્યાં સુધી રાખી શકાય ત્યાં સુધી રાખવાથી અને દરરોજ પ્રયોગ કરતા રહેવાથી આંખની લાલાશ જતી રહે છે. અliખોનું તેજ (૧) હિંગ મધમાં મેળવી, રૂની દિવેટ બનાવી, સળગાવી, કાજળ પાડી, એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસાવ બંધ થઈ અંખોનું તેજ વધે છે. (૨) ત્રિફળાના ત્રણ-ચાર ગ્રામ ચૂર્ણમાં એક ચમચી મધ અને એક ચમચી ગાયનું ઘી મેળવીને રોજ રાતે સુતા પહેલા ચાટી જવું. આ પ્રયોગ જીવનભર કરી શકાય. એનાથી આંખોનું તેજ વધે છે અને આંખોનું રક્ષણ થાય છે. (3) પથયાદિ કવાથના નિયમિત સેવનથી આંખના રોગો મટે છે અને આંખનું તેજ પણ વધે છે. (૪) ગાયના તાજા દૂધનાં પોતાં આંખ પર મૂકવાથી આંખોનું તેજ વધે છે. (પ) પગને તળિયે ગાયનું ધી ૧૫ થી ર0 મિનિટ નિયમિત રીતે ઘસવાથી આંખોનું તેજ વધે છે. ટdiખોને ઝ ESUr ++ELE EE ,EOA Hi++,EEa2 (૧) દરરોજ સવારે ઊઠતાંની સાથે ઠંડા પાણીથી આંખ સાફ કરવી. (૨) ફટકડી લોખંડના પાત્રમાં ગરમ કરી ફૂલાવી, ઝીણી વાટી ગુલાબજળમાં કે મધમાં મેળવી એનાં ટીપાં આંખમાં નાખવાથી આંખ એકદમ સ્વચ્છ થઈ જાય છે. આંખ ની સારવાર માટે કેટલાંક સૂચનો અને ઉપચાર અહીં આપ્યા છે. દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે બેત્રણ વાર ઠંડા પાણીની છાલકો મારવાથી આંખનું તેજ વધે છે. ગરમીના દિવસોમાં ખૂલ્લા પગે કયાંય પણ જવું નહિ, કેમ કે ગરમી લાગવાથી આંખને નુકશાન થાય છે. શીર્ષાસન અને નિયમિત વ્યાયામ કરવો. રાત્રે સૂતી વખતે સૂરમો આંજવો અથવા ત્રિફળાની ફાકી દૂધ સાથે લેવી. જેથી કબજિયાત ન રહેતાં આંખની ગરમી મટી જાય છે. બળતરામાં પણ રાહત થાય છે. નાકેથી પાણી પણ પી શકાય. રાત્રે વીજળીની બત્તીએ વધુ ન વાંચવું અliખ £:ખવl (૧) ગાયના દૂધમાં રૂ પલાળી તેની ઉપર ફટકડીની ભૂકી છાંટી આંખો પર બાધવાથી દુ:ખતી આંખો મટે છે. (૨) ચાર-પાંચ બદામ રાત્રે પાણીમાં પલાળી સવારે છોલીને ખૂબ ચાવીને ખાવી. અ:ા પછી થોડી વારે એ બદામ પલાળેલું પાણી પણ પી જવું. પ્રયોગ નિયમિત કરવો અને એક પણ દિવસ ખાલી જવા દેવો નહિ. થોડા જ દિવસોમાં અ:ાખો દુ:ખતી બંધ થઈ જશે. (3) આંખોને ખૂબ શ્રમ પહોંચવાને લીધે આંખો દુ:ખતી હોય તો આદુનો રસ કપડાથી ગાળી બબ્બી ટીપાં મૂકવાથી મટે છે. શરૂઆતમાં એનાથી આંખમાં બળતરા થશે, પરંતુ પછીથી રાહત માલમ પડશે. અliખના રોગો દરરોજ રાત્રે એક ચમચો ત્રિફળાનું ચૂર્ણ ઠંડા પાણીમાં પલાળી
સવારે નિતર્યા પાણીને ગાળી આંખમાં નાખવું નીચે જે ચૂર્ણનો રગડો વધે તે પી લેવાથી પેટ અને આંખના કોઈ જ રોગ થતા નથી. થયા હોય તો મટી જાય છે.
આંખ નાં ફલાં (૧) સાકર સવાર-સાંજ આંજતા રહેવાથી થોડા જ દિવસોમાં આંખનાં ફૂલાં મટે છે. જૂનાં ફૂલાં મટતાં વધુ સમય લાગે છે. (૨) હળદરને સોળગણા પાણીમાં ઉકાળી, બેવડ વાળેલા કપડા વડે ગાળી, શીશીમાં ભરી, તેનાં બબ્બી ટીપાં દિવસમાં બે વાર આંખમાં નાખવાથી દુ:ખતી આંખનાં ફૂલાં મટે છે. (૩) હળદરનો ગાંગડી, તુવેરની દાળમાં બાફી, છાંયડે સૂકવી, પાણીમાં ઘસી સૂર્યાસ્ત પહેલાં બે વાર આંખમાં આંજવાથી ધોળાં ફૂલાં મટે છે. (૪) આંખમાં ફુલ્લુ પડયું હોય તો વડના દૂધમાં મધ અને કર્યુંર ઘૂંટી આંજણ જેવું બનાવી આંખમાં આંજવું. (પ) ડુંગળીનો ૨૫૦ ગ્રામ રસ કાઢી, તેમાં કપડું પલાળી, છાંયડે સુકવી, તે કપડાની દિવેટ બનાવી, તલના તેલમાં સળગાવી, કાજળ-મેંશ પાડી આંખમાં આંજવાથી ફૂલ મટે છે.
આંજણી (૧) હળદર અને લવીંગને પાણીમાં ઘસીને અથવા ચણાની દાળને વાટીને પાંપણ પર લગાડવાથી ત્રણ દિવસમાં આંજણી મટી જાય છે. (૨) મરી પાણીમાં ઘસી આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે. આંખ ની ખંજવાળ દાડમના તાજા રસનાં ચાર-પાંચ ટીપાં દિવસમાં ચારેક વખત થોડા દિવસ મૂકતા રહેવાથી આંખની ખંજવાળ મટે છે. આંખ નું તેજ (૧) આંખે ઠંડુ પાણી છાંટવાથી આંખોની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે. (૨) દાડમના દાણાનો રસ આંખમાં નાખવાથી આંખોની ગરમી મટે છે. આંખ નું તેજ (૧) લીંબુના રસનો સતત ઉપયોગ કરવાથી આંખનું તેજ વધે છે. (૨) ત્રિફળાના ૩-૪ ગ્રામ ચૂર્ણમાં ૧ ચમચી મધ અને ૧ ચમચી ગાયનું ઘી મેળવી રોજ રાત્ર સૂતા પહેલાં ચાટી જવું. આ પ્રયોગ જીવનભર કરી શકાય. એનાથી આંખોનું તેજ વધે છે અને આંખોનું રક્ષણ થાય છે. (3) સરખા ભાગે એલચીના ચૂર્ણ અને સાકરમાં એરંડિયું મેળવી ૪ ગ્રામ જેટલું લાંબા સમય સુધી લેવાથી આંખોમાં ઠંડક થઈ એનું તેજ વધે છે. (૪) હિંગ મધમાં મેળવી, રૂની દિવેટ બનાવી , સળગાવી, કાજળ પાડી, એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસાવ બંધ થઈ અ:ારીખોનું તેજ વધે છે. (પ) રોજ અડધો કપ લીલું શાક ખાવાથી શરીરમાં લ્યુટિનનું લેવલ વધારી શકાય છે, જે આંખનું જતન કરનાર એન્ટિઓક્સિડન્ટ તત્વ છે.
આંખ નો દુખાવો (૧) જામફળીના પાનની પોટીસ રાત્રે સૂતી વખતે આંખ પર બાંધવાથી દુ:ખતી આંખો મટે છે. (૨) ડુંગળીનો રસ આંખમાં નાખવાથી આંખનો દુ:ખાવો મટે છે. (૩) ડુંગળીના રસમાં સાકર મેળવી તેનાં ટીપાં આંખમાં પાડવાથી આંખોની ગરમી દૂર થાય છે તેમ જ દુ:ખતી આંખોમાં આંજવાથી ફાયદો થાય છે. (૪) સ્વચ્છ કપડાથી ગાળેલા કોથમીરના રસનાં બબ્બી ટીપાં બંને આંખમાં સવાર-સાંજ મૂકવાથી દુ:ખતી આંખમાં ફાયદો થાય છે. આંખનાં ખીલ, ફૂલ્લું, છારી વગેરે પણ મટે છે, ચશમાનો નંબર ઘટે છે. (પ) ધાણા પાણીમાં પલાળી રાખી મસળી, ગાળી, એ પાણી વડે આંખો ધોવાથી દુ:ખતી આંખો મટે છે. શીતળા નીકળે ત્યારે આ પાણીથી રોજ આંખો ધોવાથી આંખોમાં શીતળાના દાણા નીકળતા નથી કે કોઈ જાતની ઈજા થતી નથી. (૬) એક ભાગ સાકર અને ત્રણ ભાગ ધાણાના બોરકૂટા ચૂર્ણને ઉકાળેલા પાણીમાં નાખી, એક કલાક ઢાંકી રાખી કપડાથી ગાળી શીશીમાં ભરી રાખવું. તેમાંથી બબ્બી ટીપાં સવાર-સાંજ આંખોમાં નાખવાથી દુ:ખતી આંખો બેત્રણ દિવસમાં મટે છે. (૭) દાડમડીનાં પાન વાટી, આંખો બંધ કરી, તેની ઉપર થેપલી મૂકવાથી દુ:ખતી આંખો મટે છે. (૮) હળદરને સોળગણા પાણીમાં ઉકાળી, બેવડ વાળેલા કપડા વડે ગાળી, શીશીમાં ભરી, તેનાં બબ્બ ટીપાં દિવસમાં બે વાર આંખમાં નાખવાથી દુ:ખતી આંખો મટે છે. (૯) સરગવાના પાનના રસમાં સમાન ભાગે મધ મેળવી આંખમાં આંજવાથી દુ:ખતી આંખો સારી થાય છે. (૧૦) નાગરવેલનાં પાનનો રસ આંખોમાં નાખવાથી દુ:ખાવો મટે છે. ટdખનd તકલીંક સફરજનને અંગારામાં શેકી, કચરી, પોટીસ બનાવી રાત્રે આંખ પર બાંધવાથી થોડા જ દિવસોમાં આંખનું ભારેપણું, દૃષ્ટિમંદતા, પીડા વગેરે મટે છે. અliખમાં કચરો (૧) ૧૦૦ ગ્રામ પાણીમાં ૧ લીંબુનો રસ નાખી આંખો ધોવાથી આંખમાંનો કચરો નીકળી જાય છે. પરંતુ આંખમાં નિી જાય ત્યારે ધી અથવા દહીંની તર આંજવી. (૨) આંખમાં દૂધ છાંટવાથી આંખમાં પડેલું કસ્તર દૂધની ચિકાશથી નીકળી જાય છે. આંખો ની કાળાશ (૧) આંખોની નીચેના કાળા ભાગ પર સરસિયાના તેલનું માલિશ કરવાથી અને સૂકાં આંબળાં અને સાકરના ચૂર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દૂર થાય છે. (૨) કાળા તલને મધમાં બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દિવસમાં જ આંખો નીચેનાં કાળાં કુંડાળાં દૂર થાય છે. સાથે સાથે પ્રોટીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવો જોઈએ. (3) બટાટાના રસમાં બેત્રણ ટીપાં ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂનાં પૂમડાં બોળી આંખો પર મૂકવાથી આંખો નીચેનાં કાળાં કુંડાળાં દૂર થાય છે. રાત્રે સૂતી વખતે એરંડિયું અથવા મધ આંખોમાં આંજવાથી પીળાશ મટે છે. આંખો માં પાણી પાણી (૧) કોઈ ખાસ ગંભીર નેત્ર રોગ નહિ થયો હોય અને આંખોમાંથી પાણી નીકળ્યા કરતું હોય તો દરરોજ સવાર, બપોર, સાંજ અને રાત્રે એમ દિવસમાં ચાર વખત સંતરાનો ૧-૧ ગ્લાસ તાજો રસ પીવો. (૨) બોરના ઠળિયાને પાણીમાં ઘસી દિવસમાં બે વાર એકાદ મહિના સુધી આંખમાં આંજવાથી નેત્રસાવ બંધ થાય છે. (3) આંખ સતત ભીની રહેતી હોય કે આંખમાંથી પાણી નીકળ્યા કરતું હોય તો દરરોજ રાત્રે પાચ-સાત મરી ચાવી જઈ ઉપર એક ગ્લાસ હુંફાળું દૂધ પીવું. આંખો ભીની રહેવાની ફરિયાદમાં આ એક સરળ અને અસરકારક ઉપાય છે. પાપણ ના વાળ આંખની પાંપણના વાળ ખરવાની શરૂઆત થાય કે તરત જો પાંપણની એ જગ્યાએ ગેરુ ઘસવાનું ચાલુ કરી દેવામાં આવે તો પાંપણના વાળ ખરતા અટકી નવા વાળ પણ આવવા લાગે છે. આંખ નો થIક બંને હાથની હથેળી બેત્રણ મિનિટ ઘસ્થા પછી એક મિનિટ માટે બંને આંખ ઉપર દાબી રાખવાથી આંખોનો થાક ત્રણથી પાંચ મિનિટમાં જતો રહે છે. આંખે અંધારા પોષણના અભાવે તથા મગજની નબળાઈ કે અન્ય કારણોના લીધે આંખે અંધારાં આવતાં હોય તો સૂકા ધાણા અને સાકર સમભાગે ચાવી ચાવીને પ્રમાણસર ખાવાથી રાહત થાય છે.
આંચકી દિવસમાં એક વાર એક કપ ઠંડા પાણીમાં એક નાની ચમચી બાંધાની હીંગનું ચૂર્ણ અને હીંગથી ચાર ગણો સોડા બાય કાર્બ નાખી હલાવી ધીમે ધીમે પીવાથી આંચકી આવવાની ફરિયાદ મટે છે.
આંતરડાનાં દર્દી કેળાં આંતરડામાં અમુક જાતનાં જીવાણુઓને પુષ્ટિ આપે છે.આ જીવાણુઓ નુકસાનકર્તા બીજા જીવાણુઓનો નાશ કરે છે. આંતરડામાં એ કહોવાટ અટકાવે છે. તેથી આંતરડાનાં દર્દી થતાં નથી. આંતરડા ના શૂળ ફાળ તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવી લેવાથી આંતરડાના શૂળમાં ફાયદો થાય છે. આંતરડાના દોષો દાડમનો રસ, સિંધવ અને મધ એકત્ર કરી ચાટવાથી અરુચિ મટે છે. (૨) ખાટામીઠા દાડમનો ૧૦-૧૦ ગ્રામ રસ મોંમાં રાખી ધીમે ધીમે ફેરવીને દિવસમાં ૮-૧૦ વાર પીવાથી મોઢાનો સ્વાદ સુધરે છે અને આંતરડાંમાં રહેલા દોષોનું શમન થાય છે. આંતરડા નો સોજો કડાછાલ, બીલું, રાળ, હરડે, સૂંઠ, અજમો અનેસૂવા દાણા સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ ૧-૧ ચમચી છાસ સાથે પીવાથી આંતરડાનો સોજો મટે છે.
આંબાહળદર એ કડવી, તીખી, ઠંડી, પચી ગયા પછી મધુર અને ત્રિદોષનાશક છે. વળી એ ભૂખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળ રોકનાર, સોજો ઉતારનાર અને દુ:ખાવો શાંત કરનાર છે. એના ગુણ હળદર જેવા જ છે પણ આદુ ગરમ છે, જ્યારે આ શીતળ અને પિત્તહર છે. આંબાહળદર ચામડીના રોગો, વાતરક્ત, ત્રણે દોષ(વાયુ, પિત્ત, કફ), વિષ, હેડકી, દમ, સસણી, શરદી અને કફના રોગોનો નાશ કરે છે. (૧) ખંજવાળ, માર-મચકોડ, સોજો, ચોટ વગેરેમાં આંબાહળદરનો લેપ કરવાથી ફાયદો થાય છે. (૨) આંબાહળદર અને સિંધવનું સમાન ભાગે કરેલું અડધી ચમચી જેટલું ચર્ણ રોજ રાત્રે ચાર-પાંચ દિવસ લેવાથી તમામ પ્રકારના કૃમિ મટે છે. (3) આંબાહળદર અને કાળી જીરી સરખા ભાગે પાણીમાં લસોટી લેપ કરવાથી ખંજવાળ, બળતરા, સોજો અને ખસ મટે છે. આ તકલીફ વખતે ગળી અને ખાટી ચીજો, અથાણાં, પાપડ ખાવાં નહિ. નમક સાવ ઓછું લેવું સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ સવાર-સાંજ લેવું. (૪) વાગવા કે પડી જવાથી લોહી ગંઠાઈ ગયું હોય તો આંબાહળદર અને હિરાબોળનો લેપ કરવો. તથા આંબાહળદરનું ચૂર્ણ ફાકવાથી લાભ થાય છે.
ઈયોસિનોફિલિયા નાગરવેલનાં પાન અને આદુનો રસ જમ્યા પહેલાં લેવાથી ઈયોસિનોફિલિયા મટે છે.
ઉદરવાત મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમ પાણીમાં પ ગ્રામ જેટલું લેવાથી ઉદરવાત મટે છે.
ઉધરસ
(૧) મરીનું ચૂર્ણ નાખી ઉકાળેલું દૂધ પીવાથી ઉધરસ મટે છે. (૨) ૧/૨ ગ્રામ મરીનું ચૂર્ણ, 3 ગ્રામ મધ અને સાકર ચાટવાથી ઉધરસ મટે છે. (3) મરીનું બારીક ચૂર્ણ ઘી, મધ અને સાકર મેળવી ચાટવાથી બધી જાતની ખાંસી મટે છે. (૪) ૧/૨ ગ્રામ રાઈ, ૧/૪ ગ્રામ સિંધવ અને ૨ ગ્રામ સાકર મેળવી સવાર-સાંજ લેવાથી ઉધરસમાં કફ ગાઢો થયો હોય તો પાતળો થઈ સરળતાથી બહાર નીકળે છે. (પ) આદુના રસમાં મધ મેળવી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે. (ઉ) આદુનો રસ, લીંબુનો રસ અને મધ સરખે ભાગે લઈ પીપર નાખી દિવસમાં બે-ત્રણ વાર પીવાથી ઉધરસ મટે છે. (૭) આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી ઉધરસ મટે છે. (૮) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ) ખાવાથી ઉધરસ મટે છે. (૯) ગંઠોડા, સુંઠ અને બહેડાદળનું ચૂર્ણ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે. (૨) લવિંગને મોંમા રાખી રસ ચૂસવાથી કંટાળાજનક ખાંસી મટે છે. (3) લવિંગ દીવા પર શેકી મોંમાં રાખવાથી ખાંસી, શરદી, અને ગળાનો સોજો મટે છે. (૧૦) દાડમના ફળની છાલનો ટૂકડો મોંમાં રાખી તેનો રસ ચૂસવાથી ખાંસી મટે છે. (૧૧) દાડમના ફળની સૂકી છાલને બારીક ખાંડી વસ્ત્રગાળ કરી પ ગ્રામ ચૂર્ણમાં સહેજ કપુર મેળવી દિવસમાં બે વાર પાણી સાથે લેવાથી ભયંકર ત્રાસ આપનારી ખાંસી મટે છે. (૧૨) દ્રાક્ષ, પિત્તપાપડી અને ધાણા ત્રણેને પાણીમાં ભીંજવી રાખી ગાળીને પીવાથી ઉધરસ મટે છે. (૧૩) ફુદીનાનો રસ પીવાથી ઉધરસ, ઊલટી, અતિસાર અને કૉલેરામાં ફાયદો થાય છે; વાયુ અને કૃમિ પણ મટે છે. (૧૪) બાજરીના લોટમાં હળદર મેળવી, રાત્ર ફાકી લઈ પાણી પીધા વિના સૂઈ જવાથી ઉધરસ મટે છે. (૧૫) રાત્રે થોડા શેકેલા ચણા ખાઈ ઉપર પાણી પીધા વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે. (૧૩) લસણ, ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. (૧૭) ભોંયરીંગણીનો રસ પીવાથી ઉધરસ મટે છે. (૧૮) પ ગ્રામ જેટલું મધ દિવસમાં ચાર વાર પીવાથી કફ છૂટો પડે છે અને ઉધરસ મટે છે. (૧૯) હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા રાત્ર સૂતાં પહેલાં ખાવાથી (ઉપર પાણી પીવું નહિ) કાયમી ઉધરસ અને શરદી મટે છે. (૨૦) ભોંયરીંગણી પડતર જમીનમાં કે નદી કિનારાના ભાગમાં થતી જોવા મળે છે. તેનો વેલો જમીન પર પથરાયેલો હોય છે. તેનાં પાન રીંગણીનાં પાન જેવાં હોય છે, તેથી તેને ભોંયરીંગણી કહે છે. તેનાં પાન ઉપર પુરૂકળ કાંટા હોય છે, તેથી સંસ્કૃતમાં તેને કંટકારી કહી છે. તેને મઝાનાં ફૂલ થાય છે, જેમાં પીળાં પુંકેસર હોય છે. એને અરીઠાં જેવાં ગોળ લીલાં ફળ થાય છે. તે પાકીને સૂકાઈ જતાં પીળાં પડે છે. તેના ઉપર સફેદ રેખાઓ હોય છે. ભોંયરીંગણી ગરમ છે. તેથી તે કફના રોગોમાં ઉપયોગી છે. તેનાં લીલાં કે સૂકાં પાનને અધકચરાં ખાંડી ઉકાળો કરી પીવાથી શ્વાસ, સસણી, કફવાળી ઉધરસ, મોટી ઉધરસ, લોહીમાં કફનું વધવું વગેરે મટે છે. (૨૧) જૂની ખાંસી હોય અને મટતી ન હોય તો ૧-૧ ચમચી હળદરનો પાઉડર પાણી સાથે સવારબપોર-સાંજ ફાકવાથી આરામ થાય છે. આ પ્રયોગ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં કરી શકે છે. (૨૨) હરડે, લીડીપીપર, સૂંઠ અને કાળાં મરી સરખા વજને મિશ્ર કરી, એ મિશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બે ગોળી સવાર, બપોર અને સાંજે ચૂસવાથી અજીર્ણ, અરુચિ અને ઉધરસ મટે છે. (૨3) પીપર, પીપરીમળ, બહેડાં અને સુંઠનું સમભાગે ચૂર્ણ અડધી ચમચી જેટલું બે ચમચી મધમાં મિશ્ર કરી સવાર-સાંજ લેવાથી ઉધરસ આશ્ચર્યવત મટી જાય
છે. (૨૪) અરડૂસીનાં પાન વાટી બે તોલા રસ કાઢી અડધો તોલો મધ મેળવી દિવસમાં બે વાર પીવાથી કફવાળી ઉધરસ મટે છે. (૨૫) શરપંખાના મૂળને સળગાવી બીડીની જેમ ધૂમાડો પીવાથી ઉધરસ બેસી જાય છે. (૨૬) ભોંયરીંગણી, અરડૂસી અને સુંઠનો ઉકાળો કરી પીવાથી ઉધરસ-શ્વાસ મટે છે. (૨૭) ભોંયરીંગણીનાં મૂળ અને લીડીપીપર સરખા વજને લઈ ચૂર્ણ કરી અડધી ચમચી ચૂર્ણ મધ સાથે દિવસમાં બેથી ત્રણ વાર લેવાથી કફવાળી ઉધરસ થઈ હોય અને કફની ચિકાશને લીધે ખાંસી મટવાણું નામ જ લેતી ન હોય તે પણ સારી થઈ જાય છે. કેમ કે એનાથી ચિકાશ ઓછી થઈ કફ નીકળવા લાગે છે, અને ઉધરસમાં આરામ થાય છે. (૨૮) નાની વાડકીમાં થોડું પાણી લઈ લવિંગ અને નાગરવેલનાં પાન નાખી ઉકાળી ચોળીને પીવાથી ઉધરસ મટે છે. (૨૯) એક એલચી સોયમાં પરોવી દીવાની જ્યોતમાં બાળી, તેને લસોટી મધ-ધીમાં મેળવી દિવસમાં ત્રણ-ચાર વાર ચાટવાથી સૂકી ખાંસી મટે છે. (30) ૧૦ ગ્રામ દેશી દિવેલ અજમો ચાવતાં ચાવતાં મોંમાં નાખીને ચાવીને પેટમાં ઉતારી દેવાથી વાયુ-મળની શુદ્ધિ થતાં સૂકી ઉધરસમાં પણ ઉત્તમ પરિણામ આવે છે. કફવાળી ઉધરસમાં ધી-તેલ બંધ કરવાં. ઉધરસ –લોહીમિશ્રીત કફવાળી આમલીના કચૂકા શેકી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, તેની ભૂકી કરી મધ અને ધી મેળવી ખાવાથી ક્ષતકાસ (લોહીમિશ્રિત કફવાળી ઉધરસ ) મટે છે. ઉધરસ, શ્વાસ, ઈયોસિનોફીલિયા આ ત્રણે કફના રોગ છે આથીઠંડકથી દૂર રહેવું ઠંડા પદાર્થો કે ઠંડા વાતાવરણથી બચવું. કબજિયાત કે અજીર્ણ થવા ન દેવું લખા અને ગરમ પદાર્થો સારા. ધાણી, ચણા, મમરા, પૌઆ કફ ઘટાડશે. લસણ, ડુંગળી, રાઈ મેથી હળદર, અજમો, લવિંગ, સુંઠ, મરી, પીપર, આદુ, નાગરવેલનાં પાન સારાં.
ઉપવાસ જ્યારે પણ બીમારી આવે, ખાસ કરીને પાચનતંત્રનો કોઈ રોગ હોય કે શરદી-સળેખમ પ્રધાન કોઈ દર્દ હોય તો સ્વસ્થ થવાનો ઉપવાસ એ વગર પૈસાનો ઉત્તમ ઉપાય છે. ઉપવાસથી તન-મનની શુદ્ધિ થાય છે અને દવાથી જે કામ થતું નથી તે ઉપવાસથી ચારગણું ઝડપથી થાય છે. ઉપવાસથી દેહની શુદ્ધિ સાથે મનની પણ શુદ્ધિ થાય છે. અનેક સંભવિત રોગોને અટકાવવા માટે પણ ઉપવાસ મહાન અકસીર ઈલાજ છે. ઉપવાસથી શરીર હલકું બને છે, રોગો અને દોષો બળી જાય છે, ખાવા-પીવામાં રુચિ ઉત્પન્ન થાય છે, સારી ભૂખ લાગે છે, તંદ્રા અને ગલાનિ નાશ પામે છે. શરીરની બધી ઈન્દ્રિયો નિર્મળ અને ચપળ બને છે.
ઉબકા સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કિલો ખાંડ નાખી, ઉકાળી,ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારેજ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું. આ શરબત ૧૫થી ૨૫ ગ્રામ જેટલું પાણી મેળવી પીવાથી ઉબકા મટે છે.
ઉર:ક્ષતનો રક્તસાવ બોરડીની લાખ ૨૦ ગ્રામ લઈ ક્વાથ કરી તેમાં ભૂરા કોળાનો રસ મેળવી દિવસમાં બે-ત્રણ વાર પીવાથી ઉર:ક્ષતનો રક્તસાવ બંધ થાય
ઉદરનો ડંખ કોરું કોપરું મૂળાના રસમાં ઘસી ઉદર કરડયો હોય ત્યાં લેપ કરવાથી ફાયદો થાય છે.
ઉંદરોનો ત્રાસ ટર્પેન્ટાઈનમાં નકામા કપડાંના મોટા મોટા ટૂકડા બોળી પોતાં બનાવી ઉદર આવવાના દરેક દર પાસે અગર તો ઘરના તમામ ખૂણે દબાવી દેવાં. દરરોજ પોતાં તાજાં બનાવી મૂકતા રહેવું ઉદરો જરૂર ભાગી જાય છે.
ઊલટી - (૧) ૧૦-૧૦ ગ્રામ આદુનો રસ અને ડુંગળીનો રસ મિશ્ર કરી પીવાથી ઊલટી મટે છે. (૨) ૧૦-૧૦ ગ્રામ દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એકરસ કરી પીવાથી પિત્તની ઊલટી મટે છે. (3) એલચીનું એકથી બે ગ્રામ ચૂર્ણ અથવા એલચીના તેલનાં પાંચ ટીપાં દાડમના શરબતમાં મેળવી પીવાથી ઊબકા અને ઊલટી મટે છે. (૪) કેળનો રસ મધ મેળવી પીવાથી ઊલટી મટે છે. (પ) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ) ખાવાથી ઊલટી મટે છે. (૬) ગંઠોડા અને સુંઠનું 3-3 ગ્રામ ચૂર્ણ મધમાં ચાટવાથી ઊલટી મટે છે. (૭) જાયફળ ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી ઊલટી મટે છે. (૮) ટામેટાના રસમાં ચોથા ભાગે સાકર નાખી જરાક એલચીના દાણાનું ચૂર્ણ, સહેજ મરી અને લવિંગનું ચૂર્ણ મેળવી પીવાથી ઊલટી મટે છે. (૯) તજ લેવાથી ઊલટી મટે છે. (૧૦) તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવી લેવાથી ઊલટીમાં ફાયદો થાય છે. (૧૧) તજનો ઉકાળો પીવાથી પિત્તને લીધે થતી ઉલટી મટે છે. (૧૨) નાળિયેરના ઉપરનાં છોડાંને બાળી તેની રાખ મધમાં ચટાડવાથી ઊલટી મટે છે. (૧૩) આમળાના રસમાં અંદન અથવા પીપરનું ચૂર્ણ નાખી મધમાં ચાટવાથી ઊલટી બંધ થાય છે. (૧૪) બોરના ઠળિયાની મજજા, મમરા, વડના અંકુર અને જેઠી મધ એ ચારેનો કવાથ કરી, તેમાં મધ અને સાકર નાખી પીવાથી ઉલટી મટે છે. (૧૫) મધમાં ગોળનો રસ મેળવી પીવાથી ઊલટી બંધ થાય છે. (૧૬) મરી અને મીઠું એકત્ર કરી ફાકવાથી ઊલટીમાં ફાયદો થાય છે. (૧૭) મીઠા લીમડાના પાનનો ઉકાળો કરી પીવાથી ઊલટી મટે છે. (૧૮) મીઠા સાથે મરી વાટીને લેવાથી ઊલટી બંધ થાય છે. (૧૯) લીંબુ આડું કાપી બે ફાડ કરી ઉપર થોડી સુંઠ અને સિંધવ નાખી અંગારા પર મૂકી ખદખદાવી રસ ચૂસવાથી અજીર્ણની ઊલટી મટે છે. (૨૦) લીંબુ કાપી તેની ચીરીઓ પર ખાંડ ભભરાવી ચૂસવાથી હોજરીના દૂષિત અન્નવિકારથી થયેલી ઊલટી મટે છે. (૨૧) શેકેલા મગનો કાઢો કરી તેમાં મમરા, મધ અને સાકર નાખી પીવાથી ઊલટી મટે છે. એનાથી દાહ, જવર અને અતિસારમાં પણ ફાયદો થાય છે. (૨૨) પાકા દાડમના રસમાં શેકેલા મસૂરનો લોટ મેળવી પીવાથી ત્રિદોષજન્ય ઉલટી મટે છે. (૨૩) સૂકી મોસંબી બાળી, રાખ કરી મધમાં ચાટવાથી ઊલટી બંધ થાય છે. (૨૩) હિંગને પાણીમાં વાટી લેપ કરવાથી વાયુનું અનુલોમન થઈ ઊલટી મટે છે. (૨૪) ફોતરાં સાથેની એલચી બાળી તેની ૮ ગ્રામ ભસ્મ મધ સાથે વારંવાર ચટાડવાથી કફજન્ય ઊલટી મટે છે. (૨૫) જાંબુડીની છાલની રાખ મધ સાથે લેવાથી ખાટી ઊલટી મટે છે. (૨૬) આમલી પાણીમાં પલાળી, મસળી, ગાળીને પીવાથી પિત્તની ઊલટી બંધ થાય છે. (૨૭) આંબાનાં અને જાંબુનાં કુમળાં પાનનો ઉકાળો ઠંડો કરી મધ મેળવી પીવાથી પિત્તજન્ય ઊલટી મટે છે. (૨૮) જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે એટલે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું જવના આ પાણીને બાલી વૉટર કહે છે. એ પીવાથી2OO
ઊલટી મટે છે. (૨૯) દાણા કાઢી લીધેલા મકાઈના ડોડા બાળી, રાખ કરી, ૧/૨ થી ૩/૪ ગ્રામ રાખ મધ સાથે ચાટવાથી ઊલટી તરત જ બંધ થાય છે. (3O) લવિંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી ઊલટી મટે છે. (૩૧) રાઈ પાણીમાં વાટી ગાઢી મલમ બનાવી પેટ પર બધે ચોપડી દઈ કડક પાટી બાંધી દેવાથી ઊલટી મટે છે. ગણતરીના કલાકોમાં જ ચમત્કારિક લાભ થાય છે. (૩૨) સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કિલો ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારેજ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું આ શરબત ૧૫થી ૨૫ ગ્રામ જેટલું પાણી મેળવી પીવાથી ઊલટી મટે છે. (33) વરિયાળીનો અર્ક લેવાથી તાવની ઊલટી અને તરસ દૂર થાય છે. (૩૪) વડના તાજાં કૃણાં પાનને લસોટી રસ કાઢી પીવાથી ઉલટી બંધ થાય છે. ઊલટીમાં લોહી પડતું હોય તો પણ આ પ્રયોગથી મટે છે. (૩૫) બરફ ચૂસવો, બને તેટલો પ્રવાહી અને ઓછો ખોરાક આપવો. (39) ઉલટીમાં ઊઘ ઘણી સારી. (૩૭) લીંબુનું શરબત પીવું (૩૮) દાડમ, દ્રાક્ષ, સંતરાં, મોસંબીનો રસ લેવો. (૩૯) તુલસીના રસમાં એલચીનું ચૂર્ણ નાખી પીવાથી ત્રિદોષજન્ય ઊલટી મટે છે. (૪૦) દાડમનો રસ કે લીંબુનો રસ પીવાથી ઉલટી મટે છે. ઊલટી - કોઈપણ જtતનd - ધાણા, સૂંઠ, સાકર અને નાગરમોથ ચારે પ-પ ગ્રામ ૩૫૦ મિ.લિ. પાણીમાં ઉકાળી, ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ગાળીને પીવાથી ગમે તે કારણે થતી ઊલટી મટે છે. ઊલટી બંધ કરવdરાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી ઊલટી તરત જ બંધ
થઈ જાય છે. ઊલટી અને ઉબક- (૧) ૧-૨ ચમચી તુલસીના પાનનો રસ ૧ ચમચી સાકર કે મધ મેળવી કલાક દોઢ કલાકે પીવાથી વાયુનું શમન થવાથી ઊલટી-ઊબકા બંધ થાય છે. તુલસીથી વાયુ અને મળ બંનેનું અનુલોમન થાય છે. (૨) સોડા પાણી પીવાથી ઊલટી-ઉબકા મટે છે. (3) ૧-૧ નાની ચમચી હરડેનો પાઉડર મધ સાથે ચાટવાથી ઊલટી મટે છે. લોહીની ઊલટી મીઠા લીમડાનાં પાનને પાણીમાં વાટીને પીવાથી લોહીની ઊલટીમાં લાભ થાય છે. સગર્ભા ની ઊલટી ધાણાનું ચૂર્ણ 3 ગ્રામ અને સાકર ૧૦ ગ્રામ ચોખાના ઓસામણમાં મેળવી પીવાથી સગર્ભાની ઊલટી બંધ થાય છે.
ઉોધ (જુઓ અનિદ્રા) સતત કામ કરતા રહેવા વચ્ચે ઓછામાં ઓછી આઠ કલાકની ઊઘ સ્વાસ્થય માટે આવશ્યક છે. ઊંધ વg usતd (૧) વધુ પડતી ઊંઘ આવતી હોય તો વડના પાકા પાનનો ઉકાળો કરીને પીવો. અને વધુ પડતી ઊંઘ આવતી હોય તો મીઠાઈઓ, ફળો, ચોખા, બટાટા અને ભારે ખોરાક બંધ કરવો કે ઓછો કરવો. (૨) દૂધ વગરની ફક્ત લીંબુનો રસ નાખેલી ચાય સવાર-સાંજ ૧-૧ કપ પીવાથી વધુ પડતી ઊંઘની ફરિયાદ મટે છે. (3) દરરોજ સવાર-સાંજ વરિયાળીનો ૧-૧ કપ તાજો ઉકાળો કરીને પીવાથી અતિનિદ્રાની (વધુ પડતી ઊઘ-આળસની) ફરિયાદ મટે છે.
એસિડિટી
ભૂખ્યા પેટે એસિડિટી થતી નથી. અતિશય તીખા, ખારા, ખાટા, કડવા રસવાળા આહારનો વધારે પડતો કે સતત ઉપયોગ એસિડીટી કરે છે. હોજરીમાં પિત્તનો ભરાવો થાય ત્યારે તે આહાર સાથે ભળી આથો ઉત્પન્ન કરે છે, અને બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આથી ગળામાં, છાતીમાં, પેટમાં બળતરા થાય છે. કોઈને શિરશૂળ અને ખાટી, કડવી ઉલટી થાય. જમ્યા પછી બેત્રણ કલાકે, અડધી રાત્રે, નરણા કોઠે સવારે આ તકલીફ વધે. આવું થાય ત્યારે એકાદબે ઉપવાસ કરવા. પછી છસાત દિવસ દૂધપૌંઆ, ખીર, રોટલી અને દૂધ જ લેવાં. (૧) સફેદ ડુંગળીને પીસી તેમાં દહીં અને સાકર મેળવી ખાવાથી એસિડિટી મટે છે. (૨) દ્રાક્ષ અને નાની હરડે સરખે ભાગે લઈ સાકર મેળવી રૂપિયાભાર ગોળી બનાવી ખાવી. (૩) કોળાના રસમાં સાકર નાખી પીવું. (૪) ગંઠોડા અને સાકરનું ચૂર્ણ લેવું. (પ) સંઠ, ખડી સાકર અને આમળાંનું ચૂર્ણ લેવું. (9) અડધા લીટર પાણીમાં ૧ લીંબુનો રસ અડધી ચમચી સાકર નાખી જમવાના અડધા કલાક પહેલાં પીવું, (૭) ધાણા જીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવું. (૮) ૧૦૦થી ૨૦૦ મિ.લિ. દૂધમાં થોડી સાકર તથા ધીમાં સાંતળેલાં ૪-પ કાળાં મરીનું ચૂર્ણ નાખી સાંજે પીવું, (૯) ૧થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા-જીરુના ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં મેળવીને લેવું (૧૦) આમળાનું ચૂર્ણ રોજ સવારે અને સાંજે ૧-૧ ચમચી લેવું (૧૧) ધાણા અને સંઠનું ચૂર્ણ પાણી સાથે લેવું (૧૨) સંતરાના રસમાં શેકેલું જીરું અને સિંધવ નાખી પીવું. (૧૩) દરરોજ ભોજન બાદ કે નાસ્તા બાદ એકાદ મોટો ટૂકડો કોપરું ખૂબ ચાવીને ખાવાથી એસિડિટી મટે છે. લીલું કોપરું અ:ામાં વધુ લાભ કરે છે. - તરોપો નહીં. (૧૪) હંમેશાં ભોજન કે નાસ્તા બાદ એકાદ કેળું ખાવાથી એસિડિટી થતી નથી. મધુપ્રમેહના દર્દીઓ કાચું કેળું લઈ શકે. એકાદ બે ટૂકડા કેળું ખાવાથી પણ એસિડિટી મટી જાય છે. દરરોજ સવાર-સાંજ જમ્યા બાદ ૧-૧ કેળું એલચી અને સાકર ભભરાવી ખાવાથી એસિડીટી મટે છે. (૧૫) ઔષધોમાં અવિપત્તિકર ચૂર્ણ અને લવણભાસ્કર ચૂર્ણ અડધી-અડધી ચમચી સવારે, બપોરે અને સાંજે લેવું. શતાવરી ચૂર્ણ, સાકર અને ધી એક એક ચમચી મિશ્ર કરી સવાર-સાંજ લેવાં. સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ રોજ રાત્રે એક ચમચી લેવું સાથે સાથે ઉચિત પરેજી પણ જરૂરી છે. (૧૬) આમળાનો રસ ૧૦ ગ્રામ, પાણીમાં છૂદેલી કાળી દ્રાક્ષ ૧૦ ગ્રામ અને મધ પ ગ્રામ એકત્ર કરી પીવાથી અમલપિત્ત મટે છે. (૧૭) ૨૫૦ મિ.લિ. પાણીમાં એક લીંબુનો રસ નિચોવી પ ગ્રામ ખાંડ નાખી દરરોજ બપોરના ભોજનના અર્ધા કલાક પહેલાં પીવાથી એકાદ માસમાં અમલપિત્ત મટે છે. આ પીણું કદી પણ ભોજન બાદ પીવું નહીં, નહીંતર હોજરીનો રસ વધુ ખાટી થઈ એસિડિટી વધી જશે. (૧૮) દ્રાક્ષ અને વરિયાળી રાત્રે ૨૫૦ મિ.લિ. પાણીમાં ભીંજવી રાખી, સવારે મસળી, ગાળી તેમાં ૧૦ ગ્રામ સાકર મેળવી થોડા દિવસ સુધી પીવાથી અમલપિત્ત-ખાટા ઓડકાર, ઉબકા, ખાટી ઉલટી, મોંમાં ફોલ્લા થવા, પેટમાં ભારેપણું વગેરે મટે છે. (૧૯) ૧૦૦ ગ્રામ દ્રાક્ષ, ૧૦૦ ગ્રામ નાની હરડે અને ૨00 ગ્રામ સાકર મેળવી ૧૦-૧૦ ગ્રામની ગોળી કરી લેવાથી અમલપિત્ત મટે છે. (૨૦) આમળાંનો મુરબ્બો કે આમળાનું શરબત લેવાથી અમલપિત્ત મટે છે. (૨૧) દ્રાક્ષ, હરડે અને સાકરનું સેવન કરવાથી અમલપિત્ત મટે છે. (૨૨) લીંબુના ફૂલ અને સંચળને આદુના રસમાં પીવાથી અમલપિત્ત મટે છે. (૨૩) સવારે તુલસીનાં પાન, બપોરે કાકડી અને સાંજે ત્રિફળાનું સેવન કરવાથી અમલપિત્ત મટે છે. (૨૪) અનનાસના કકડા પર મરી તથા સાકર ભભરાવી ખાવાથી અમલપિત્ત મટે છે. (૨૫) કારેલાનાં ફૂલ અથવા પાનને ધીમાં શેકી (સ્વાદ માટે સિંધવ મેળવી) ખાવાથી અમલપિત્તને લીધે ભોજન કરતાં જ ઊલટી થતી હોય તો તે બંધ થાય છે. (૨૬) કુમળા મૂળા સાકર મેળવી ખાવાથી અથવા તેના પાનના રસમાં સાકર મેળવી પીવાથી અમલપિત્ત મટે છે. (૨૭) કોળાના રસમાં સાકર નાખી પીવાથી અમલપિત્ત મટે છે. (૨૮) ધોળી ડુંગળી બારીક પીસી, દહીં અને સાકર મેળવી ખાવાથી અમલપિત્ત અને ગળાની બળતરા મટે છે. (૨૯) સુંઠ, આમળાં અને ખડી સાકરનું બારીક ચૂર્ણ કરીને લેવાથી અમલપિત્ત મટે છે. (૩૦) કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી એસિડિટી મટે છે. (૩૧) એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી, વાટી, માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી એસિડીટી મટે છે. (૩૨) એક ચમચી અવિપત્તિકર ચૂર્ણ દૂધ સાથે સવાર, બપોર, સાંજ લેવાથી એસિડીટી મટે છે. (33) બદામ, પિસ્તા, અખરોટ, મગફળી જેવો સૂકો મેવો થોડા પ્રમાણમાં ખાવાથી એસિડની અસર જતી રહે છે અને આ બધામાં કેલ્શિયમ હોવાથી દાંત મજબૂત થાય છે.
એઈડ્સ ૧-૧ ચમચી બીલાનો પાઉડર કે બીલાનો મુરબ્બો સવાર-સાંજ લેતા રહેવાથી એઈડસથી બચી શકાય છે, અને જો એઈડસ થયો હોય તો પણ તેની સામે રક્ષણ મળે છે.
એપેન્ડિક્સ (આંત્રપુચ્છ શોથ) (૧) એપેન્ડીક્ષનો સખત દુ:ખાવો થતો હોય અને ડોક્ટોરોએ તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપી હોય એવા સંજોગોમાં પણ કાળી માટી પલાળી પેટ ઉપર એપેન્ડીક્ષના ભાગ પર રાખવી. થોડી થોડી વારે માટી બદલવી. ત્રણ દિવસ સુધી નિરાહાર રહેવું. ચોથા દિવસે મગનું પાણી અડધી વાડકી, પાંચમા દિવસે એક વાડકી, છઠ્ઠો દિવસે પણ એક વાડકી અને સાતમા દિવસે ભૂખ પ્રમાણે મગ ખાવા. આઠમા દિવસે મગ સાથે ભાત લઈ શકાય. નવમા દિવસથી શાક-રોટલી ખાવી શરૂ કરવી. આ પ્રયોગથી એપેન્ડીક્ષ મટી જશે, અને જીવનમાં ફરી કદી થશે નહિ. (૨) દરરોજ ત્રણ મિનિટ પાદપશ્ચિમોત્તાસન કરવાથી પણ થોડા જ દિવસોમાં એપેન્ડીસાઈટીસ મટી જાય છે. (3) જમવા પહેલાં આદુ, લીંબુ અને સિંધવ ખાવાથી આંત્રપુચ્છ પ્રવાહમાં લાભ થાય છે. (૪) જો શરૂઆત જ હોય તો દિવેલ આપવાથી અને ચાર-પાંચ દિવસ માત્ર પ્રવાહી ચીજ અથવા બની શકે તો ઉપવાસ કરવાથી સોજો ઊતરી જાય છે અને ઓપરેશનની જરૂર રહેતી નથી. (૫) ઓપરેશનની ખાસ ઉતાવળ ન હોય તો દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી દિવેલ ચાટતા રહેવાથી અને ઉપરથી થોડું પાણી પીવાથી સારું થવાની શકયતા રહે છે. ઉપાય દરરોજ નિયમિત કરવો જોઈએ.
એલર્જીં ર ગ્રામ ગંઠોડાનું ચૂર્ણ, ૨ ગ્રામ જેઠીમધનું ચૂર્ણ અને ૧ ગ્રામ ફૂલાવેલી ફટકડીનું ચૂર્ણ મિશ્ર કરી સવાર-સાંજ લેવાથી માત્ર સાત દિવસમાં એલજી મટે છે.
ઓડકાર ખાટા લીંબુ આડું કાપી બે ફાડ કરી ઉપર થોડી સુંઠ અને સિંધવ નાખી અંગારા પર મૂકી ખદખદાવી રસ ચૂસવાથી ખાટા ઓડકાર મટે છે.
કફ (૧) ૨૦૦ ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ૨૦૦ ગ્રામ ઘીમાં શેકવી. શેકાઈને લાલ થાય ત્યારે એમાં ૪૦૦ ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો. આ અવલેહ સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી કફવૃદ્ધિ મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે. (૨) ૧૦-૧પ ગ્રામ આદુના રસમાં મધ મેળવી પીવાથી કંઠમાં રહેલો કફ છૂટો પડે છે અને વાયુ મટે છે. એનાથી હૃદયરોગ, આફરો અને શૂળમાં પણ ફાયદો થાય છે, ખોરાક પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે અને જઠરાગિન પ્રદીપ્ત થાય છે. (3) આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી કફ મટે છે. (૪) છાતીમાં કફ સૂકાઈને ચોંટી જાય, વારંવાર વેગપૂર્વક ખાંસી આવે ત્યારે સૂકાયેલો કફ કાઢવા માટે છાતી પર તેલ ચોપડી મીઠાની પોટલી તપાવી શેક કરવો. (પ) ડુંગળીના કકડા કરી ઉકાળો કરી પીવાથી કફ દૂર થાય છે. (૬) પાકી સોપારી ખાવાથી કફ મટે છે. (૭) ફૂદીનાનો તાજો રસ અથવા અર્ક કફ દૂર કરે છે. (૮) બેથી ચાર સૂકાં અંજીર સવારે અને સાંજે દૂધમાં ગરમ કરી ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે. (૯) રાત્રે સૂતી વખતે ૩૦-૪૦ ગ્રામ ચણા ખાઈ ઉપર ૧૦૦-૧૨૫ ગ્રામ દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ સવારે નીકળી જાય છે. (૧૦) વેગણ કફ મટાડે છે. (૧૧) સૂંઠ, મરી, પીપર અને સિંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ર્ષિમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ. કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી કફ મટે છે. (૧૨) કફ હોય તો પાણી થોડું ગરમ હોય તેવું પીવું. (૧૩) વાટેલી રાઇ એકાદ નાની ચમચી સવાર સાંજ પાણીમાં લેવાથી કફ મટે છે. નાના બાળકોમાં પણ કફનું પ્રમાણ વધી જાય તો રાઇ આપી શકાય, પરંતુ એ ગરમ હોવાથી એનું પ્રમાણ બહુ ઓછું રાખવું. (૧૪) એલચી, સિંધવ, ધી અને મધ એકત્ર કરી ચાટવાથી કફરોગ મટે છે. (૧૫) છાતીમાં જમા થયેલો કફ કેમેય કરી બહાર નીકળતો ન હોય અને ખૂબ તકલીફ થતી હોય, જીવન-મરણનો પ્રશ્ન ઉપસ્થિત થયો હોય તો દર અડધા કલાકે રૂદ્રાક્ષ પાણીમાં ઘસી મધમાં મેળવી ચાટતા રહેવાથી ઉલટી થઈ કફ બહાર નીકળી જાય છે અને રાહત થાય છે. (૧૬) સતત ચાલુ રહેતી ઉધરસમાં કોકો પીવાથી ફાયદો થાય છે. કોકોમાં થીઓબ્રોમાઈન નામનું તત્વ હો છે જે કફ દૂર કરે છે. (૧૭) રોજ સવારે અને રાત્રે નાગરવેલના એક પાન પર સાત તુલસીનાં પાન, ચણાના દાણા જેવડા આદુના સાત ટૂકડા, ત્રણ કાળાં મરી, ચણાના દાણા જેવડા આઠથી દસ હળદરના ટૂકડા અને આ બધા પર દોઢ ચમચી જેટલું મધ મૂકી બીડું વાળી ધીમે ધીમે ખૂબ ચાવીને ખાવાથી ૧૦-૧૫ દિવસમાં કફ મટે છે. (૧૮) ફેફસામાં જામી ગયેલો કફ નીકળતો ન હોય તો જેઠીમધ(મુલેઠી) અને આમળાનું સમાન ભાગે બનાવેલું ચર્ણ ૧-૧ ચમચી સવાર-સાંજ પાણી સાથે લેવાથી થોડા દિવસોમાં કફ નીકળી જઈ ફેફસાં સ્વચ્છ થાય છે. (૧૯) ઘોડા વૃજનું ચૂર્ણ મધ સાથે લેવાથી કફમાં લાભ થાય છે. (૨૦) સંઠ, હરડે અને નાગરમોથ દરેક ૨૦-૨૦ ગ્રામનું બારીક ચૂર્ણ બહેડાની છાલના ઉકાળામાં ખૂબ ઘૂંટી ૧ર0 ગ્રામ ગોળના પાકમાં નાખી બરાબર મિશ્ર કરી ચણી બોર જેવડી ગોળીઓ બનાવવી. એને ગુડાદિવટી કહે છે. આ બબ્બો ગોળી દિવસમાં ત્રણ વાર ચૂસવાથી કફના રોગો, ઉધરસ અને શ્વાસમાં ફાયદો થાય છે. (૨૧) અરડૂસી, દ્રાક્ષ અને હરડેનું સમાન ભાગે બનાવેલ અધકચરો ભૂકો બેથી ત્રણ ચમચી એક ગલાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ઠંડુ પાડી. સવાર-સાંજ પીવાથી રક્તપિત્ત, ક્ષય, ઉધરસ, પિત્તજવર, કફના રોગો અને કબજિયાતમાં ફાયદો થાય છે. (૨૨) સરખા ભાગે ફૂલાવેલો ટંકણખાર, જવખાર, પીપર અને હરડેનું બારીક ચૂર્ણ બનાવી, એનાથી બમણા વજનનો ગોળ લઈ પાક બનાવી ચણી બોર જેવડી ગોળી વાળવી. દિવસમાં ત્રણ વખત બબ્બો ગોળી ધીમે ધીમે ચૂસવાથી ગળામાં વારંવાર થતા કફનો નાશ થાય છે. એનાથી હેડકી, દમ, ઉધરસ, શરદી, શૂળ અને કફના રોગો પણ મટે છે. (૨૩) જાવંત્રીનું ચૂર્ણ દસ ચોખા ભાર અને જાયફળનું ચૂર્ણ સાત ચોખા ભાર મિશ્ર કરી એક ચમચી મધ સાથે ચાટવાથી કફના બધા રોગો મટે છે. વાયુથી થતી સૂકી ઉધરસમાં પણ આ ઉપચાર એટલો જ હિતકારી છે. (૨૪) રોજ છાતીએ તલ કે સરસવના તેલની માલીશ કરી શેક કરવાથી લોહીમાંનો કફ ઘટી જાય છે. (૨૫) અરડૂસી, આદુ અને લીલી હળદરનો ૧-૧ ચમચી રસ દિવસમાં ત્રણ વાર લેવાથી જુના કાકડા, ઉધરસ, શ્વાસ-દમ, શરદી વગેરે કફના રોગો મટે છે.
કફ અને પિત્ત (૧) દસેક તોલા ગરમ પાણીમાં મીઠું નાખી પીવાથી ઉલટી થઈ કફ અને પિત્ત બહાર નીકળે છે. પછીથી ઉલટી બંધ કરવા ઘી અને ભાત ખાવાં. (૨) ગોળ સાથે હરડે લેવાથી કફ અને પિત્ત મટે છે.
કફ અને વાયુ સ્વાદમાં તીખી, કડવી અને તુરી અરણી કફ અને વાયુ મટાડે છે. અરણી જઠરાગિન પ્રદીપ્ત કરનાર, સર્વાગ સોજા ઉતારનાર, ઠંડી લાગતી હોય તો તેનું શમન કરનાર, પાંડુરોગ, રક્તાલ્પતા, મળની ચીકાશ અને કબજિયાતનો નાશ કરે છે. અરણીના મૂળ પાણીમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે.
કફજવર મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમપાણીમાં પ ગ્રામ જેટલું લેવાથી કફજવર મટે છે.
કબજિયાત (૧) ૧ ગ્રામ તજ અને પ ગ્રામ હરડેનું ચૂર્ણ ૧૦૦ મિ.લિ. ગરમ પાણીમાં રાત્રે પીવાથી સવારે ખુલાસાથી ઝાડો થઈ કબજિયાત મટે છે. (૨) ૩૦-૪૦ ગ્રામ કાળી દ્રાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાળી સવારે મસળી, ગાળી થોડા દિવસ પીવાથી કબજિયાત મટે છે. (3) સિંધવ અને મરી બારીક વાટી દ્રાક્ષને લગાડી રાત્રે એક એક દ્રાક્ષ ખૂબ ચાવીને ખાવાથી ઝાડાની શુદ્ધિ થઈ કબજિયાત મટે છે. (૪) આદુનો ૧૦ ગ્રામ રસ અને લીંબુના ૧૦ ગ્રામ રસમાં ૧.૫ ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી કબજિયાત મટે છે. (પ) આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી કબજિયાત મટે છે. (૬) આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધ પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી પO ગ્રામ જેટલું રાત્રે પીવાથી કબજિયાત મટે છે. (૭) એક ગ્લાસ ઠંડા પાણીમાં લીંબુનો રસ પ્રાત:કાળે પીવાથી કબજિયાતમાં ફાયદો થાય છે. અથવા રાત્ર સૂતાં પહેલાં પણ પી શકાય. (૮) ૧૦ ગ્રામ લીંબુનો રસ અને ૧૦ ગ્રામ ખાંડ ૧૦૦ મિ.લિ. પાણીમાં એકાદ માસ સુધી દરરોજ રાત્રે પીવાથી જીર્ણ કબજિયાત મટે છે. (૯) એક ગલાસ સહેજ ગરમ પાણીમાં ૧-૧ ચમચી લીંબુ અને આદુનો રસ તથા ૨ ચમચી મધ મેળવી પીવાથી અજીર્ણ અને કબજિયાત મટે છે. (૧૦) સવારમાં વહેલા ઊઠી થોડું ગરમ પાણી પીવાથી દસ્ત સાફ આવે છે અને કબજિયાત દૂર થાય છે. (૧૧) એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે. (૧૨) એક સૂકું અંજીર અને પ-૧૦ બદામ દૂધમાં નાખી ઉકાળી, તેમાં સહેજ ખાંડ નાખી રોજ સવારે પીવાથી કબજિયાત મટે છે. (૧૩) રાત્ર સૂતી વખતે ૩-૪ અંજીર ખૂબ ચાવીને ખાઈ ઉપર એકાદ કપ હૂંફાળું દૂધ પીવાથી કબજિયાત મટે છે. (૧૪) ખજુર રાત્રે પાણીમાં પલાળી, સવારે મસળી, ગાળીને પીવાથી રેચ લાગીને મળશુદ્ધિ થાય છે. (૧૫) ખજુરની ચાર-પાંચ પેશી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી તેમાં મધ નાખી સાત દિવસ સુધી પીવાથી કબજિયાત મટે છે. (૧૬) કાળી દ્રાક્ષ કે લીલી દ્રાકૃષિ સાથે ર0-30 ગ્રામ કાજુ ખાવાથી અજીર્ણ કે ગરમીથી થયેલી કબજિયાત મટે છે. (૧૭) જામફળનું શાક બનાવી ખાવાથી કબજિયાત મટે છે. (૧૮) જામફળનું થોડા દિવસ સુધી નિયમિત સેવન કરવાથી ત્રણ-ચાર દિવસમાં જ મળશુદ્ધિ થવા માંડે છે અને કબજિયાત મટે છે. કબજિયાતને લીધે થતો માથાનો દુ:ખાવો અને નેત્ર-શૂળ પણ મટે છે. (૧૯) પાકાં ટામેટાં ભોજન લેતાં પહેલાં છાલ સહિત ખાવાથી અને રાત્રે સૂતાં પહેલાં નિયમિત ખાવાથી ધીમે ધીમે કબજિયાત કાયમ માટે દૂર થાય છે. (૨૦) પાકાં ટામેટાંનો એક પ્લેયાલો રસ કે સૂપ દરરોજ પીવાથી આંતરડાંમાં જામેલો સૂકો મળ છૂટો પડે છે અને જૂના વખતની કબજિયાત દૂર થાય છે. (૨૧) રાત્રે પાકાં કેળાં ખાવાથી કબજિયાત મટે છે. જુલાબ કે રેચ લેવાની જરૂર રહેતી નથી. (૨૨) મેથીનું 3-3 ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ ગોળમાં કે પાણીમાં લેવાથી કબજિયાત મટે છે. (૨૩) મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી કબજિયાત મટે છે. (૨૪) રાત્રે સૂતી વખતે એક-બે નારંગી ખાવાથી કબજિયાત મટે છે. નારંગીનો રસ જૂની કબજિયાતને પણ દૂર કરી શકે છે. (૨૫) સવારે એક પ્યાલો ઠંડા કે સહેજ ગરમ પાણીમાં અને રાત્રે દૂધમાં એક ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે. (૨૬) સુંઠ, મરી, પીપર અને સિંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ર્ષિમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ. કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી કબજિયાત મટે છે. (૨૭) દ્રાક્ષ, પિત્ત પાપડો અને ધાણા ત્રણેને પાણીમાં ભીજવી રાખી ગાળીને પીવાથી કબજિયાત મટે છે. (૨૮) હૂંફાળા ગરમ પાણીમાં ૧ થી દોઢ ગ્રામ મીઠું મેળવી રોજ રાત્રે પીવાથી આંતરડાં સાફ થઈ કબજિયાત મટે છે. (૨૯) શરીરમાં ખોટી ગરમીને કારણે ઝાડામાં રહેલ પ્રવાહી જળ શોષાઈ જતાં ઝાડાની કબજિયાત થાય છે. જેમને બેત્રણ દિવસે માંડ થોડો કઠણ ઝાડો થતો હોય તેમણે રાત્રે સૂતાં વધુ પાણી પીવું વહેલી સવારે ઊઠીને ઠંડુ પાણી વધુ પીવું. તેથી ગરમીના દોષથી થયેલ કબજિયાત દૂર થશે. તે રીતે ઝાડો ન જ થાય તો ડૂશકેનમાં સાધારણ નવશેકું પાણી ભરવું. તેમાં સાબુનું થોડું પ્રવાહી તથા ગ્લિસરીન ૧. ઔસ ઉમેરવું. તે પાણીથી અનિીમા લેવાથી ઝાડો તરત જ થઈ જાય છે. કફદોષથી થતી કબજિયાતમાં સવારે ગરમ પાણી પીવું. (30) રોજ રાત્રે એક ચમચો દિવેલ દૂધમાં પીવું. થોડા દિવસ આ પ્રયોગ કરવાથી કબજિયાત દૂર થાય છે. (૩૧) વરિયાળી અધકચરી શેકી કાચની બરણીમાં સંઘરી રાખવી. દરરોજ જમ્યા બાદ બંને સમય ૧-૧ મોટો ચમચો ભરી ખૂબ ચાવી ચાવીને ખાવી. પ્રયોગ દરરોજ નિયમિત કરવો જોઈએ. વગર દવાએ કબજિયાત આવશ્ય મટી જાય છે એમાં બિલકુલ સંદેહ નથી. (૩૨) કબજિયા:ાતમાં આખાં ફળ અને શાકભાજીનું સેવન રસાહાર જેટલું જ લાભદાયી છે. પાલખ અને ગાજરનો રસ અથવા બટાટા, કાકડી અને સફરજનનો મિશ્ર રસ લેવો. અંજીર, બીલીફળ, જમરૂખ અને સંતરાનો રસ પણ લઈ શકાય. (33) રાત્રે તાંબાના લોટામાં સવા લિટર પાણી ભરી રાખી સવારે સૂર્યોદય પહેલાં દાતણ કર્યા વિના પીવાથી કદી કબજિયાત થતી નથી. (૩૪) રાત્રેત્રિફળાનું ચૂર્ણ પાણી સાથે લેવું. (૩૫) ૪૦-૫૦ ગ્રામ કાળી દ્રાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાળી, સવારે મસળી ગાળીને થોડા દિવસ પીવાથી કબજિયાત મટે છે. (39) ચાળ્યા વગરનો લોટ, ખૂબ પાકું પપૈયું અને ભોજન પછી છાસનું સેવન કરવાથી કબજિયાત મટે છે. (૩૭) અજમો અને બીડલવણ મઠામાં નાખી પીવાથી કબજિયાત મટે છે. (૩૮) ગમે તેવી જૂની કબજિયાત પણ ૧-૧ ચમચી હરડેનો પાઉડર સવારસાંજ હૂંફાળા દૂધ સાથે લેવાથી મટે છે. (૩૯) પાન સહિત આખો કાચો મૂળો નિયમિત ખાવાથી ગમે તેવી જૂની કબજિયાત પણ મટે છે. (૪૦) કબજિયાત બધા રોગોનું મૂળ છે. આથી પેટને હંમેશાં સાફ રાખવું જોઈએ. રાત્રે ખૂબ મોડા કંઈ ખાવું નહિ તથા ભોજન પછી બે કલાક સુધી સૂવું નહિ. (૪૧) રાતે સફરજન ખાવાથી જીર્ણ મળાવરોધ તથા ઘડપણનો મળાવરોધ મટે છે. (૪૨) બી કાઢેલી દ્રાક્ષ ર0 ગ્રામ ખાઈને ઉપર ૨૫૦ મિ.લિ. દૂધ પીવાથી મળશુદ્ધિ થાય છે. (૪૩) ખૂબ જૂની ખાટી આમલીનું શરબત દિવસમાં ચાર વખત દર ચાર કલાકને અંતરે લેવાથી જૂની કબજિયાત મટે છે. જેમને આમલી અનુકૂળ આવતી ન હોય તેમને માટે આ પ્રયોગ કામનો નથી. (૪૪) વહેલા ઊઠી, લોટો ભરી પાણી પીને સવારે ફરવા જવું. લીંબુનું શરબત પીવું તેમાં ખાંડને બદલે મીઠું નાખવું. વાલ, વટાણા, ચોળા, ચણા, અડદ જેવા વાતવર્ધક ખોરાક લેવો નહિ. તાંદળજાની ભાજી ઘણી સારી. (૪પ) ગરમ દૂધમાં થોડું માખણ અથવા ધી નાખી પીવાથી કબજિયાતના દર્દીને પેટ સાફ જલદી આવે છે. આ ઉપાય વારંવાર કરવાથી વજન અને કૉલેસ્ટરોલ બંને વધી જવાનો ભય છે. (૪૬) મીંઢી આવળ, આમળાં અને હરડેનું સમાન ભાગે બનાવેલા બારીક ચૂર્ણને શુદ્ધિ ચૂર્ણ કહે છે. કબજિયાતથી મંદાગિન, અરુચિ, આફરો, મસા વગેરે થાય છે. એમાં તથા આંતરડાં શિથિલ થઈ ગયાં હોય તો શુદ્ધિ પૂર્ણ પોતાની પ્રકૃતિને અનુકૂળ પડે એ માત્રામાં એકથી બે ચમચી જેટલું રાત્ર સૂતી વખતે પાણી સાથે લેવું. ચણ ઔષધ બે મહિના પછી પોતાના ગુણ ગુમાવે છે, આથી ચૂર્ણ ઘરે બનાવી ઉપયોગ કરવો અને બે મહિના પછી નવું ચૂર્ણ બનાવી લેવું (૪૭) નાળિયેરનું પાણી પીવાથી કબજિયાત મટે છે. (૪૮) હરડેને નમકયુક્ત પાણીમાં ૨૪ કલાક ડુબાડી સુકવીને એક હરડે હંમેશાં મોંમાં મૂકી રાખવાથી કોઈ પણ પ્રકારની કબજિયાત મટે છે. (૪૯) પાલકની ભાજીના રસમાં લીંબુનો રસ અને જીરૂ નાખી પીવાથી કબજિયાત મટે છે. (પO) એક કપ ગરમ પાણીમાં અડધા લીંબુનો અને નારંગીનો રસ મધ નાખી પીવાથી કબજિયાત મટે છે. (પ૧) સવારના પહોરમાં એક ગલાસ પાણી પીવાથી પેટ સાફ આવે છે.
કમર જકડાવી
(૧) પક્ષાઘાત, લકવો, સાયટીકા-રાંઝણ, સંધિવા, સ્નાયુઓનો દુ:ખાવો- અ:ા બધા વાયુ પ્રધાન રોગોમાં લસણપાક, લસણની ચટણી, લસણના ક્ષીરપાકનો ઉપયોગ કરવો. અથવા એક કળીના લસણની એક કળી લસોટી તલના તેલ સાથે જમતી વખતે બપોરે અને રાત્રે બેથી ત્રણ અઠવાડિયાં ખાવી અત્યંત ફાયદાકારક અને દર્દનાશક ઉપચાર છે. (૨) તલનું તેલ, કોપરેલ કે અન્ય તેલ જરાક ગરમ કરી દુ:ખતી જકડાયેલી કમર ઉપર માલિશ કરવું. તે પછી સહેવાય તેવા ગરમ પાણીથી કમર ઝારવી. અ:ા રીતે બેત્રણ વાર કરવાથી દુ:ખતી જકડાયેલી કમર મટશે. કમરનો દુઃખાવો- (૧) ૬૦ ગ્રામ અજમો ઉ૦ ગ્રામ જૂના ગોળમાં મેળવી, પીસી, તેમાંથી પ-પ ગ્રામ જેટલો સવાર-સાંજ લેવાથી કમરનો દુ:ખાવો મટે છે. (૨) ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં પ ગ્રામ મેથી નાખી પીવાથી કમરનો દુ:ખાવો મટે છે. (૩) પીપળાનાં મૂળિયાનો પાઉડર પાણી સાથે એક એક ચમચી સવાર, બપોર, સાંજ લેવાથી કમર દર્દ મટે છે. એનાથી કમર મજબૂત બને છે અને કમરનું બળ વધે છે. કસરતો (૧) જમીન પર બેસી હાથ આગળ ખેંચી પગના અંગુઠાને પકડવાનો પ્રયત્ન કરો. (૨) ચત્તા સૂઈ જઈ પગ વચ્ચેથી ઊંચા રાખો. (3) ઊધા સૂઈ જઈ પગના પંજા ત્રાંસા રાખી, જમીન પર નાક અડાડવું. (૪) ચત્તા સૂઈ કમરેથી ઉપર વળી વચ્ચેથી ઊભા કરેલા પગના ઘૂંટણને અડવા પ્રયાસ કરો. (પ) ઊધા સૂઈ હાથના બળે પડી રહો. (૬) ચત્તા સૂઈ પગ વચ્ચેથી ઊભા રાખો, ત્યાર બાદ એક પછી એક બંને પગ વારા ફરતી છાતી સુધી લઈ જવા પ્રયત્ન કરો. (૭) ઊધા સૂઈ વારાફરતી બંને પગ ઊંચા નીચા કરી. (૮) ખુરસી પર ટટ્ટાર બેસો. કમરેથી વળી ઘૂંટણ સુધી માથું લઈ જાઓ.
કમળો (૧) પ૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સિંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબૂત બૂચ મારી એક અઠવાડિયા સુધી રાખી મૂકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ આાંતરે દિવસે સવારે કેટલાક દિવસ સુધી પીવાથી કમળો મટે છે. (૨) એરંડાના પાનની દાંડી દહીંમાં વાટી ત્રણથી સાત દિવસ લેવાથી કમળાના રોગીમાં સ્કૂર્તિ અ:ાવે છે. અથવા એરંડાની કુમળી ડુંખોનો રસ છ માત્રા દૂધમાં આપવાથી કમળો મટે છે. (3) ગાયની તાજી છાસમાં કે ૧૦૦ ગ્રામ મઠામાં પ ગ્રામ હળદર નાખી સવાર-સાંજ લેવાથી એક અઠવાડિયામાં કમળો મટે છે. (૪) હળદરનું ચૂર્ણ ૧૦ ગ્રામ અને દહીં ૪૦ ગ્રામનું સેવન કરવાથી કમળો મટે છે. (પ) ધોળી ડુગળી, ગોળ અને હળદર મેળવી સવારસાંજ ખાવાથી કમળો મટે છે. (૬) પાકાં કેળાં મધમાં ખાવાથી કમળો મટે છે. (૭) સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે. (૮) હિંગને ઉબરાનાં સૂકાં ફળ (ઉમરાં) સાથે ખરલ કરીને ખાવાથી કમળો મટે છે. (૯) ગળો કમળાનું સૌથી શ્રેષ્ઠ ઔષધ છે. બજારમાં મળતો ગળોનો પાઉડર અથવા ગળોની તાજી વેલનો રસ લેવાથી કમળો સારો થાય છે. કમળાની તબીબી સારવાર સાથે પણ એ લઈ શકાય. (૧૦) કમળો થયો હોય તો સવારે નરણે કોઠે કારેલાનો રસ લેવો. ઉપરાંત દૂધી, ગાજર, બીટ, કાકડી અને સફરજનનો મિશ્ર રસ લેવો. પપૈયા, લીલી હળદર, લીલી દ્રાક્ષ સંતરા અને મોસંબીનો રસ પણ લઈ શકાય. શેરડી ચૂસીને ખાવી. ચરબી રહીત ખોરાક લેવો. મદ્યપાનનો ત્યાગ કરવો. (૧૧) કુવારપાઠાના ગુદા ઉપર સહેજ હળદર ભભરાવી ખાવાથી કમળો મટે છે. અન્ય ચિકિત્સા સાથે પણ આ કરી શકાય. (૧૨) મધ સાથે ગાજરનો રસ પીવથી કમળો મટે છે. (૧૩) આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે. (૧૪) સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે. (૧૫) ૧૦ ગ્રામ હળદર ૪૦ ગ્રામ દહીંમાં લેવાથી કમળો મટે છે. (૧૬) હળદરનું ચૂર્ણ તાજી છાસમાં નાખી સવાર-સાંજ પીવાથી કમળો અઠવાડિયામાં મટે છે. (૧૭) રાત્રે ઝાકળમાં શેરડી રાખી સવારે ખાવાથી કમળો મટે છે. (૧૮) લીંબુની ચીર ઉપર ખવાનો સોડા નાખી સવારની પહોરમાં ચૂસવાથી કમળો મટે છે. (૧૯) ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવી વહેલી સવારે નરણે કોઠે લેવાથી ત્રણ દિવસમાં કમળો મટે છે. (રO) ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલ અશક્તિ અને લોહીની ઓછપ દૂર થાય છે. (૨૧) આરોગ્યવર્ધિનીવટી અને પુનર્નવા મંડુરનું નિયમિત સેવન કરવાથી કમળો મટે છે, અશક્તિ દૂર થાય છે અને નવું લોહી આવે છે.
કરોળિયો કાળી માટી ચોખી કરી, છાસમાં પલાળી કરોળિયા પર લેપ કરવાથી કરોળિયા ઓછા થતા જઈ નાબૂદ થાય છે.
કંઠમાળ (૧) લસણને ખૂબ લસોટી, મલમ જેવું કરી, કપડા પર લગાડી પટ્ટી બનાવી કંઠમાળ જેવી ગળાની ગાંઠો પર ચોંટાડતા રહેવાથી ગળાની અસાધ્ય લાગતી ગાંઠો મટે છે. (૨) ભિલામામાં હીરાકણી મેળવી પેસ્ટ બનાવી લેપ કરવાથી કંઠમાળની ગાંઠો ઓગળી જાય છે. (3) ગળો, શિલાજિત અને ગૂગળ ખૂબ ખાંડી તેની ગોળી બનાવી સેવન કરવાથી કંઠમાળના રોગીને રાહત થાય છે. (૪) પીલુડીના મૂળને ગૌમૂત્રમાં પીસીને લેપ કરવાથી કંઠમાળની ગાંઠો ઓગળે છે.
કાકડા (૧) કેળાંની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી કાકડા ફૂલ્યા હોય તો તે મટે છે. (૨) હળદરને મધમાં મેળવી લગાડવાથી ગમે તેવા વધેલા કાકડા બેસી જાય છે. (3) સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળી દિવસમાં બેત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે. (૪) પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે. (પ) એક એક ચમચી હળદર અને ખાંડ ફાકી જઈ ઉપર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે. (૬) કાકડા-ટોન્સિલસમાં સોજો આવે, તાવ આવે અને ખોરાક-પાણી ગળવામાં મુશ્કેલી પડે તો જેઠી મધ, કાથો અને હળદર દરેકનું અડધી ચમચી ચૂર્ણ બેથી ત્રણ ચમચી મધમાં સવાર-સાંજ ચાટવાથી રાહત થાય છે. સાથે સાથે સશમની વટીની અને સુદર્શન ઘનવટીની એક એક ગોળી સવારે, બપોરે, સાંજે લેવી. માવાની મીઠાઈ, ફ્રિજનું ઠંડુ પાણી, ઠંડાં પીણાં, આઈસક્રીમ, શરબત, ટૉફી, ચૉકલેટ, દહીં, છાસ તેમ જ લીંબુ, આમલી, ટામેટાં જેવા ખાટા પદાર્થો બંધ કરવા. ખદિરાવટીની બે-બે ગોળી ચૂસવી ખૂબ જ હિતકારી છે. (૭) કાકડા થાય તો એક દિવસ ઉપવાસ કરવો. મળશુદ્ધિ માટે રાતે નાની ચમચી હરડેનું ચૂર્ણ લેવું. દિવસમાં ત્રણ વખત એક કપ પાણીમાં એક ચમચી હળદર અને એક ચમચી ખાંડ મેળવી ધીમે ધીમે પી જવું. સવારે ‘સુવર્ણ વસંતમાલતી’ની અધીં ગોળી પીસીને મધમાં ઘૂંટી ચાટી જવી. ૧૧-૧૨ દિવસ આ ઉપચાર કરવાથી કાકડા મટી જાય છે. (૮) વડ, ઉમરી, પીપળો જેવા દૂધ ઝરતા ઝાડની છાલને ફૂટી, ઉકાળો કરીને કોગળા કરવાથી કાકડાનો સોજો મટે છે. (૯) ટંકણખાર, ફટકડી હળદર અને ત્રિફલાના મિશ્રણને મધમાં કાલવી કાકડા પર લગાડવાથી કાકડા મટે છે. (૧૦) કાકડા(ટોન્સીલ્સ)માં કાકડાશિંગી હળદર સાથે આપવી. કાકડાશિંગીનો ૧ ગ્રામનો ફાંટ બનાવી દિવસમાં ત્રણ વખત પાવાથી પણ સારું પરિણામ આવે છે. (૧૧) ઠંડા, ચીકણા અને ગળ્યા પદાર્થો બંધ કરી નાગરવેલના પાનમાં તજનો એક ટૂકડો, પાંચસાત મરી અને તુલસીનાં સાત-આઠ પાન લઈ બીડું બનાવી સવાર-સાંજ ચાવી ચાવીને રસ ગળા નીચે ઉતારતા જવું.
કાનના રોગો વાત, પિત્ત, કફ તથા વાતપિત્ત, વાતકફ અને પિત્તકફના કોપાવાથી કાનના રોગો થાય છે. (વ7) વાયુના કર્ણરોગના કારણોમાં ચણા, ચોળા, વટાણા, વાલ, ગવાર, વાસી ખોરાક, કુલફી, આઈસ્કીમ, ઠંડાં પીણાં, કોદરી, લૂખા ખાખરા, લૂખા મમરા, કારણ વિના લંઘન, ઉજાગરા, વધુ પડતું ચાલવું, પદયાત્રા, પંખાનો પવન, ઠંડો પવન, માથાબોળ ઠંડું સ્નાન, વધુ વ્યાયામ, વાગવું, વધુ પરિશ્રમ, ઠંડી ઋતુમાં ઠંડા પાણીમાં તરવું, અતિશય બોલવું, ચિંતા, ભય, દુ:ખ વગેરે છે. (વિ.) પિત્ત... તીખો, ખાટો, ખારો, ઉષ્ણ, તીક્ષણ અને ગરમાગરમ ખોરાક પિત્તકારક છે. તમાકુ તથા બીડીનું સેવન, અતિ પરિશ્રમ, દિવસની નિદ્રા, અતિ મૈથુન, કારણ વિનાના ઉપવાસ, સૂર્યનો અને અનિનો તાપ, અડદ, વધુ પડતાં ખાટાં-તીખાં અથાણાં, વધુ પડતું આદુ કે સુંઠ, વધુ પડતી ખાટી-તીખી કઢી, કોકમ, ખાટી કેરી, ખાટાં ખમણ, ખાટાં પીણાં, ખાટું દહીં, ખાટી છાસ, ખાટાં જામફળ, વધુ પડતાં ટામેટાં, તળેલા આહારનું વધુ સેવન, ભીંડા, તીખાં મરચાં, મરી, વધુ પડતું મીઠું (નમક), બાજરી, ઘરડા તીખા મૂળા, મોગરી, બીવાળાં રીંગણ, રાઈ, વધુ પડતું લસણ, વધુ પડતું લીંબુ, વાસી ખોરાક, સુકવણી કરેલો આહાર, સરગવો વગેરે કાનના પિત્તથી થતા રોગો કરે છે. જો કે કાનના રોગોમાં પિત્તજ કારણો ઘણાં ઓછાં હોવાથી પિત્તજ કર્ણરોગનું પ્રમાણ નહીંવત જોવા મળે છે. (ગ ) કફ..... અડદ, આઈસક્રીમ, દ્રાક્ષ, અંજીર, કાકડી, કાળી દ્રાક્ષ, કુલફી, કેળાં, ખાટાં પીણાં, ખાંડ, ગોળ, ધી, ચીકુ, ખાટી છાસ, જમરુખ, ટામેટાં, ઠંડાં પીણાં, ડુંગળી, તરબૂચ, તલ, દહીં, દિવસની ઊધ, દૂધ, બિસ્કિટ, ભીંડા, નારંગી, પાંઉ, ક્રીજનું પાણી, ફૂટ જ્યસ, ફૂટ સલાડ, બરફ, માખણ, માંસ, મીઠાઈ, વધુ પડતું મીઠું (નમક), વેજિટેબલ ઘી, શીખંડ, શિંગોડાં, શેરડીનો રસ, તરવું, ઠંડા પાણીથી સ્નાન વગેરે કફજન્ય કર્ણરોગનાં કારણો છે. (ઘ) બે દોષનાં કરણો એક સાથે ભેગાં થાય ત્યારે દ્વિદોષજ કર્ણરોગ થાય છે. જેમ કે આઈસક્રીમ, કુલફી, ફ્રીજનું પાણી ઠંડો પવન વગેરેથી કફવાતજ કર્ણરોગ થાય છે. (ઘ) ત્રિદોષજ કર્ણરોગમાં ત્રણે દોષ કારણભૂત હોય છે. જેમ કે ઘરડા મૂળા, વાસી ભોજન, ક્રોધ, પરિશ્રમ, ઠંડી વગેરે કારણો એક સાથે થવાથી ત્રિદોષજ કર્ણરોગ થાય છે. (છ) વાયુથી થતા કાનના કોઈપણ રોગમાં કાનમાં જાત જાતના અવાજ આવે છે, દુ:ખાવો થાય છે, સોજો આવે છે, લાલાશ દેખાય છે તથા કાનમાંથી પાતળો સાવ થાય છે અને બહેરાશ આવે છે. (ન) પિત્તથી થતા કર્ણરોગમાં કાનમાં સોજો આવે છે, લાલાશ દેખાય છે, કરવતથી કપાતું હોય એવી તીક્ષણ વેદના અને દાહ થાય છે તથા પીળો દુર્ગધયુક્ત સાવ થાય છે. (જ્ઞ) કફથી થતા કર્ણરોગમાં વિપરીત શબ્દ સંભળાય છે, કાનમાં ખંજવાળ આવે છે. (ટ) ત્રિદોષથી થતા કર્ણરોગમાં જે દોષની પ્રબળતા હોય તે મુજબ લક્ષણો જોવા મળે છે. વાયુની પ્રબળતામાં પાતળો, કાળો કે ફીણવાળો સાવ, પિત્તની પ્રબળતામાં પીળો, લાલ લોહીવાળો, દુર્ગધયુક્ત, પાતળો અને ગરમ સાવ, તેમ જ કફની પ્રબળતા હોય તો સફેદ, ઘટ્ટ, ચીકણો અને પ્રમાણમાં વધુ સાવ થાય છે. (૧) હળદર અને ફૂલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસાવ જલદી મટે છે. (૨) ડુંગળીનો રસ અને મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા મટે છે અને પરું નીકળતું હોય તો બંધ થાય છે. (3) ફૂલાવેલા ટંકણખારને વાટીને કાનમાં નાખી ઉપરથી લીંબુના રસનાં ટીપાં નાખવાથી પરું નીકળતું બંધ થાય છે. (૪) સરસિયુ અથવા તલના તેલમાં લસણની કળી ગરમ કરી એક બે ટીપાં સવાર સાંજ કાનમાં નાખવાથી ફાયદો થાય છે. (પ) તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ગાળી લેવું. અ:ા તેલનાં બે ચાર ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારના કાનના દર્દીમાં લાભ થાય છે. (૬) કાનની તકલીફ બહુ ગંભીર પ્રકારની ન હોય તો મધ અને તલનું તેલ સરખા ભાગે અને એ બેના વજનભાર આદુનો રસ એકરસ કરી, સહેજ સિંધવનો બારીક પાઉડર મિશ્રણ કરી કાનમાં દરરોજ દિવસમાં ચાર પાંચ વખત ટીપાં મૂકવાથી કાનની તકલીફ દૂર થાય છે. (૭) આંબાનો મોર (ફૂલ) વાટી, દિવેલમાં ઉકાળી, ગાળીને ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે. (૮) આંબાનાં પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે. (૯) નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા મટે છે. (૧૦) તલના તેલમાં લસણની કળી નાખી કકડાવીને સહેજ ગરમ તેલનાં ટીપાં કાનમાં પાડવાથી કાનનો દુ:ખાવો અને કાનના સણકા મટે છે. કાન પાકતો હોય તો પણ ફાયદો કરે છે. (૧૧) લીંબુના ૨૦૦ ગ્રામ રસમાં પO ગ્રામ સરસિયું અથવા તલનું તેલ મેળવી, પકાવી, ગાળીને શીશીમાં ભરી લેવું. તેમાંથી બબ્બી ટીપાં કાનમાં નાખતા રહેવાથી કાનનું પરું, ખુજલી અને કાનની વેદના મટે છે તથા કાનની બહેરાશમાં પણ ફાયદો થાય છે. (૧૨) હિંગને તલના તેલમાં પકાવી એ તેલનાં ટીપાં કાનમાં મૂકવાથી તીવ્ર કર્ણશળ મટે છે. (૧૩) સરગવાના સૂકવેલા ફૂલનો પાઉડર કાનમાં નાખવાથી કાનનો દુ:ખાવો મટે છે. (૧૪) આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુ:ખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયા હોય તો લાભ થાય છે. (૧૫) વડના દૂધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુ:ખાવો મટે છે. (૧૬) લસણની કળી છુંદી સરસવના તેલમાં કકડાવી એ તેલનાં ટીપાં કાનમાં મૂકવાથી કાનનો અવરોધ દૂર થાય છે અને અવાજ સાંભળવામાં સરળતા થાય છે. કાનમાં આવIજ થ(ટ ત્યllટે વિકૃત થયેલો કે અવળી ગતિવાળો વાયુ શબ્દનું વહન કરનારી શિરામાં રોકાઈ જવાથી કાનમાં જાત જાતના અવાજ સંભળાયા કરે છે. એને કર્ણનાદ કહે છે. એમાં અંત:કર્ણમાં આવેલ કોકલિયા નામના અંગની વિકૃતિ થાય છે. આ રોગમાં આ મુજબ શકય ઉપચાર કરવા. (૧) બકરીના મૂત્રમાં સિંધવ નાખી સહેજ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાં. (૨) કપાસના જીંડવાનો રસ કાનમાં નાખવો. (3) નાગરવેલના પાનનો રસ કાનમાં નાખવો. (૪) બકરીના મૂત્રમાં લસણ, આદુ અને આંકડાના પાનનો રસ મેળવી કાનમાં નાખવો. (પ) સરસવ તેલથી કાન ભરી દેવો. (૬) લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે. (૭) ગળોનો રસ સહેજ ગરમ કરી દિવસમાં ચારેક વખત કાનમાં પાંચ-સાત ટીપાં નાખવાથી કર્ણનાદ અને કર્ણશળ મટે છે. કાન બંધ થઇ જાય ત્યારે લસણ અને હળદરને એકરસ કરી કાનમાં નાખવાથી લાભ થાય છે. કાનમાં જતું જાય ત્યારે મધ, દિવેલ કે ડુંગળીનો રસ કાનમાં નાખવાથી જતુ નીકળી જાય છે. કાનમાં પરું કાનમાંથી પરુ નીકળતું હોય તો કાન સાફ કરીને નીચે દર્શાવેલ શકય ઉપાય કરવા. (૧) મધમાં સિંદુર મેળવી બબ્બી ટીપાં સવારે-રાત્રે કાનમાં નાખવાં. (૨) ધતુરાના પાનના રસમાં ચારગણું સરસિયુ અને થોડી હળદર નાખી ચારગણા પાણીમાં ધીમા તાપે ઉકાળી તેલ સિદ્ધ કરવું. આ તેલનાં બેત્રણ ટીપાં રોજ સવાર-સાંજ કાનમાં નાખવાં. (3) કાનમાંથી પરું વહેતું હોય અને તે મટતું જ ન હોય તો કાનમાં વડના દૂધનાં ટીપાં નાખવાથી મટી જાય છે. (૪) લીંબુના રસમાં થોડો સાજીખાર મેળવી કાનમાં નાખવાથી કાનમાંથી વહેતું પરું બંધ થાય છે. કાનની બેહારાશ (૧) કાનની કોઈ ખરાબીને લીધે નહિ પણ કુદરતી રીતે શ્રવણશક્તિ ઘટી ગઈ હોય તો સવાર, સાંજ, બપોર અને સાંજે ૧ નાની ચમચી વાટેલું જીરું દૂધ સાથે લેવાથી લાભ થાય છે. (૨) સમભાગે હિંગ, સુંઠ અને રાઈને પાણીમાં ઉકાળી બનાવેલા સહેજ ગરમ કાઢાનાં ચાર-પાંચ ટીપાં કાનમાં દિવસમાં ચારેક વખત નાખવાથી કાન ખૂલી જઈ બહેરાશ મટે છે. (3) આંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવો. (૪) ગાયનું જૂનું ધી ખાવામાં વિશેષ વાપરવું. (પ) રૂમાં વીંટાળેલી લસણની કળી કાનમાં રાખવી. (૬) ઉત્તમ હિંગની ભૂકી રૂમાં મૂકીને કાનમાં રાખવી. (૭) વછનાગ અને વ્રજ તલના તેલમાં ગરમ કરી કાનમાં નાખવું. (૮) કાનમાં અવાર નવાર તેલ નાખતા રહેવું. એનાથી વિજાતીય દ્રવ્યોનો મેલ બહાર નીકળી જાય છે. અને કાનની અંદરના અવયવો મુલાયમ રહી કાર્યક્ષમ રહે છે. (૯) સરસવના તેલમાં દશમા ભાગે રતનજ્યોત નાખી ધીમા તાપે રતનજ્યોત બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડયે કાનમાં દરરોજ સવાર, બપોર, સાંજ ત્રણ-ચાર ટીપાં નાખતા રહેવાથી કાનની સામાન્ય બહેરાશ મટે છે. (૧૦) સવારે ચારપાંચ બદામ અને રાત્રે અજમો તથા ખારેક ખાવાથી કાનની બહેરાશમાં ફાયદો થાય છે. (૧૧) સૂંઠ અને ગોળ મેળવી પાણીમાં સારી રીતે ઘૂંટી કાનમાં ટીપાં પાડવાથી બહેરાશમાં લાભ થાય છે. કાનમાં કીડા પાડવા કર્ણસાવ, કર્ણપાક, વિદ્રધિ જેવા રોગોથી, કાનની અસ્વચ્છતાથી કે વાતાદિ દોષોથી કાનમાં સડો પેદા થાય છે, અને અને તેમાં કીડા પેદા થયા છે. એમાં આ મુજબના શકય ઉપાયો કરવા. (૧) સ્વમૂત્ર કાનમાં નાખવું. (૨) લીમડાના રસમાં કકડાવેલું સરસિયું કાનમાં નાખવું. (3) ગોમૂત્ર સાથે હરતાલનું ચૂર્ણ પીસીને કાનમાં નાખવું. (૪) સરકામાં પાપડિયો ખારો, અજમો અને ઈન્દ્રાયણનો ગર્ભ મેળવી કર્ણપૂરણ કરવું. (પ) દૂધિયા વછનાગ(કલિહારી)ના મૂળનો રસ કાઢી તેમાં થોડું ત્રિકટુ (સુંઠ, મરી, પીપર) મેળવી કાનમાં નાખવાથી કૃમિ તદ્દન મરી જાય છે. કાનમાં ખંજવાળ આવે તો કાન કદી ખોતરવો નહિ. (૧) સ્વમૂત્રનાં ટીપાં કાનમાં નાખવાં. (૨) લીંબોળીનું તેલ ગરમ કરીને તેનાં બે-ચાર ટીપાં સવારે અને રાતે કાનમાં નાખવાં. (3) દાવ્યદિ અથવા મરિચયાદિ તેલ ગરમ કરીને કાનમાં નાખવું. (૪) ત્રિફળાના કાઢા વડે કે લીમડાના ઉકાળાથી કાન સાફ કરવો. (પ) રોજ રાત્રે ત્રિફળા ચૂર્ણ કે હરડે ચૂર્ણની ફાકી કરવી. કાનમાં કંઇક ભરાઈ જવું માખી, બગાઈ, મકોડા, કાનખજૂરી વગેરે જીવડાં કાનમાં પ્રવેશે કે બોરનો ઠળિયો, ચણો, વટાણો, મગફળીનો દાણો કાંકરી જેવી વસ્તુ કાનમાં પ્રવેશી ગઈ હોય તો એને બહાર કાઢવા પિચકારીનો ઉપયોગ કદી ન કરવો. એ વસ્તુઓને ટૂકડા કરીને કાઢવી ન નીકળે તો કાનના ડૉક્ટર પાસે જવું. કાનમાં કીડા કે જતું પ્રવેશ ગયું હોય તો આમાંથી શકય ઉપાય કરવા. (૧) ગાયનું ધી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજતુ બહાર નીકળી આવે છે. (૨) ધોળી ડુંગળીનો રસ કાનમાં નાખવો. (3) જાંબુના પાનનો રસ કાનમાં ભરી દેવો. (૪) ક્લોરોફોર્મની પિચકારી મારવાથી જતુ મરી જશે, પછી કાનને પિચકારી વડે ધોતાં જતુ બહાર નીકળી જાય છે. (પ) મધનાં કે દારૂનાં ટીપાં કનમાં નાખવાં. કાન નો મેલ કાનમાં મેલ વધુ પ્રમાણમાં થાય તો શ્રુતિમાર્ગ સાંકડો થતાં બહેરાશ આવે છે. આ મેલ કાઢવા ગરમ કરેલું સરસિયું કે તલનું તેલ કાનમાં નાખવું. કાન ની સંભાળ (૧) કાન ખોતરવા નહિ. (૨) કાનમાં ફુંક ન મારવી.(3) ગાલ કે કાન પર થપ્પડ ન મારવી. (૪) માથા પર મારવું નહિ. (પ) ઘોંઘાટથી દૂર રહેવું. (૬) નાના બાળકને સ્નાન કરાવતી વખતે કાનમાં પૂમડાં ખોસવાં. (૭) સ્નાન કર્યા પછી ચોખા ટુવાલ વડે કાન લછવા. (૮) નાનપણથી રોજ કાનમાં ગરમ તેલનાં ટીપાં નાખવાં (૯) ગરમ દવાનું અતિશય સેવન ન કરવું. ગરમ દવાના સેવન વખતે ૨ ગ્રામ ગળોસતત્વ મધ સાથે લેવું કાનના રોગોમાં પથ્ય (૧) નીચેનો ખોરાક લઈ શકાય. અજમો, અથાણાં(તીખાં), આમળાં, ઉકાળેલું પાણી, કઢી(તીખી), કાજુ, કોથમીર, કોબી, ફુલાવર, ખજૂર (થોડી), ખમણ, ખાખરા, ખારેક, ખીચડી, ગાજર, ગંઠોડા, ગલકાં, છાસ (પાતળી અને મોળી), જીરુ, પરવળ, પાન, પાપડ (અડદ સિવાયના), પાલખ, બટાટા(થોડા), સીંગતેલ(થોડું), હળદર, હિંગ વગેરે. (૨) નીચેનો આહાર ન લેવો. અડદ, આઈસક્રીમ, આમલી, અંજીર, ઈંડાં, કાકડી, કુલફી, કેરી, કોકમ, કેળાં, ખાંડ, ગવાર, ઘી(ભેંસનું), ચોળા, છાસ, ટામેટાં, ટીંડોળાં, ટેટી, ઠંડાં પીણાં, ડુંગળી, શેરડીનો રસ, સફરજન વગેરે.
કામેચ્છા (૧) વધુ પડતી કામેચ્છા પર કાબુ મેળવવા પાણીમાં ચોવીસ કલાકપલાળેલા સૂકા ધાણાનું એ જ પાણી સાથે સેવન કરવું જરૂર પડે તો એને ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરીને પણ લઈ શકાય. (૨) પીપરીમળ કામેચ્છા વધારે છે, પરંતુ એનાથી વીર્ય ઘટે છે.
કાંટો કે કાચ વાગે (૧) રાઈના લોટને ઘી-મધમાં મેળવી કાંટો કે કાચ વાગ્યો હોય તેના પર લેપ કરવાથી કાંટી કે કાચ બહાર આવી જાય છે. (૨) ગોળ સહેવાય તેવો ગરમ કરી કાંટો કે કાચ વાગ્યો હોય ત્યાં બાંધવાથી પાકીને કાંટો કે કાચ બહાર નીકળી જાય છે.
કીડનીના રોગો મૂત્રપિંડ સંબંધી મોટા ભાગના રોગોમાં બટાટા અવશ્ય લાભ કરે છે. બટાટામાં સોડિયમનું પ્રમાણ ઓછું અને પોટાશિયમનું પ્રમાણ વધારે હોય છે. કીડનીમાં જે વધુ પડતું લવણ હોય તે મૂત્ર વાટે બહાર કાઢી નાખવાનું કામ બટાટામાં રહેલ પોટેશિયમ અચૂક કરી શકે છે. બટાટાને શેકીને કે બાફીને ખાઈ શકાય. કાચા બટાટાનો રસ આમાં વિશેષ ફાયદો કરી શકે. મધુપ્રમેહ હોય તો અ:ા પ્રયોગ કરી શકાય નહિ.
કૂતરું કરડે કૂતરું કરડે ત્યારે બે મોટી બદામ મધમાં બોળી ખૂબ ચાવીને ખાવી.દરરોજ દિવસમાં એકાદ વખત આ પ્રમાણે કરવું. કૂતરું કરડયું હોય તે દિવસે બદામની સંખ્યા ગંભીરતાને ધ્યાનમાં લઈ વધારી શકાય. બહુ જ અકસીર પ્રયોગ છે, અને ભારતનાં ઘણાં ગામડાંઓમાં કૂતરું કરડે ત્યારે આ પ્રયોગથી જ રક્ષણ મેળવવામાં આવે છે.
કૃમિ (૧) દરરોજ સવાર-સાંજ જમવાની પાંચેક મિનિટ પહેલાં આખું કે દળેલું નમક એકાદ નાની ચમચી જેટલું પાણી સાથે ફાકવાથી કૃમિ વમનથી કે મળમાર્ગે બહાર નીકળી જાય છે. (૨) ૧ થી ૨ ચમચી અધકચરી ખાંડેલી દાડમની છાલ ૧. ગલાસ પાણીમાં ધીમા તાપે અડધો કપ જેટલું રહે ત્યાં સુધી ઉકાળવું ઠંડુ પાડી ગાળીને ખાલી પેટે આ ઉકાળો પીવો. બીજે દિવસે સવારે હરડેનો રેચ લેવો. આનાથી ચપટા કૃમિ-ટેપવર્મ બેહોશ થઈ કે મરી જઈને બહાર નીકળી જાય છે. (3) લીમડાના પાનનો રસ દરરોજ ૧-૨ ચમચા સવાર-સાંજ પીવાથી તમામ કૃમિ મળ વાટે બહાર નીકળી જઈ પેટ નિર્મળ થઈ જાય છે. (૪) કારેલાં કૃમિધ્યન છે. બાળકોને મોટે ભાગે દૂધિયા કૃમિ થતા હોય છે. એમને કારેલાંનું શાક ખવડાવવું. બાળક કારેલાંનું શાક ન ખાય તો કારેલાંનો રસ કાઢીને બે ચમચી જેટલો સવાર સાંજ પીવડાવવો. (પ) પપૈયાનાં બીને સૂકવી પાઉડર બનાવવો. એક નાની ચમચી પાઉડરને નાની વાડકી ભરી તાજા દહીંમાં મેળવી દિવસમાં ત્રણ વખત લેવાથી કૃમિ ઝડપભેર બહાર નીકળવા માંડે છે. (૬) કૃમિ થયા હોય તો માત્ર પાન ખાવાથી સારું થઈ શકે છે. ૩-૪ કે દિવસમાં જેટલાં પાન ખાઈ શકાય તેટલાં સાદાં કે સામગ્રી નાખેલાં પાન ખાવાં. એનાથી મળ વાટે કૃમિ બહાર નીકળી જાય છે. (૭) અનનાસ ખાવાથી એક અઠવાડિયામાં પેટમાંના કૃમિનું પાણી થઈ જાય છે. આથી બાળકો માટે અનનાસ ઉત્તમ છે. (૮) એક સારી સોપારીનો ભુકો કરી થોડા ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ-ચાર વાર લેવાથી કૃમિ મટે છે. (૯) કારેલીના પાનનો રસ થોડા ગરમ પાણીમાં આપવાથી કૃમિ મરી જાય છે. (૧૦) ખાખરાનાં બી, લીમડાનાં બી અને વાવડીંગને વાટી બનાવેલું વસ્ત્રગાળ ચર્ણને “પલાશબીજાદિ ’િ કહે છે. બાળકોને પા ચમચી અને મોટાંઓને અડધી ચમચી ચૂર્ણ પાણી સાથે સવાર- સાંજ આપવાથી કૃમિ દૂર થાય છે. (૧૧) ટામેટાના રસમાં હિંગનો વઘાર કરી પીવાથી કૃમિરોગમાં ફાયદો થાય છે. (૧૨) દાડમની છાલનો અથવા તેના છોડ કે મૂળની છાલનો કવાથ કરી તેમાં તલનું તેલ નાખી ત્રણ દિવસ સુધી પીવાથી પેટમાંના કૃમિ નીકળી જાય છે. (૧૩) દાડમડીના મૂળની લીલી છાલ પO ગ્રામ (તેના નાના નાના કકડા કરવા), ખાખરાના બીનું ચૂર્ણ પ ગ્રામ, વાવડીંગ ૧૦ ગ્રામ અને ૧ લિટર પાણીમાં અર્ધ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થાય ત્યારે ગાળી, દિવસમાં ચાર વાર અર્ધા અર્ધા કલાકે પ૦-૫૦ ગ્રામ પીવાથી અને પછી એરંડિયાનો જુલાબ લેવાથી તમામ પ્રકારના ઉદરકૃમિ નીકળી જાય છે. (૧૪) નારંગી ખાવાથી કૃમિનો નાશ થાય છે. (૧૫) મૂઠી ચણા રાત્ર સરકામાં પલાળી રાખી સવારે ખાલી પેટે ખાવાથી કૃમિ મરી જઈ ઉદરશુદ્ધિ થાય છે. (૧૬) વડવાઈના કૂમળા અંકુરનો ઉકાળો કરી પીવાથી પેટના કૃમિ મટે છે. (૧૭) સરગવાનો કવાથ મધમાં મેળવી દિવસમાં બે વાર પીવડાવવાથી ઝીણા કૃમિ નીકળી જય છે. (૧૮) સવારે ઊઠતાંની સાથે બે-ત્રણ ગ્રામ મીઠું પાણીમાં મેળવી થોડા દિવસ પીવાથી નાના નાના કૃમિ બહાર નીકળે છે, નવા કૃમિની ઉત્પત્તિ બંધ થાય છે અને પાચનક્રિયા સુધરે છે. (૧૯) સુંઠ અને વાવડીંગનું ચૂર્ણ મધમાં લેવાથી કૃમિ મટે છે. (૨૦) કાચા પપૈયાનું તાજું દૂધ ૧૦ ગ્રામ, મધ ૧૦ ગ્રામ અને ઉકળતું પાણી ૪૦ મિ.લિ. એકત્ર કરી ઠંડુ થાય ત્યારે પીવાથી અને બે કલાક પછી એરંડિયાનો જુલાબ લેવાથી ગોળ કૃમિ નીકળી જાય છે. (તેનાથી પેટમાં ચૂક આવે તો લીંબુનો રસ ખાંડ નાખી પીવો) (૨૧) ભાંગરાનો પાઉડર (બજારમાં મળી શકે) અથવા તાજા ભાંગરાનો રસ અને અડધા ભાગે દિવેલ રાત્રે સૂતાં પહેલાં દરરોજ લેવાથી બધા કૃમિ ઝપાટાબંધ બહાર નીકળી જાય છે. (૨૨) એક ગલાસ ઘટ્ટ છાસમાં એક ચમચો વાટેલો અજમો નાખી સવાર-સાંજ પીવાથી પેટમાંના બધા કૃમિ મળમાર્ગે બહાર નીકળી જાય છે. (૨૩) બાળકોને કૃમિ થાય તો તેની અવસ્થા મુજબ ગરમ પાણી સાથે દરરોજ રાત્રે સૂતી વખતે એરંડિયું પાવાથી તે મટી જાય છે. (૨૪) કાચા કે પાકા પપૈયાના રસમાં સાકર મેળવી બાળકને પીવડાવવાથી પેટમાંના કૃમિ મળ વાટે બહાર ફેંકાઈ જવા લાગે છે. (૨૫) દરરોજ સવાર, બપોર, સાંજ એક એક કપ પાણીમાં એક નાની ચમચી મીઠું (નમક) ઓગાળી પીવાથી કૃમિની ફરિયાદ મટે છે. (૨૬) સુંઠ, વાવડીંગ અને ભિલામાનું ચૂર્ણ મધમાં લેવાથી કૃમિ મટે છે. (૨૭) કંપીલો, વાવડીંગ અને રેવંચી સરખા ભાગે લઈ મધ સાથે બાળકને ચટાડવાથી તેના પેટમાંના કરમિયા સાફ થઈ જાય છે. (૨૮) શણનાં બીનું ચૂર્ણ ગોમૂત્રમાં મેળવી પીવાથી કરમિયાનો રોગ કાયમ માટે મટે છે. (૨૯) વાવડીંગને અધકચરાં ખાંડી ઉકાળો કરીને પીવાથી કૃમિ નાશ પામે છે. (3O) લીંબુના પાન વાટી રસ કાઢી રસથી અડધું મધ ભેળવી સાત દિવસ સુધી રોજ સવારે આપવાથી અને આઠમા દિવસે રેચ લઈ લેવાથી પેટના તમામ કૃમિ નીકળી જાય છે. કૃ6-2is uદ કપીલો, વાવડીંગ, નાગમોથ, દીકામાળી અને સંચળનું સમાન ભાગે બનાવેલું ચણ મોટાં માણસને એકથી બે ગ્રામ અને બાળકોને ૧થી બે રતિ સવાર-સાંજ પાણી સાથે આપવાથી અળસિયા જેવા ગંડુપદ કૃમિ (Round worms) દસથી પંદર દિવસમાં મટે છે. આ ચૂર્ણ સાથે એક રતિ અતિવિષકળી ચૂર્ણ ઉમેરી આપવાથી બાળકોને ઝડપથી સારું થાય છે અને કૃમિને કારણે થયેલા ઉપદ્રવો પણ મટે છે. આ ઉપરાંત બજારમાં મળતાં કૃમિધ્યન ચૂર્ણ, કૃમિકુઠારરસ અને વિડંગારિષ્ટ પણ ખૂબ જ સારી અસર કરે છે.
કૃશતા ગળો, ગોખરું અને આમળાં સમાન ભાગે ધી સાથે મેળવીને લેવાથી અને ઉપર દૂધ પીવાથી કૃશતા મટે છે.
કેન્સર વધારે પડતી શેકેલી, બળી ગયેલી કે ખુલ્લી ભઠ્ઠી પર બનાવેલી વાનગીમાં કાળા પડી ગયેલા ભાગમાં પોલી સાઈકલીક એરોમેટિક હાઈડ્રોકાર્બન જમા થાય છે જે ખાવાથી કેન્સરની શકયતા ૭૦થી ૮૦ ટકા વધી જાય છે. કોબીજ, ફલાવર અને સરસવ કેન્સરમાં ઉપયોગી છે. કેન્સરની દવા જેવાં જ કેન્સર વિરોધી રસાયણો ફલાવરમાં હોય છે, જે મોટા આંતરડામાં રહેલાં કેન્સરના જીવાણુઓનો નાશ કરે છે. એલાઈલ-આઈસોથિયોસાઈનેટ(ATC) તરીકે ઓળખાતું અ:ા રસાયણ જ્યારે અ:ા શાકભાજીને કાપવામાં, ચાવવામાં, રાંધવામાં કે પચાવવામાં આવે છે ત્યા:ારે છૂટું પડે છે. બ્રાસિકા વર્ગનાં શાકભાજીમાંના અ:ા રસાયણો મોટા આંતરડામાંના કેન્સરના જીવાણુઓની વૃદ્ધિ અને કોષ વિભાજનની પ્રક્રિયાને ખતમ કરી નાખે છે. આ રસાયણ ફેફસાના કેન્સરને રોકવામાં પણ અસરકારક છે. કેન્સરને રોકવા માટે અ:ા શાકભાજીનું વધુ પ્રમાણમાં સેવન કરવું જરૂરી છે. (૨) કેન્સરની માત્ર શરૂઆત હોય તો કાળી ગાયનું મૂત્ર ૧૫ ગ્રામ સુતરાઉ કપડાથી ગાળી તેમાં ૮-૧૦ પાન કડવા લીમડાનાં અને ૮-૧૦ પાન તુલસીનાં વાટીને નાખવાં અથવા એ પાન આખાં જ ખૂબ ચાવીને ખાઈ ઉપરથી મૂત્ર પીવું પ્રયોગ નિયમિત કરવાથી કેન્સર વધતું અટકે છે. (3) કાંચનારની છાલ અને ત્રિફલાનો ઉકાળો નિયમિત પીવાથી કેન્સરમાં ફાયદો થાય
(૪) આખું અનાજ, કઠોળ, ફળફળાદિ અને કોબી લેવાથી તેમાં રહેલ ફાઈબર કેન્સર થતું રોકે છે. (પ) રોજ ઓછામાં ઓછાં બે ટામેટાં ખાવાથી આંતરડાં, હોજરી અને ગુદાનું કેન્સર થતું અટકાવી શકાય છે.
કેડનો ચસકો (૧) એક સારી સોપારીનો ભુકો કરી, તેલમાં ઉકાળી, તે તેલનીમાલિશ કરવાથી કટિવાત (કમરમાં આવેલ વાનો ચસકો) મટે છે. (૨) સમાન ભાગે સુંઠ અને ગોખરુંનો કવાથ કરી રોજ સવારે પીવાથી કટિશુળ, સંધિવા અને અજીર્ણ મટે છે. (3) વાતારી-કટીશળ, સાંધાનો સોજો, રાંઝણ-સાઈટીકા, આમવાત, હૃદયશળમાં અડધી અડધી ચમચી જેટલું એરંડમળ અને સુંઠના ચૂણોંનો ઉકાળો એક કપ જેટલો રોજ સવારે પીવો. સાથે જો તેમાં નગોડના પાનનો બે ચમચી જેટલો રસ પણ ઉમેરાય તો અધિકસ્ય અધિકં ફલમ.
કૉલેરા (૧) આંબાના ૨૦ ગ્રામ જેટલા મરવા વાટી દહીં સાથે લેવાથી કૉલેરામાં ફાયદો થાય છે. (૨) કૉલેરાનો ઉપદ્રવ ચાલતો હોય તો રાત્રે ભોજન કર્યા પછી ડુંગળીના રસમાં ચણા જેટલી હિંગ ઘસી, તેમાં વરિયાળી અને ધાણા. ૧-૧ ગ્રામ મેળવી પીવાથી કૉલેરાનો ભય રહેતો નથી. (૩) કૉલેરાના હુમલા વખતે દરદીને ડુંગળીનો રસ વારંવાર આપવાથી આરામ થાય છે. કૉલેરામાં શરૂઆતથી જ ૦.૧૬ ગ્રામ હિંગ મેળવીને અર્ધા અર્ધા કલાકે ડુંગળીનો રસ પીવાથી કૉલેરા મટે છે. (૪) કૉલેરામાં શરીર ઠંડુ પડી જાય તો ડુંગળીના રસમાં આદુનો રસ તથા મરીનું ચૂર્ણ મેળવીને આપવાથી પુનઃ ગરમી આવે છે અને દરદનો વેગ ઓછો થાય છે. (પ) લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને લેવાથી કૉલેરામાં ઉત્તમ ફાયદો થાય છે. (૬) જાયફળનું ૧૦ ગ્રામ ચૂર્ણ ગોળમાં મેળવી 3-3 ગ્રામની ગોળીઓ બનાવી એક એક ગોળી અડધા અડધા કલાકે આપવાથી અને ઉપર થોડું ગરમ પાણી પિવડાવવાથી કૉલેરાના ઝાડા બંધ થાય છે. (૭) મધ અને મીઠું પાણીમાં મેળવી પીવાથી કૉલેરાની અશક્તિ અને ડિહાઈડ્રેશન મટે છે.
કૉલેસ્ટરોલ (૧) એક ચમચી ભરી સમારેલી અથવા વાટેલી કોથમીર ખાઈને ઉપર પાણી પીવાથી શરીરમાં કૉલેસ્ટરોલ ઘટે છે. એનાથી લોહીનું વહન કરનારી નસો પણ સાફ રહે છે. કોથમીર દરેક સલાડ, શાક, દાળ કે ફરસાણ સાથે ભેળવીને પણ ખાઈ શકાય. (૨) કૉલેસ્ટરોલનું પ્રમાણ ઓછું કરવા માટે તેલ, ધી અને માખણ બંધ કરવાં. આથી રોટલી ન ખાતાં રોટલા ખાવા. શાક પણ બાફેલાં ખાવાં. (3) લોહીમાં કૉલેસ્ટરોનું પ્રમાણ કાબૂમાં રાખવા ખાટા પદાર્થો જેવા કે લીંબુ, આમળાં, કાચી કેરી, દહીં, છાસ, ફાલસા, આમલી, ખાટી દ્રાક્ષ વગેરેનું સેવન લાભદાયી છે. (૪) દરરોજ સવાર-સાંજ એક મૂઠી શેકેલા છોતરાં સાથેના ચણા ખાવાથી કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે અને હૃદયરોગ થવાની શકયતા મટી જાય છે.કોઈ પણ રોગ મરીના બેત્રણ દાણા રોજ ગળવાથી કોઈ પણ રોગ થતો નથી.કોગળિયું કોગળિયાનો તાવ આવ્યો હોય તો કારેલીનો રસ તલના તેલ સાથે લેવાથી ફાયદો થાય છે.
કોઢ (૧) અત્યંત ઉગ્ર ગંધને લીધે તરત ઓળખાઈ આવતા અને આખા ભારતમાં થતા બાવચીના છોડ આયુર્વેદનું પ્રસિદ્ધ ઔષધ છે. એક ચમચી બાવચીનાં બી એક ચમચી તલના તેલમાં વાટી સવાર-સાંજ એકાદ વરસ સુધી નિયમિત પીવાથી સફેદ કોઢ અને બીજાં ચામડીનાં દર્દી નાશ પામે છે. (૨) બાવચીનાં બીને દૂધમાં ખૂબ લસોટી ઘટ્ટ બને ત્યારે લાંબી સોગટી બનાવી લેવી. આ સોગટીને દૂધમાં ઘસી પેસ્ટ (લેપ) જેવું બનાવી કોઢના ડાઘ પર લગાવી સવારના કુમળા તડકામાં અધોં કલાક બેસવું લાંબો સમય આ ઉપચાર કરવાથી કોઢ મટે છે. (3) મન:શીલ, હરતાલ, કાળાં મરી, સરસિયુ અથવા બાવચીનું તેલ, અને આંકડાનું દૂધ આ બધાંનો લેપ બનાવી ચોપડવાથી કોઢ મટે છે. (૪) મોરથુથુ, વાવડીંગ, કાળાં મરી, કઠઉપલેટ, લોધર અને મન:શીલ આ દ્રવ્યોનો લેપ કોઢ મટાડે છે. (પ) કરંજનાં બી, કુવાડિયાનાં બી અને કઠ એટલે કે ઉપલેટ આ ત્રણે ઔષધો સમાન ભાગે લઈ બારીક ચૂર્ણ કરો. એને ગૌમૂત્રમાં લસોટી તેનો લેપ કોઢવાળા સ્થાન પર લગાડવાથી થોડા દિવસોમાં જ કોઢ મટવા લાગે છે. (ઉ) રસવતી અને કુવાડિયાનાં બીજને કપિત્ય એટલે કોઠાના રસથી મિશ્ર કરી કરેલો લેપ કોઢ મટાડે છે. (૭) મૂળા તથા સરસવનાં બીજ, લાખ, હળદર, પુંવાડિયાનાં બીજ, ગંધબીરોજા, ત્રિકટુ ચૂર્ણ, વાવડીંગનું ચૂર્ણ આ બધાં ઔષધોને મિશ્ર કરી. ગૌમૂત્રમાં લસોટી લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, સિધ્યમ, કીટીભ અને ભયંકર કપાલ કુષ્ઠ મટે છે. (૮) હળદર અને દારુહળદર, ઈન્દ્રજવ, કરંજનાં બીજ, જાયનાં કોમળ પાન, કરેણનો મધ્ય ભાગ તથા તેની છાલ આટલાનો લેપ કરી તેમાં તલના છોડનો ક્ષાર નાખી લગાડવાથી કોઢ મટે છે. (આ લેપ લગાડી સવારના તડકામાં બેસવું) (૯) કુંવાડિયાનાં બીજ, કઠ, સૌવીરાંજન, સિંધવ, સરસવનાં બીજ તથા વાવડીંગ આ બધાં ઔષધો સરખા ભાગે લઈ તેને ગૌમૂત્રમાં ખૂબ જ લસોટી લેપ તૈયાર કરવો. આ લેપ લગાડી તડકામાં બેસવાથી ક્રિમી, સિધ્યમ, દ,િ તથા મંડલ કુષ્ઠ-સોરાયસીસ થોડા દિવસોમાં મટે છે. (૧૦) સફેદ ડાઘ મટી જ જાય એવો કોઈ જ ઉપચાર હજુ દુનિયામાં શોધાયો નથી. અમુક ઉપચારો અમુક સંજોગોમાં કામ કરી શકયા છે. સફેદ ડાઘનો કુદરતી ઉપચાર અડદના લોટથી શકય બને છે. અડદનો લોટ પાણીમાં થોડો વખત પલાળીને પછી ગ્રાઈન્ડ કરવો અથવા રવઈથી સખત રીતે વલોવવો. એ લોટ દિવસમાં ચાર પાંચ વખત સફેદ ડાઘ પર લગાડતા રહેવું. કદાચ આ ઉપચારથી થોડા જ દિવસોમાં ફરક પડવા લાગશે. (૧૧) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી સફેદ કોઢ પર સવાર-સાંજ લગાડવાથી ફાયદો થાય છે. (૧૨) ગાયના મૂત્રમાં ૩-૪ ગ્રામ હળદર મેળવી પીવાથી કોઢ મટે છે. (૧૩) તાજા અડદ વાટી ધોળા કોઢ પર ચોપડવાથી સારો લાભ થાય છે. (૧૪) તાંદળજાની ભાજી ખાવાથી કોઢ મટે છે. (૧પ) રાઈના લોટને ગાયના આઠ ગણા જૂના ધીમાં મેળવી લેપ કરવાથી સફેદ કોઢ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે. (૧૬) તુલસીના મૂળનો ઉકાળો કરીને પીવાથી કોઢ મટે છે. (૧૬) કેળના સૂકવેલા પાનનો બારીક પાઉડર માખણ કે ધી સાથે મેળવી દિવસમાં ચારેક વખત લગાડવો. દિવસો સુધી પ્રયોગ ધીરજ પૂર્વક કરતા રહેવાથી સફેદ ડાઘ મટે છે. (૧૭) આાંકડાનાં મૂળ ૪૦ ગ્રામ, કરેણનાં મૂળ ૪૦ ગ્રામ, ચણોઠી ૪૦ ગ્રામ, બાવચીનાં બીજ ૨૦૦ ગ્રામ, હરતાલ ૪૦ ગ્રામ, સૂકો ભાંગરી ૪૦ ગ્રામ, હીરાકસી ૨૦ ગ્રામ અને ચિત્રકમ્હૂળ ૨૦ ગ્રામનું બારીક વસ્ત્રગાળ પૂર્ણ બનાવી એ પલળે એટલું ગૌમૂત્ર નાખી ખૂબ લસોટી પૈડા જેવડી સોગઠીઓ બનાવી સૂકવી લેવી. આ સોગઠી પથ્થર ઉપર ગૌમૂત્રમાં લસોટવી. આ પેસ્ટ સવાર-સાંજ સફેદ કોઢ પર લગાડવાથી કોઈને જલદી તો કોઈને ધીમે ધીમે મટે છે. આ ચૂર્ણ ફક્ત બાહ્ય ઉપચાર માટે જ વાપરવું, ખાવામાં ઉપયોગ કરવો નહિ. (૧૮) સફેદ કોઢ અસાધ્ય ગણાય છે. શરીરના કોઈ ભાગ પર સફેદ ડાઘ થયા હોય પણ એ ભાગના વાળ સફેદ થયા ન હોય તો મધમાં નવસાર મેળવી દિવસમાં ચારેક વખત લગાડતા રહેવાથી બેએક મહિનાની અંદર પરિણામ જોવા મળે છે. ધીરજ પૂર્વક લાંબા સમય સુધી પ્રયોગ કરવો જોઈએ. વળી આ ઉપચારની ખૂબી એ છે કે ત્વચા પર બળતરા થતી નથી. આથી શરીરના કોમળ ભાગ પર પણ કરી શકાય, અને એની કોઈ આડ અસર નથી. (૧૯) ગરમાળો, કરંજ, થોર, આંકડો અને ચમેલી પાંચેય વનસ્પતિનાં પાન ગોમૂત્રમાં પીસીને લેપ કરવાથી સફેદ ડાઘ મટે છે.
કોલાઈટીસ દહીંમાં ચોથા ભાગનું પાણી નાખી, ખબ સારી હીરીતે વલોવી બંને વખત જપ્યા પછી પીવાથી કોલાઈટીસ મટે છે.
ક્ષય (૧) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હિંગ, જીરું,લસણ અને આદું નાખી વડાં કરવાં. તેને ધીમાં અથવા તેલમાં તળીને ખાવાથી ક્ષય મટે છે. (૨) અશ્વગંધા, ગળો, શતાવરી, દશમ્લ, બલા, અરડૂસી, પુષ્કર મૂળ તથા અતીસનો એક ચમચા જેટલા ભૂકાને બે ગ્લાસ પાણીમાં એક કપ બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળી, સવાર-સાંજ બે વખત પીવું. (3) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ) ખાવાથી ક્ષય મટે છે. (૪) ખજુર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ. બનાવી દરરોજ ર0-30 ગ્રામ ખાવાથી ક્ષય અને ક્ષયની ખાંસી મટે છે. (પ) તાજા માખણ સાથે મધ લેવાથી ક્ષયના દર્દીને ઘણો ફાયદો થાય છે. (૬) લસણનો રસ અને અરડુસીનાં પાનનો રસ અથવા માત્ર લસણને વાટી, ગાયના ધી અને ગરમ દૂધમાં મેળવી પીવાથી ક્ષયરોગ મટે છે. (૭) કેળનું તાજું પાણી દર બે કલાકે એકેક કપ પીવાથી ગમે તેવો ક્ષય હોય તે ઝડપભેર કાબુમાં આવી મટી જાય છે. કેળનું પાણી ૨૪ કલાક સુધી તાજુ- ઉપયોગમાં લઈ શકાય તેવું રહે છે. ક્ષય ઉપર કોઈ દવા અસર ન કરે એવું બને પણ કેળનું પાણી અસર ન કરે એ શકય નથી. (૮) ક્ષયરોગી માટે દૂધી અતિ હિતકારી છે. (૯) દરરોજ સિતોપલાદિ ચણ દૂધ કે પાણી સાથે લેવાથી ક્ષય મટે છે. અન્ય ચિકિત્સા સાથે પણ આ પ્રયોગ કરી શકાય. (૧૦) જરૂરી પ્રમાણમાં કોડીની ભસ્મનું માખણ સાથે સેવન કરવાથી ક્ષય મટે છે. (૧૧) ટી.બી.માં તબીબી સારવાર સાથે દરરોજ સવાર, બપોર, સાંજ દૂધમાં એટલું જ ચૂનાનું નિતર્યું પાણી ઉમેરી પીવાથી લાભ થાય છે. કુલ પ્રમાણ રોગની ઉગ્રતા મુજબ નક્કી કરવું. પ્રયોગ નિર્દોષ છે અને એમાં કોઈ ભય નથી. (૧૨) દરરોજ શકય એટલા વધુ પ્રમાણમાં કોળું ખાવાથી ક્ષય રોગ જલદી મટે છે. કોળાની બરફી પ્રાકૃતિક ચિકિત્સામાં એક અકસીર ઔષધિ છે. ક્ષયરોગી પોતાની મુખ્ય ચિકિત્સા સાથે સહાયક ચિકિત્સા તરીકે પણ કોળું ઉપયોગમાં લઈ શકે. જેનાથી આશ્ચર્યજનક લાભ થાય છે. (૧૩) અરડુસીનો રસ અને ગળોનો ઉકાળો રોજ નિયમિત પીવાથી ક્ષય કાયમ માટે મટે છે. (૧૪) ૭ લીંડી પીપરને ૨૫૦ ગ્રામ દૂધમાં ઉકાળી પીપર સાથે પી જવું. બીજા દિવસે ૧ પીપર ઉમેરવી. એમ ૧૧ દિવસ ૧-૧ પીપર ઉમેરતા જઈ જરૂર પ્રમાણે દૂધ પણ વધારવું. પછી ૧-૧ પીપર ઘટાડતા જઈ ર૧મા દિવસે મૂળ સ્થિતિમાં આવી જવું. આ પ્રયોગથી ક્ષય રોગીને ખૂબ લાભ થાય છે.
ખરજવું (૧) ભોંયરીંગણીના પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. (૨) બટાટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મૂકી પાટી બાંધી દેવાથી ભીનું કે સૂકું-જૂનું ખરજવું નિર્મળ થઈ જાય છે. (3) હઠીલા ખરજવા જેવા રોગમાં બટાકાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે. નિયમિત છાલ ઘસતા રહેવાથી ફેલાવો થતો હોય તો તે અટકી જાય છે. (૪) કળીચનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા પર લગાડવાથી તરતનો થયેલ રોગ દૂર થાય છે. (પ) ખારેક કે ખજુરના ઠળિયાને બાળી તેની રાખ, કપુર અને હીંગ મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. (૬) ઈંદ્રવરણાના ફળનો રસ ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. (૭) ગાજરનું ખમણ કરી, તેમાં મીઠું નાખી, પાણી નાખ્યા વગર ગરમ કરી બાફીને ખરજવા પર બાંધવાથી ફાયદો કરે છે. (૮) પપૈયાનું દૂધ અને ટંકણખાર ઉીકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી જૂનું ખરજવું મટે છે. (૯) લસણની કળી વાટી લુગદી બનાવી ખરજવા પર મૂકવાથી ભીંગડાં ઉતરી જાય છે અને ચામડી લાલ થાય છે, પછી તેના પર બીજો સાદી મલમ ચોપડવાથી ખરજવામાં ફાયદો થાય છે. (૧૦) તુલસીના મૂળનો ઉકાળો કરીને પીવાથી ખરજવું મટે છે. (૧૧) સૂકા કોપરાને બારાબર બાળી ખૂબ વાટી મલમ બનાવી દિવસમાં ત્રણેક વખત લગાડવાથી ખરજવાની પીડામાં ઝડપભેર ઘણી રાહત થાય છે.
ખસ (૧) ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે. ૧)આમળાં બાળી તલના તેલમાં ખરલ કરી ચોપડવાથી ખસ મટે છે. (ર) તાંદળજાના રસમાં સાકર મેળવી પીવાથી ખસ મટે છે. (3) તુવેરનાં પાન બાળી રાખ બનાવી, દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે. (૪) મરી અને ગંધક બારીક વાટી, ધીમાં ખૂબ ખરલ કરી શરીરે ચોપડવાથી અને તડકામાં બેસવાથી ખસ-લખિસ મટે છે. (પ) નસોતરને પાણીમાં પલાળી સૂતી વખતે તેનું પાણી પીવાથી સવારે પેટ સાફ આવે છે અને લોહી શુદ્ધ થઈ ખાસ મટે છે. (૬) તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવી પીવાથી ખસ મટે છે. (૭) આમળાં બાળી તલના તેલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
ખંજવાળ (૧) કોપરું ખાવાથી અને શરીરે ચોળવાથી ચળ-ખંજવાળ ઓછી થાય છે. (૨) ખંજવાળ આવતી હોય તે ભાગો પર સીસમનું સહેજ તેલ લઈ દિવસમાં ચારેક વખત ઘસવાથી ખંજવાળ મટે છે. (3) વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ખંજવાળ મટે છે. (૪) સુતરાઉ કાપડનો ટૂકડો ખંજવાળવાળા ભાગ પર સખત રીતે બાંધી દેવો. જો બાંધી શકાય તેમ ન હોય તો કપડું મૂકી સામાન્ય પટ્ટી સખત રીતે મારવી. એનાથી સોરાયસીસ કે દરાજ જેવા વ્યાધિ પણ કાબૂમાં આવે છે. (પ) ગોળ સાથે હરડે લેવાથી ખંજવાળ મટે છે. (ઉ) સોપારી સળગાવી, રાખ બનાવી, તલના તેલમાં મેળવી ખંજવાળવાળા ભાગ પર દિવસમાં ચારેક વખત દર ચાર કલાકે લગાડતા રહેવાથી થોડા જ દિવસોમાં ખંજવાળ મટે છે. (૭) સૂકાં આમળાં બાળીને બનાવેલી રાખ તલના તેલમાં મેળવી ખંજવાળવાળા ભાગ પર દિવસમાં બે વખત નિયમિત લગાવતા રહેવાથી ખંજવાળ મટી જાય છે. ખંજવાળનું પ્રમાણ વધુ હોય તો દિવસમાં ત્રણ-ચાર વખત પણ લગાડી શકાય. (૮) લીંબોળીના તેલની માલિશ કરવાથી ખંજવાળ ઓછી થઈ જાય છે. ખંજવIળમાં પરહેજી મીઠામધુર પદાર્થો અને ગરમ પદાર્થોનું સેવન ન કરવું. ગમે તેવી સારવાર છતાં આ પરહેજી ન હોય તો તકલીફ જલદી મટતી નથી.ખંજવાળ સંતરાની તાજી છાલ પથ્થર પર પાણી સાથે અંદનની જેમ ઘસીને ચોપડવાથી ખંજવાળ મટે છે. સંતરાની સૂકી છાલનું ચૂર્ણ પણ વાપરી શકાય.
ખંજવાળ (૧) સંતરાની તાજી છાલ પથ્થર પર પાણી સાથે અંદનની જેમ ઘસીને ચોપડવાથી ખંજવાળ મટે છે. સંતરાની સૂકી છાલનું ચૂર્ણ પણ વાપરી શકાય. (૨) તલના તેલમાં એનાથી ત્રીજા ભાગનું આમળાનું ચૂર્ણ મેળવી દિવસમાં દર ચારેક કલાકે માલિશ કરતા રહેવાથી ખંજવાળ મટે છે.
ખાંસી (૧) પ-પ ગ્રામ મધ દિવસમાં ચારેક વાર ચાટવાથી કફ છૂટો પડી ખાંસી મટે છે. (૨) અજમાનાં ફૂલ ૧૬ ગ્રામ દિવસમાં ત્રણ વાર ધી અને મધ સાથે લેવાથી કફ ઓછો થાય છે અને ખાંસી મટે છે. (3) એલચી, ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી ખાંસી મટે છે. (૪) દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી તેનો રસ ચૂસવાથી ખાંસી મટે છે. (પ) દ્રાક્ષ, આમળાં, ખજુર, પીપર અને મરી સરખા ભાગે લઈ બારીક ચૂર્ણ કરી તેમાંથી 3-3 ગ્રામ, મધ મેળવી દિવસમાં ત્રણ વાર ચાટવાથી સૂકી ખાંસી મટે છે. (૬) લસણ, ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ધી મેળવી ચાટવાથી ખાંસી મટે છે. (૭) કમળકાકડી એટલે રાષ્ટ્રીય ફૂલ કમળનાં બીજનો નાની ચમચી પાઉડર મધ સાથે ચાટવાથી ખાંસી મટે છે. કમળકાકડીનો પાઉડર બજારમાં તૈયાર મળે છે. આ પાઉડર હંમેશાં ઝીણી ચાળણીથી ચાળીને વાપરવો જોઈએ. (૮) દાડમનાં તાજાં છોડાં અથવા સૂકાં છોડાંનો પાઉડર દૂધમાં ઉકાળી પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે. ખાંસીની ભલભલી દવા નિષ્ફળ જાય ત્યાં પણ આ પ્રયોગ સફળ થાય જ છે. (૯) સુંઠ અને સાકર સમભાગે લઈ પાઉડર કરી રોજ દર બે કલાકને અંતરે ૧-૧ નાની ચમચી, ૧ ચમચી શુદ્ધ મધ સાથે ચાટી જવું. કોઈ પણ પ્રકારની ખાંસીમાં અ:ા પ્રયોગથી વત્તો-ઓછો ફાયદો તરત જોવા મળે છે. પ્રયોગ ધીરજપૂર્વક ચાલુ રાખવાથી ખાંસી જડમૂળથી મટી જાય છે. (૧૦) એલચીનું ચૂર્ણ ૩/૪ ગ્રામ અને સંઠનું ચૂર્ણ 3/૪ ગ્રામ મધમાં મેળવી ચાટવાથી કફજન્ય ખાંસી મટે છે. (૧૧) એલચીના તેલનાં ચાર-પાંચ ટીપાં સાકર સાથે લેવાથી કફજન્ય ખાંસી મટે છે. (૧૨) સુંઠ, મરી અને પીપરના સમભાગે બનાવેલા પાઉડરને ત્રિકટુ કહે છે. ૧-૧ નાની ચમચી ત્રિકટુ મધ સાથે સવાર, બપોર, સાંજ લેવાથી સામાન્ય ખાંસી તરત જ મટી જાય છે. (૧૩) મરીના બારીક પાઉડરમાં થોડો ગોળ મેળવી સાધારણ કદની ગોળીઓ બનાવવી. દર બે કલાકે આ ગોળી ચૂસતા રહેવાથી કોઈ પણ પ્રકારની ખાંસી મટે છે. નાનાં બાળકોને પણ આ આપી શકાય. (૧૪) ગરમ કરેલા પાણીમાં મીઠું અને બે લવીંગનું ચૂર્ણ નાખી સવાર-સાંજ કોગળા કરવાથી ગળામાંથી કફ નીકળી જઈ ખાંસી મટે છે. મીઠું અને લવીંગ બન્ને જતુનાશક છે. બેત્રણ દિવસ આ ઉપાય કરવાથી ભારે ખાંસી પણ મટી જાય છે. (૧૫) હૂંફાળું ગરમ પાણી જ પીવું, સ્નાન પણ નવશેકા ગરમ પાણીથી કરવું. જેમ બને તેમ વધારે કફ નીકળી જાય એ માટે જ્યારે પણ ગળામાં કફ આવે કે તરત થકતા રહેવું. મધુર, ક્ષારીય, કટુ (તીખા) અને ઉષ્ણ પદાર્થોનું સેવન કરવું. મધુર દ્રવ્યોમાં સાકર, જૂનો ગોળ, જેઠી મધ અને મધ, ક્ષારીય પદાર્થોમાં યવક્ષાર, નવસાર અને ખારો, કટુ દ્રવ્યોમાં સુંઠ, પીપર અને મરી તથા ઉષ્ણ પાદાર્થોમાં ગરમ પાણી, લસણ, આદુ વેગરનું સેવન કરવું. વધારે ખટાશવાળા, ચિકાશવાળા, ગળ્યા, તેલવાળા પદાર્થોનું સેવન ન કરવું ઠંડી હવા અને ઠંડાં તથા ઠંડી પ્રકૃતિવાળા પદાર્થોનું સેવન પણ ન કરવું. (૧૬) ગોળો, પીપર અને ભોંયરીંગણી અધકચરાં ખાંડી એક ગલાસ પાણીમાં ત્રણ ચમચી નાખી પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ પાડી અડધી ચમચી મધ અથવા દળેલી સાકર(ખાંડ કદી નહિ) નાખી સવાર-સાંજ પીવાથી કફવાળી ખાંસી મટે છે. (૧૭) દર ચારેક કલાકે બબ્બ ત્રણત્રણ લવિંગ મોંમાં રાખી ચૂસતા રહેવાથી ગમે તેવી ખાંસી -સૂકી, ભીની કે કફયુક્ત થોડા દિવસોમાં મટી જાય છે. (૧૮) તુલસીનાં આઠ-દસ તાજાં પાન ખૂબ ચાવીને દરરોજ સવાર, બપોર, સાંજ ચાવતા રહેવાથી ગમે તે પ્રકારની ખાંસી કાબૂમાં આવી જાય છે. (૧૯) અખરોટ ફોડી શેકીને દિવસમાં ચાર-પાંચ વખત ખાતા રહેવાથી કોઈ પણ પ્રકારની ઉધરસ મટે છે. નાનાં બાળકોને પણ આ ઉપચાર અનુકૂળ અને સફળ થતો જોવા મળે છે. (૨૦) મૂઠીભર શેકેલા ચણા ખાઈ, ઉપર પાણી પીવાથી ઉધરસ ઓછી થાય છે. (૨૧) મરીના બારીક ચૂર્ણમાં ગોળ મેળવી સાધારણ કદની ગોળી બનાવી દર બે કલાકે ચૂસતા રહેવાથી કોઈ પણ પ્રકારની ખાંસી મટે છે. નાનાં બાળકોને પણ આ આપી શકાય. ખાંસી સુકી (૧) નાની એલચી તવી પર બાળી, કોયલો કરી, ધુમાડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવું. તેનું ૩/૪ ગ્રામ ચૂર્ણ ધી તથા મધ સાથે દિવસમાં ત્રણ વાર ચાટવાથી સૂકી ખાંસી મટે છે. (૨) એક નાની મૂઠી તલ અને જરૂરી સાકર ર00 મિ.લિ. પાણીમાં નાખી ઉકાળો બનાવી દરરોજ દર બેત્રણ કલાકે સાધારણ ગરમ પીવાથી થોડા દિવસોમાં સૂકી ખાંસી મટે છે. (3) ૧-૧ નાની ચમચી ઘી દરરોજ બે કલાકના અંતરે ચાટવાથી સૂકી ખાંસી અચૂક મટે છે. (૪) દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સૂકી ખાંસી જડમૂળથી મટે છે. નાનાં બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આશીર્વાદરૂપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાશે અને ખાંસી મટી જશે. (પ) સમભાગે સૂકા આમળાનું ચૂર્ણ અને સાકર એક એક ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી કંટાળાજનક જૂની ખાંસી મટે છે. પ્રયોગ થોડા દિવસ સુધી નિયમિત જાળવી રાખવો. (૬) ઉમરા(ઉદુમ્બર)નું દૂધ મોંમાં ઉપલા તાળવે ચોપડી જે લાળ-થક આવે તે ગળી જવાથી કોઈ પણ દવાથી મટતી ન હોય તેવી ખાંસી પણ બહુ ઝડપથી મટી જાય છે. (૭) આદુનો રસ મધમાં લેવો અને એક નાગરવેલના પાનમાં થોડી હળદર અને 3-૪ મરી મૂકી બીડું વાળી ઉપર લવિંગ ખોસલું. એને ચાર ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી દિવસમાં ત્રણ-ચાર વખત થોડું થોડું પીવું. એનાથી ખાંસી તરત જ ઓછી થવા લાગે છે. (૮) સમભાગે તલ અને સાકરનો ઉકાળો દિવસમાં ચાર-પાંચ વાર ઘૂંટડે ઘૂંટડે પીતા રહેવાથી સૂકી ખાંસી મટે છે.
ખીલ
(૧) ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે. (૨) તલનો જૂનો ખોળ ગાયના મૂત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતા ખીલ દૂર થાય છે. (3) પાકા, ખૂબ ગળી ગયેલા પપૈયાને છોલી, છૂદીને ચહેરા પર થોડો સમય માલિશ કરવી-મસળવું. ૧૫-૨૦ મિનિટ બાદ સૂકાવા લાગે ત્યારેપાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લૂછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડિયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દૂર થઈ ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દૂર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતિ આવે છે. (૪) પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું. ત્યાર બાદ હૂંફાળા પાણીથી ધોઇ નાખવું. આનાથી ચહેરાના ખીલ ઝડપથી મટી જાય છે. (પ) જાંબુના ઠળિયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે. (ઉ) સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઈનું દાતણ કરી એના કૂચાને મોં પર પાંચેક મિનિટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે. (૭) ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોં પરના ખીલ મટે છે. (૮) બદામને માખણમાં ખૂબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલિશ કરવાથી મોં પરના ખીલ મટે છે. (૯) ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે. (૧૦) આમળાં દૂધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે. (૧૧) કેરીની ગોટલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે. (૧૨) લીમડા કે ફૂદીનાનાં પાન વાટી તેનો રસ ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે. (૧૩) તાજુ લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર બે-ત્રણ મિનિટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે.
ખીલના ડાઘ (૧) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચિકાશ દૂર થાય છે. (૨) વડના દૂધમાં મસૂરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે. (3) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દૂર થાય છે.
ખૂજલી
(૧) સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ખૂજલી-ચળ મટે છે. (૨) ટામેટાના રસથી બમણું કોપરેલ લઈ એકત્ર કરી શરીર પર માલીશ કરવાથી અને થોડી વાર પછી કોકરવરણા પાણીથી સ્નાન કરવાથી ખસ-ખુજલી મટે છે. (3) પપૈયાનું દૂધ અને ટંકણખાર ઊકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી ખૂજલી મટે છે. (૪) લીંબુ કાપી બે ભાગ કરી બારીક સિંધવ ભભરાવી સૂકવવું. સૂકાઈ જાય એટલે ખાંડીને ચૂર્ણ કરવું. આ ચૂર્ણ લેવાથી વાતરક્ત, ચળ અને ખૂજલીમાં ફાયદો થાય છે. (પ) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલીશ કરવાથી ખૂજલી મટે છે. ગરમ પાણીથી સ્નાન કરવું. પહેરવાનાં કપડાં રોજ ગરમ પાણીથી ધોવાં. આ પ્રયોગથી સૂકી ખૂજલી મટે છે. (૬) આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસિયાના તેલની માલિશ કરવાથી ખુજલી મટે છે. (૭) જવના લોટમાં તલનું તેલ અને છાસ મેળવી લગાડવાથી ખુજલી મટે છે. (૮) ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલિસ કરવાથી ખુજલી મટે છે.
ગભરામણ
ગાય, ભેંસ, ગધેડા કે ઘોડાની તાજી લાદ કે છાણમાં પાણી મેળવી ખૂબ હલાવી કપડાથી ગાળી ગભરામણના રોગીને એકાદ ગ્લાસ પીવડાવવાથી ગભરામણ શાંત થાય છે.
ગરમ મિજાજ ૧-૧ કપ દૂધમાં અડધી નાની ચમચી બદામનું તેલ નાખી સવારસાંજ પીવાથી જેમનો સ્વભાવ ગરમ રહેતો હોય, વાતવાતમાં ગુસ્સો આવતો હોય અને મન હંમેશાં અશાંત રહેતું હોય તો તેમાં ફાયદો થાય છે. ઉપચાર દરરોજ નિયમિત કરવાથી જ ફાયદો થાય છે.
ગરમી (૧) એક સૂકું અંજીર અને પ-૧૦ બદામ દૂધમાં નાખી ઉકાળી, તેમાં સહેજખાંડ નાખી રોજ સવારે પીવાથી ગરમી શાંત થાય છે. (૨) કાકડીના કકડા પર ખડી સાકરની ભૂકી નાખી સાત દિવસ ખાવાથી ગરમી મટે છે. (3) ગરમીના દિવસોમાં માથે ઠંડક રહે, લ ન લાગે, માથું તપી ન જાય તે માટે માથે વડનાં પાન મૂકી ઉપર ટોપી, હેટ, સ્કાફ કે હેલમેટ પહેરવી. સૂર્ય ગમે તેટલો તપતો હશે તો પણ માથે ઠંડક રહેશે. (૪) તાંદળજાના રસમાં સાકર મેળવી પીવાથી ગરમી મટે છે. (પ) નારંગી ખાવાથી શરીરની ખોટી ગરમી દૂર થાય છે. (૬) પેટની અને આંતરડાંની ગરમી દૂર કરવા વડની છાલનો ઉકાળો પીવો, (૭) કાળી દ્રાક્ષ, સાકર, વરિયાળી અને ધાણા પાણીમાં પલાળી, ચોળીને પીવાથી પેટની ગરમી તથા મોંનાં ચાંદાં મટે છે. (૮) શરીરની અંદરની કે બહારની કોઈપણ પ્રકારની ગરમીમાં ગોળનું પાણી બનાવી ઝીણા કપડાથી વારંવાર (જ્યાં સુધી ગાળણના કપડા પર કંઈ પણ જમા ન થાય ત્યાં સુધી) ગાળી દિવસમાં ચારેક વખત એક એક વાડકી પીવાથી એ ગરમી દૂર થઈ કોઠો ચોખો થઈ જાય છે. પ્રયોગ કદાચ ઘણા દિવસો સુધી કરવો પડે. ગરમી શીતળા ની ધાણા અને જીરું રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી ચાર-પાંચ દિવસ પીવાથી શીતળા પછીની શરીરમાં જામી ગયેલી ગરમી નીકળી જાય છે. ગરમી કોઠા ની (૧) ૧૦૦ ગ્રામ ગાજરની છીણ, ૧૦૦ ગ્રામ ગોળ અને અને ૭૦૦ મિ.લિ. પાણી નાખી ગાજર સાંજે બરાબર બાફી રાખી મુકવું સવારે ચાંદીનો વરખ ચોપડી ખાવું. દરરોજ આ પ્રમાણે કરવાથી કોઠાની ગરમી મટે છે. (૨) કડવા લીમડાના પાનનો અડધી વાડકી રસ સાકર નાખી સવાર-સાંજ પીવાથી કોઠાની ગરમી મટે છે. (3) ૮ થી ૧૦ તુલસીનાં પાન, ૪ થી પ કાળાં મરી અને ત્રણ બદામને ખૂબ લસોટી પેસ્ટ-રગડો તૈયાર કરી એક ગ્લાસ જેટલા પાણીમાં મિક્ષ કરી રોજ સવારે ૨૧ દિવસ પીવાથી મગજની અને શરીરની આંતરિક ગરમી દૂર થાય છે અને મગજને તાકાત મળે છે. આ ઔષધ હૃદયોત્તેજક હોવાથી હૃદયને બળવાન બનાવે છે, હૃદયરોગમાં હિતાવહ છે, અને યાદશક્તિ વધારે છે. ગરમી પિત ની પાકા અનનાસના નાના નાના કકડા કરી રસ કાઢવો. રસથી બમણી ખાંડની ચાસણી બનાવી અનનાસનો રસ નાખી શરબત બનાવવું. આ શરબત ગરમીનું શમન કરે છે. ગરમીથી ગાંડપણ મગજની ગરમી પિત્તદોષથી થયેલ અથવા ઝેરી પદાર્થ ખાવાથી થયેલ માનસિક ગાંડપણ , વધુ પડતો ક્રોધી સ્વભાવ, સતત ઉશ્કેરાટ જેવી સ્થિતિમાં દર્દીએ રોજ દિવસમાં ચાર-પાંચ વાર ઠંડા પાણીને
માથે રેડીને સ્નાન કરવું. તે સાથે ખાવામાં ગરમ ખોરાક બંધ કરવો. કોળાના રસમાં સાકર નાખી દરરોજ પીવું. ધીમે ધીમે લાભ થશે.
ગર્ભધારણ
(૧) જૂના વીર્યમાં શુક્રાણુની સંખ્યા ઓછી હોય જેને કારણે ગર્ભધારણ ન થઈ શકતું હોય તો વડના ટેટાનું ચૂર્ણ દૂધ સાથે લેવું. કૃણા પાનનો કે કૂણી વડવાઈનો ઉકાળો કરી પીવાથી પણ ફાયદો થાય છે. (૨) વડના તાજા અંકુરો પાણી સાથે પીસી સેવન કરવાથી ગર્ભધારણ થાય છે. એનાથી શરીરની ગરમી, રતવા વગેરે મટે છે અને ગર્ભપાત થતો અટકે છે; ગર્ભને ઉત્તમ પોષણ મળે છે અને ગર્ભની વૃદ્ધિ સારી રીતે થાય છે. (3) વડના ટેટાંનું ચૂર્ણ સ્ત્રી-પુરુષ બંને નિયમિત સેવન કરે તો ગર્ભધારણની શકયતા વધે છે. સ્ત્રીના પ્રજનન અંગોની ગરમી દૂર થઈ તે ગર્ભધારણ માટે સક્ષમ બને છે. એક ઉક્તિ છે કે “જે ખાય ટેટા તેને થાય બેટા.” (૪) વંધ્યા સ્ત્રીને વડની કુંપળનો ઉકાળો દૂધ સાથે પાવાથી ગર્ભ રહે છે, તથા કુંપળો કે વડવાઈની તાજી કુંપળોને દૂધમાં લસોટી નસ્ય આપવું. (પ) બજારમાં બીજના સ્વરૂપમાં મળતું નાગકેસર અને સાકર સમભાગે લઈ, પાઉડર બનાવી દરરોજ એક ચમચો પાઉડર દૂધ સાથે સવારે નરણા કોઠે નિયમિત લેવાથી ગર્ભધારણ થાય છે. અમુક પ્રકારનું વંધ્યત્વ પણ એનાથી મટે છે. (૬) ઋતુકાળના દિવસો દરમિયાન એક પાકા બિજોરાનાં તમામ બીજ પાણી કે દૂધમાં ગળવાથી કે એ બીજોના પાઉડરનું સેવન કરવાથી ગર્ભધારણની શકયતા રહે છે. આ પછી ચોખા દિવસો દરમિયાન ગર્ભધારણનો પ્રયત્ન કરવો. એક મહિને સફળતા ન મળે તો બીજે મહિને ઉપચાર ચાલુ રાખવો.
ગર્ભસ્થ શિશુના સૌંદર્ય માટે દૂધી ગર્ભિણી સ્ત્રી દરરોજ દૂધીનું મીઠું શાક કે સાકર નાખેલ દૂધીનો રસ કે દૂધીનો હલવો ખાય તો બાળક સુંદર અને ગૌર વર્ણનું અવતરે છે.
ગર્ભસ્ત્રાવ (૧) જવનો લોટ અને સાકર સરખે ભાગે મેળવી ખાવાથી ગર્ભપાતનો ભય મટે છે. (૨) સીતાફળનાં બીનું ચૂર્ણ લેવાથી ગર્ભપાત થાય છે. (3) પીપળાની છાલ સૂકવી પાઉડર બનાવી ગર્ભિણી સ્ત્રીએ દરરોજ સવાર-સાંજ એકએક ચમચો સાદા પાણી સાથે લેવો. અ:ાથી નવ માસ સુધી કોઈપણ પ્રકારની તકલીફ વિના પૂરે મહિને પોષાયેલું સ્વસ્થ શિશુ જન્મે છે. (૪) અકાળે ગર્ભ પડી જવાની તકલીફ થતી હોય તો બે કપ દૂધમાં એક ચમચો સુંઠ નાખી સવાર-સાંજ નિયમિત છેલ્લા દિવસો સુધી પીવાથી ગર્ભ પડી જવાનો ભય અવશય ટળે છે. આ પ્રયોગની કોઈ આડ અસર નથી. (પ) ગર્ભ રહ્યા બાદ દરરોજ દિવસમાં બે-ત્રણ વખત બરફનો ટૂકડો યોનિમાં દસ-પંદર મિનિટ દબાવી રાખવાથી અને પ્રયોગ નિયમિત કરતા રહેવાથી ગર્ભપાતનો ભય ટળે છે. જો શરદી-ઠડીની ફરિયાદ હોય તો આ પ્રયોગ કરી ન શકાય. (૬) પદમાખ નામની વનસ્પતિની લાકડી બજારમાં મળે છે. તેને ચંદનની જેમ ઘસીને સેવન કરતા રહેવાથી ગર્ભસાવ થતો અટકે છે. અન્ય ચિકિત્સા-સારવાર સાથે સહાયક ચિકિત્સા તરીકે પણ આ ઉપચાર કરી શકાય. (૭) પ્રચુર માત્રામાં વિટામિન 'સી'નું સેવન કરવામાં આવે તો ગર્ભસાવ કે ગર્ભપાત થવાનો ભય મટે છે. ભૂણની ચારે તરફ રહેલું આવરણ ટૂટી જવાથી ગર્ભપાત થઈ જાય છે. વિટામિન 'સી' આ આવરણની રચનામાં મોટો ફાળો ધરાવે છે. જો શરીરમાં વિટામિન 'સી' પૂરતા પ્રમાણમાં હોય તો એ આવરણ વધુ મજબૂત બની ગર્ભને પડી જતો આટકાવે છે. આથી જ ગર્ભવતી મહિલાઓએ ગર્ભકાળ દરમિયાન વિટામિન 'સી'યુક્ત પદાર્થો વધુ પ્રમાણમાં લેવા જોઈએ.
ગળાનાં દર્દ
કાકડા
(૧) ચૂલાની બળેલી માટી(લાલ થઈ હોય તે) ૧૦ ગ્રામ અને 3 ગ્રામ મરીનું ચૂર્ણ સવાર સાંજ થોડું થોડું કાકડા પર દબાવીને ચોળવાથી ત્રણ દિવસમાં કાકડા મટી જાય છે. (૨) મીઠાના પાણીના દિવસમાં બેત્રણ વાર કોગળા કરવા. (3) બે ગ્રામ ફૂલાવેલી ફટકડી ૧૨૫ ગ્રામ ગરમ પાણીમાં નાખી કોગળા કરવા. (૪) આંબાનાં પાન બાળી તેનો ધુમાડો લેવાથી ગળાની અંદરનાં કેટલાંક દર્દીમાં ફાયદો થાય છે. ગાળાનો દુઃખાવો (૧) લીંબુનો રસ પીવાથી ગળાની પીડા મટે છે. (૨) ગળામાં બળતરા કે દુ:ખાવામાં એક ચમચો મધ, એક લીંબુનો રસ અને લાલ મરચાંનો તદ્દન થોડો પાઉડર દિવસમાં બેત્રણ વાર લેવાથી લાભ થાય છે. ગળાનો સોજો (૧) કેળાંની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી ગળાનો સોજો મટે છે. (૨) એક અંજીર અને ૧/૪ ચમચી હળદર પાણીમાં લસોટી અડધા ગલાસ પાણીમાં ઉકાળો કરવો. ઠંડો પડયે ગળામાં ધારણ કરી થોડી વાર મોંઢામાં રાખી ધીમેથી ગળી જવો. સવાર-સાંજ તાજો ઉકાળો બનાવવો. એનાથી ગળાનો સોજો, જીભનો સોજો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે ફરિયાદો ચાર-પાંચ દિવસમાં મટે છે. (3) અજમાનો ઉકાળો અથવા અજમાનો અતિ બારીક પાઉડર દિવસમાં ચારેક વખત નિયમિત સેવન કરવાથી ગળાનો સોજો મટે છે. ગળું સૂકવવું ગોળનું પાણી બનાવી ચાર પાંચ વાર વસ્ત્રગાળ કરી પીવું અથવા ગરમીના દિવસો હોય તો લીમડાના પાનનો ૧૨ ગ્રામ રસ પીવો. ગળું બેસી જવું ગળું બેસી જાય ત્યારે આદુના નાના નાના ટૂકડા કરી મોંમાં રાખી મૂકી ચૂસીને રસ ગળા નીચે હળવે હળવે ઉતારતા રહેવું. ગળું સાફ ડુંગળીનું કચુંબર જીરું અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે, કફની ખરેટી બાઝતી નથી અને પેટમાંનાં ઝેરી તત્વોનો નાશ થાય છે.
ગાલપચોળિયાં ધતુરાનાં પાન વાટી ગરમ કરી સોજા ઉપર લેપ કરવાથીગાલપચોળિયાનો દુ:ખાવો અને સોજો મટે છે.
ગાંઠ
(૧) ડુંગળી ઉપર ભીનું કપડું વીંટી, કોલસામાં મૂકી, બફાઈ જાય એટલે બહાર કાઢી, છુંદી, તેમાં જરા હળદર નાખી બાંબલાઈ કે બદની ગાંઠ પર બાંધવાથી ગાંઠ વેરાઈ જાય છે અથવા જલદી ફૂટી જાય છે. (૨) પાલખનાં પાનને પીસી પોટીસ બનાવી અથવા તેનાં બી વાટી ખદખદાવી પોટીસ બનાવી અપકવ ગાંઠ પર બાંધવાથી ગાંઠ જલદી પાકી જાય છે અને તાવ આવતો હોય તો ઓછો થઈ જાય છે. (3) દર કલાકે એક મોટી ચમચી વરિયાળી ચાવી ચાવીને ખાવાથી અથવા વરિયાળી ચાવી ન શકાય તો વરિયાળીનો પાઉડર કે વરિયાળીનો ઉકાળો લેવાથી શરીરમાં થયેલી સામાન્ય ગાંઠ મટે છે.
ગાંડપણ
(૧) સીતાફળીના મૂળનું ચૂર્ણ ગાંડપણમાં અપાય છે. (૨) દરરોજ સવાર-સાંજ ૧૦૦ ગ્રામ જેટલું ગાયનું તાજું મૂત્ર ગાળીને પાવાથી ગાંડપણ મટે છે. પુખ્ત વયના દર્દીને અથવા દર્દના બળ મુજબ મૂત્રનું પ્રમાણ વધારી શકાય. (3) દર્દીમાં ગાંડપણ બહુ આક્રમક બની ગયું હોય અને સ્વજનોને ભારે તકલીફ રહેતી હોય તો દરરોજ આમલીનું શરબત દર ચારેક કલાકના અંતરે એકાદ ગ્લાસ પીવડાવવાથી અને આહારમાં આમલીનો ખાસ ઉપયોગ કરાવવાથી ગાંડપણ ઓછું થાય છે અને વિવેકબુદ્ધિ ખીલવા લાગે છે. (૪) બ્રાહ્મી, વજ, શંખાવલી, અશ્વગંધા અને માલકાંકણીના બીનું ચૂર્ણ સરખે ભાગે લઈ ૧-૧ ચમચી સવાર, બપોર, સાંજ ત્રણ વાર પાણી સાથે આપવાથી માનસિક બિમારી દૂર થાય છે.
ગૂમડા
(૧) ગૂમડા ઉપર રસવતીનો લેપ કરી પાટો બાંધી રાખવાથી ગૂમડું ફૂટી જાય છે. (૨) સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગમડું બેસી જાય છે. (૩) ઘઉંના લોટમા મીઠું અને હળદર નાખી પોટીસ બનાવી ગામડા પર બાંધવાથી ગમડું પાકીને ફૂટી જશે. (૪) બાફેલા કાંદામાં મીઠું નાખી પોટીસ બનાવી ગૂમડા પર બાંધવાથી ગૂમડું ફૂટી જશે. (પ) ધંતુરો અથવા આંકડાના પાનની પોટીસ બનાવી ગૂમડા પર બાધવાથી ગૂમડું પાકી જશે. (૬) લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ, ગુમડાં પાકીને ફૂટી જશે. (૭) હળદરની રાખ અને ચૂનો ભેગાં કરી બાંધવાથી ગૂમડું ફૂટી જશે. (૮) બાજરી બાફી પોટીસ બનાવી બાંધવાથી ગુમડાં સારાં થઈ જાય છે. (૯) કાંદાની કાતરી ઘી કે તેલમાં શેકી હળદર મેળવી પોટીસ કરી બાંધવાથી ગૂમડું પાકી જશે. ઘા પર બાંધવાથી દર્દ મટે છે. (૧૦) બોરડીનાં પાન વાટી ગરમ કરી પોટીસ બનાવી બાંધવાથી ગૂમડું પાકીને ફૂટી જશે. (૧૧) મરીનો બારીક પાઉડર કરી પાણી નાખી ઘૂંટીને મલમ જેવું બનાવવું. એને ગમડાં- ફોલ્લા પર ચોપડી રૂ મૂકી પાટી બાંધી દેવો. દરરોજ દિવસમાં એક વખત આ રીતે ગાઢી લેપ કરતા રહેવું. થોડા જ દિવસોમાં આશ્ચર્યજનક ફરક પડશે. (૧૨) સરગવાની છાલનો કવાથ પિવડાવવથી અને તેની છાલની પોટીસ બાંધવાથી લોહી વિખેરાઈને ગમડું મટી જાય છે અથવા જલદી પાકીને ફૂટી જાય છે. (૧૩) અંજીરની પોટીસ બનાવી ગૂમડાં પર બાંધવી. (૧૪) ગાજર બાફી પોટીસ બનાવી બાંધવાથી ગમડાં સારાં થાય છે. (૧૫) ધિલોડીનાં પાનનો રસ અથવા પાનની પોટીસ બનાવીને બાંધવાથી ગમડાની વેદના શાંત થાય છે અને ગૂમડાં પાકીને ફૂટી જાય છે. (૧૬) જામફળીના પાનની પોટીસ બનાવી બાંધવાથી ગામડાં મટે છે. (૧૮) દૂધીનો રસ કાઢી. થોડા મધ કે સાકર સાથે લેવાથી ગામડાં મટે છે. (૧૯) નારંગી ખાવાથી ગામડાં દૂર થાય છે. (૨૦) બાફેલી ડુંગળીમાં મીઠું મેળવી, પોટીસ કરી કાચા ગામડા પર બાંધવાથી ગામડાને પકવે છે અને રુઝવે છે. (૨૧) બોરડીનાં પાનને પીસી, ગરમ કરી, તેની પોટીસ બાંધવાથી અને વારંવાર તેને બદલતા રહેવાથી ગૂમડાં જલદી પાકીને ફૂટી જાય છે. (૨૨) રીંગણાંની પોટીસ ગડગમડ પર બાંધવાથી ગમડાં જલદી પાકી જાય છે. (૨૩) લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ, ગૂમડાં, બાંબલાઈ વગેરે પાકીને જલદી ફૂટે છે. (૨૪) તાદળજાના પાનની પોટીસ બનાવી ગડગમડ પર બાંધવાથી ગમડું પાકીને જલદી ફૂટી જાય છે. (૨૫) સીતાફળીનાં પાનની લુગદી બનાવી ગુમડા પર બાંધવાથી લાભ થાય છે. (૨૬) સીતાફળીનાં પાન, તમાકુ અને કોરો ચૂનો મધમાં મેળવી ગામડા પર બાંધવાથી ગમડું પાકી અંદરનું પરું નીકળી જઈ ઘાનું શોધન થાય છે. (૨૭) ઘઉના લોટની પોટીસ બનાવી બાંધવાથી ગૂમડું પાકે છે.
ગેસ
મરી તીખાં, તીક્ષણ અને અગિનને પ્રદિપ્ત કરનાર, કફ તથા વાયુને મટાડનાર,ગરમ, પિત્ત કરનાર અને રુક્ષ છે. તેમ જ શ્વાસ, શૂળ-પીડા અને કૃમિને મટાડે છે. (૧) કાળાં મરી, ચિત્રક અને સંચળ સમાન વજને લઈ બારીક વસ્ત્રગાળ ચણ કરવું. એને મરીચાદિ ચૂર્ણ કહે છે. ૧/૨ થી ૧ ચમચી જેટલું અ:ા ચૂર્ણ તાજી, મોળી છાસ સાથે સવાર-સાંજ લેવાથી ગેસ, અ:ાફરો, અપચો, મંદાગિન, પચ્યા વગરના ઝાડા, ઉદરરોગ, મસા, કબજિયાત વગેરે મટે છે. (૨) રાત્રે સુતી વખતે અજમા સાથે ચપટી મીઠું મેળવીને ખાવાથી ગેસની તકલીફવાળી વ્યક્તિને લાભ થાય છે. (3) લીંબુ વાયુનાશક છે. (૪) મૂળાના રસમાં લીંબુનો રસ મેળવી પીવાથી ભોજન પછી પેટમાં થતો દુ:ખાવો કે ગેસ મટે છે. (પ) આદુનો ૧૦ ગ્રામ રસ અને લીંબુના ૧૦ ગ્રામ રસમાં ૧.૫ ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી ગેસ અને ઓડકાર મટે છે. (૬) સંચળ, સિંધવ, મરી અને સંઠનો ભૂકો મધમાં મેળવી પીવાથી ગેસ થતો નથી. (૭) બે લીંબુના ચાર ભાગ કરી એક પર મરીનું બીજા પર સિંધવનું, ત્રીજા પર ડીકામારીનું અને ચોથા પર સંચળના ચૂર્ણની ઢગલી કરી, અનેિ પર ગરમ કરી વારાફરતી રોજ સવારે ગરમ ગરમ ચૂસવાથી ગેસની ફરિયાદ દૂર થાય છે. (૮) દિવેલમાં સાંતળેલી હરડેના ટૂકડા જમ્યા પછી સોપારીની જેમ મોંમાં રાખી ચૂસવાથી ગેસની તકલીફ ઓછી થાય છે. (૯) ભોજન પહેલાં લીંબુની ફાડ કરી બે ગ્રામ સંચળ ભભરાવી ચૂસી જવું. ધી, તેલ, મીઠાઈ બંધ કરવાં, સવાર-સાંજ એક એક કલાક ચાલવા જવું. એનાથી વાયુ ઉપર ચઢી છાતીની ડાબી બાજુ દબાણ કરતો હોય, ખાવા પર રુચિ થતી ન હોય, ભૂખ બરાબર લાગતી ન હોય અને પાચન બરાબર થતું ન હોય તેમાં ફાયદો થાય છે.
ગેસ ટ્રબલ ૧૦-૧૨ મરીનું બારીક ચૂરણ પાણી સાથે ફાકી ઉપરથી એકાદ ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુ નીચોવી પીવાથી પેટમાં ગેસ થવાની ફરિયાદ મટે છે.
ગોળો (૧) અજમો, સિંધવ અને હિંગ વાટી ફાકી મારવાથી ગોળો મટે છે. (૨) દારૂમાં ખરલ કરી સૂકવેલી 0.3 ગ્રામ હિંગ માખણ સાથે લેવાથી ગોળો મટે છે.
ગ્રહણી તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવી લેવાથી ગ્રહણીમાંફાયદો થાય છે.
ધSપણ આમળાં અને કાળા તલ સરખે ભાગે લઈ, બારીક ચૂર્ણ કરી ધી કેમધમાં ચાટવાથી ઘડપણ દૂર થાય છે.
ધા - ચાંદાં (૧) કાયમ પર ઝરતું હોય તેવા ઘા પર જૂના ઘીનો લેપ કરવાથી રુઝ આવે છે. (૨) તરતના થયેલા ઘા પર કે રુઝ ન આવતી હોય તેવા ઘા પર પીસેલા તલમાં મધ અને ઘી મેળવી ચોપડવાથી બીજાં ઔષધો કરતાં જલદી ફાયદો થાય છે. (3) ગાજર બાફી પોટીસ બનાવી બાંધવાથી ગમે તેવો ખરાબ ઘા પણ સારો થાય છે. (૪) કાચા ગાજરને કચરી, આાટામાં મેળવીને બાંધવાથી ફોડલા તથા બળતરાવાળા ઘા મટે છે. (પ) ગુવારનાં પાનનો રસ ઘા પર ચોપડવાથી ઘા પાકતો નથી. (9) ઘા રુઝવવા, ઘાનો પાક રોકવા વડની છાલના ઉકાળાથી ઘા ધોવો. પછી તેમાં વડની છાલનું ચૂર્ણ ભરી પાટી બાંધવો. ઘામાં જીવાત પડી હોય તો વડના દૂધને ઘામાં ભરી પાટી બાંધવો. દિવસમાં બે-ત્રણ વાર આ રીતે ઘા ધોઈને વડનું દૂધ ભરવું, (૭) સૂકા નાળિયેરના કોપરાને ખાંડી તેનો ભૂકો કરવો અને સૂકવવો. તેમાં આમલીના કચૂકાની છાલની ૧/૨ ગ્રામ ભૂકી મેળવી ખૂબ મસળવાથી તેમાંથી તેલ નીકળશે. એ તેલ ચોપડવાથી વાગેલા અંગમાંનું લોહી સાફ થાય છે અને જખમ રુઝાય છે. (૮) ત્રાસદાયક ઘા પર ધિલોડીના પાનનો રસ ચોપડવો. (૯) પરું ઝરતા ઘા પર મસૂરની દાળ વાટી ચોપડવાથી ફાયદો થાય છે. (૧૦) મેથીના દાણા અથવા તેનાં પાનને બારીક વાટીને લેપ કરવાથી વ્રણનો દાહ તથા સોજો મટે છે. (૧૧) લસણની કળી વાટી લેપ કરવાથી પાકેલા ઘામાં પડેલા કીડા મરી જાય છે. (૧૨) હળદરને વાગેલા ઘા પર દબાવી દેવાથી લોહી નીકળતું બંધ થાય છે. (૧૩) હળદરને તેલમાં કકડાવી તે તેલ જલદી ન રુઝાતા અને વારંવાર ભરાતા ઘા પર ચોપડવાથી ધા જલદી રુઝાઈ જાય છે. (૧૪) ઉમરાના પાનની લુગદી ગમે તેવા તાજા ઘા પર બાંધવાથી તે જલદી રુઝાય છે. (૧૫) પાકાં સીતાફળની છાલથી ઘા રુઝાય છે. (૧૬) સીતાફળીનાં પાન ખાંડી ચટણી બનાવી, સિંધવ મેળવી ઘા પર પોટીસ બાંધવાથી ઘામાં પડેલા કીડા મરી જાય છે. (૧૭) સીતાફળીનાં પાન, તમાકુ અને કોરો ચૂનો મધમાં મેળવી ઘા પર બાંધવાથી ઘામાં પડેલા કીડા મરી જાય છે. (૧૮) ઊંડા ઘા પડયા હોય, કેમે કરી રુઝાતા ન હોય, તેમાંથી પરુ નીકળતું હોય તો ધારાને સાફ કરી વડનાં કૂણાં પાન લસોટી ખૂબ ઝીણી બનાવેલી ચટણી ધારામાં ભરી પાટી બાંધવો. (૧૯) ઘા રુઝવવા વડ કે પીપળાની છાલના ઉકાળાથી તેને ધોવા. (રO) ઘામાં કીડા પડયા હોય તો ઘામાંથી કીડા કાઢી, લીમડાના પાનના ઉકાળાથી ઘા ધોઈ, રાઈના ચૂર્ણમાં થોડું ઘી મેળવી પાટી બાંધવાથી ઘા થોડા દિવસમાં જ ભરાઈને મટી જાય છે. આ ઉપાયથી નવા કીડા પણ થતા નથી. (૨૧) તમાકુની ધૂણી ઘા કે ચાંદા પર આપવાથી ઘામાં પડેલા કીડા મરી જાય છે. (૨૨) રાઈના લોટને ઘી-મધમાં મેળવી લેપ કરવાથી ઘામાં પડેલા કીડા મરી જઈ બહાર નીકળે છે. (૨૩) હિંગ અને લીમડાનાં પાન વાટી લેપ કરવાથી ઘામાં પડેલા કીડા મરી જાય છે. (૨૪) ચાંદાં પાકી તેમાં જીવાત પડી હોય તો ઘા સાફ કરી વડનું દૂધ દિવસમાં ત્રણ-ચાર વાર ભરવું. (૨૫) પીસેલા તલમાં ધી અને મધ મેળવી ઘા પર મૂકી પાટી બાંધવાથી જલદી રૂઝ આવે છે. (૨૬) ગાજર બાફી પોટીસ બનાવી બાંધવાથી જખમ સારો થાય છે. (૨૭) લસણની કળીઓ વાટી રસ કાઢી ત્રણ દિવસ ચોળવાથી શરીરમાંની ગરમીને લીધે શરીર પર ફેલાયેલાં લાલ ચાંદાં મટે છે. (૨૮) ઘામાંથી લોહી નીકળતું હોય તો મીઠાના પાણીમાં ભીંજવેલો પાટી બાંધવાથી ઘા પાકતો નથી અને જલદી રૂઝ આવે છે. (૨૯) પાણીમાં ખાંડ ઓગાળી દિવસમાં ચાર વાર ઘા પર લગાડવાથી ઘાની આસપાસ રહેલો ભેજ ખાંડ શોષી લેતી હોવાથી અને ખાંડનું પડ ઘા પર રચાતાં એમાં જતુ પ્રવેશી શકતાં નથી. આથી ઘા રુઝાઈ જાય છે. બીજા દિવસે ગરમ પાણીથી ઘાને સાફ કરવાથી ખાંડનું પડ નીકળી જાય છે, તેની સાથે કચરો પણ નીકળી જાય છે. (30) શરીરના કોઈ પણ ભાગ પર કોઈ પણ પ્રકારનો જખમ થયો હોય તો ત્યાં સ્વમૂત્ર સતત લગાડતા રહેવાથી ઘા ઘણો જલદી મટી જાય છે. આ કોઈ ચમત્કાર કે અજાણી દવા નથી, પરંતુ ભારતની પ્રાચીન ગ્રામ્ય પ્રજાએ શોધી કાઢેલી સરળ અને સુલભ પદ્ધતિ છે જે અનુભવની એરણ પર સો ટકા સાચી ઉતરતી આવેલી છે, અને કોઈપણ આડઅસરથી મુક્ત છે. (ડૉ. કૌશિકકુમાર દિક્ષિત) (૩૧) ઝડપથી ઘા મટાડવા માટે એન્ટીબાયોટિક મલમ વાપરી શકાય. (૩૨) લીમડાનાં કૃણાં પાન ઝીણા વાટી ચટણી જેવું બનાવી ઘા પર બાંધી દેવાથી ઘા રુઝાઈ જાય છે. (33) હરડેનો ભૂકો દબાવવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે. (૩૪) ગ્રગળનું પાણી કરી ભરનીંગળમાં ભરવાથી ગમે તેવો નહિ રુઝાતો ઘા રુઝાઈ જાય છે. (૩૫) ઘા રુઝાયા બાદ જે નિશાન રહી જાય છે તે કાળાશ પડતું કે સફેદ હોય છે. કાળાશ પડતા નિશાન પર સવાર-સાંજ ધી ચોપડતા રહેવાથી ઘાનું નિશાન મટી જાય છે.
ઘૂંટણદર્દ (૧) હાથ, પગ કે અન્ય સાંધા દુ:ખતા હોય તો દરરોજ રાત્ર સૂતાં પહેલાં ગરમ કે ઠંડા પાણીથી હાથ-પગ ધોઈને સૂવાથી એકાદ અઠવાડિયામાં જ દુ:ખાવો જતો રહે છે. (૨) સવારે ભૂખ્યા પેટે ચાર અખરોટ ખાવાથી ઘૂંટણનો દુ:ખાવો દૂર થાય છે. (3) દરરોજ લીલાં શાકભાજી રાંધીને ખાવાથી આર્થરાઈટીસનું જોખમ ઘટે છે. શાક રાંધવાથી તેના કોષો તૂટી જઈ પૌષ્ટિક તત્વોનું શરીરમાં ઝડપથી શોષણ થાય છે.
ચક્કર અને ઊલટી વિમાન, ગાડી કે મોટરબસની મુસાફરીમાં ચક્કર આવે કે ઊલટી થવા માંડે ત્યારે મોંમાં લવિંગ રાખી તેનો રસ ચૂસવાથી ચક્કર અને ઊલટી મટે છે.
ચક્કર આવવાં - (૧) મરીનું ચૂર્ણ સાકર અને ધી સાથે લેવાથી માથાની ચકરી,ભ્રમ વગેરે મટે છે. (૨) લીંબુના રસમાં મધ અને પાણી મેળવી પીવાથી ચક્કર આવતાં બંધ થાય છે. ચક્કર આવવાની ફરિયાદમાં સૂકી દ્રાક્ષ (મુનક્કા) ૨૦-૨૫ ગ્રામ લઈ જરૂરી પ્રમાણમાં ચોખા ધીમાં સાંતળી સ્વાદ લઈને બબ્બ ચાર ચાર કરી એકી બેઠકે ખાઈ લેવી. દરરોજ સવાર સાંજ આ રીતે નિયમિત કરવાથી માનસિકશારીરિક રીતે સ્વસ્થતા અનુભવાય છે. (3) લીંબુના રસમાં મધ અને પાણી મેળવી પીવાથી ચક્કર આવતાં બંધ થાય છે. (૪) પીપળાનાં પાન કે છાલનો ઉકાળો પીવાથી ચક્કર આવવાની ફરિયાદ મટે છે. (પ) ઘઉંની ગોળવાળી પાતળી રાબ કરી સહેજ ગંઠોડાનો ભૂકો નાખી પીવાથી ચક્કર આવવાં મટે છે. (૬) રોજ સવારે નરણા કોઠે આખું મરી ગળી જવાથી ચક્કર આવતાં મટે છે.
ચશ્માંના નંબર ઊતારવા ૬ થી ૮ માસ સુધી નિયમિત જલનેતી કરવાથી અને પગના તળિયે અને કાનપટ્ટી પર ગાયનું ઘી ઘસવાથી ચશમાના નંબર ઘટી શકે.
ચહેરો
ચેહરા પરના ડાઘ (૧) સફેદ મૂળાને ખમણી તેમાં બે ચમચી લીંબુનો રસતથા ટામેટાનો રસ મેળવી તે પેસ્ટ ચહેરા પર 30 મિનિટ રહેવા દઈ સાફ કરી નાખવાથી ચહેરા પરના ડાઘા દૂર થાય છે. (૨) કેળાનો ગર્ભ દૂધમાં છૂદી રબડી જેવું પ્રવાહી તૈયાર કરી ચહેરા પર લગાવી ર૦ મિનિટ રહેવા દઈ ઠંડા પાણીથી ધોઈ નાખવાથી ચહેરો ચમકી ઊઠે છે. ચેહરા પરનું કરચલીઓ (૧) ચહેરાની કરચલીઓ વૃદ્ધત્વની નિશાની હોઈ સહુ કોઈ તે દૂર કરવા માગે છે. લીંબુના રસમાં દરિયાઈ ફીણ જરૂરી પ્રમાણમાં સાંજ પહેલાં પલાળી રાખવું. રાતે સુતી વખતે આખા ચહેરા પર બરાબર લગાડીને સૂઈ જવું. બીજે દિવસે સવારે ચોખા પાણીથી ધોઈ લેવું. થોડા જ દિવસોમાં કરચલીઓ દૂર થવા લાગે છે અને ચહેરો ચુસ્ત બનવા લાગે છે. પ્રયોગ નિયમિત જાળવી રાખવો. (૨) ચહેરા પર કરચલી જીવન ભર સવાર-સાંજ એક એક લીંબુ પાણીમાં નિચોવી પીતા રહેવાથી અકાળે કરચલીઓ પડતી નથી.
ચામડી- બરછટ (૧) ઓલિવ ઑઈલમાં મીઠું અને કોર્ન ફલાઅર મેળવી મલમ ધોવાથી બરછટ થયેલી હાથની ચામડી મુલાયમ થઈ જાય છે. (૨) એક ચમચી ઘઉંના લોટમાં ચપટી હળદર તથા થોડો લીંબુનો રસ ભેળવી પગના પંજા પર રગડવાથી ચામડી મુલાયમ થાય છે. ચામડીના રોગ (૧) વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ચામડીના રોગો મટે છે. (૨) જે જગ્યાએ ત્વચા વિકારગ્રસ્ત લાગતી હોય ત્યાં જરા જરા દિવેલ દરરોજ દિવસમાં ત્રણ વખત ઘસતા રહેવું સામાન્ય ખંજવાળ, અળાઈ અને સોરાઈસીસ કે એક્ઝિમા જેવા રોગો પણ દિવેલના વ્યવસ્થિત પ્રયોગથી કાબુમાં અ:ાવી જાય છે. (3) તત્વચા સંબંધી રોગમાં ગાજરનો રસ દૂધમાં મેળવી લેવો. ગાજરના રસ અને દૂધનું પ્રમાણ અવસ્થા તથા તકલીફના પ્રકાર પર આધાર રાખે છે. (૪) ખંજવાળ, દરાજ, અળાઈ, એલજી, સોરાયસીસ જેવા દારૂણ રોગોમાં પણ કોબીજનાં પાન અસરગ્રસ્ત ચામડી પર લપેટી રાખી મૂકો કે પાટો બાંધી રાખો તો એ અચૂક મટી જાય છે. (પ) કાચા પપૈયાનું દૂધ ચોપડવાથી ચામડીના રોગો નાશ પામે છે. (૬) રોજ સવારે ૨૦-૨૦ ગ્રામ મધ ઠંડા પાણીમાં મેળવી ચાર-પાંચ માસ પીવાથી દાહ, ખંજવાળ અને ફોલ્લી જેવા ચામડીના રોગો મટે છે. (૭) તાંદળજાની ભાજી ખાવાથી ચામડીના વિકારો મટે છે. (૮) નારંગી ખાવાથી ચામડીનાં દર્દી દૂર થાય છે. (૯) કારેલીનાં પાન વાટી તેની માલીશ કરવાથી જીર્ણ ત્વચારોગમાં ફાયદો થાય છે. (૧૦) તમામ પ્રકારના ત્વચા રોગોમાં ગરમાળાનાં પંચાંગ અધકચરાં ખાંડી બે ચમચી ભૂકો બે ગ્લાસ પાણીમાં એક ગલાસ બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી, ઠંડુ પાડી ગાળીને પીવું. ખાટી ચીજો (લીંબુ, આમલી, ટામેટાં વગેરે) બંધ કરવી. (૧૧) તેલમાં લાલ આખું કે દળેલું મરચું બાળવું એ તેલ શીશીમાં સંઘરી રાખવું. ત્વચા રોગમાં દરરોજ ચારેક કલાકને અંતરે લગાડી સહેજ ઘસતા રહેવું પ્રયોગ નિયમિત એકાદ મહિનો કરવો જોઈએ. એની કશી જ આડઅસરો નથી. (૧૨) કોલીફલાવરમાં ગંધકનું પ્રમાણ સારું હોવાથી કોઈ પણ જેવું બનાવી હાથ પર લગાડી રાખવું. સૂકાયા પછી પાણીમાં ગુલાબજળ નાખી હાથ પ્રકારના ત્વચારોગમાં દરરોજ એનું શાક ખાવાથી એ જલદી મટી જાય છે. (૧૩) દરાજ, ખંજવાળ, સોરાયસીસ, અળાઈ જેવા ત્વચાના તમામ નાના-મોટા રોગોમાં તલના તેલમાં હળદર મેળવી માલિશ કરતા રહેવાથી અને થોડું ચોપડી રાખવાથી મોટી રાહત થાય છે. (૧૪) તત્વચારોગમાં ખાંડ-ગોળ, બધી જ જાતનાં ફળ, ઠંડાં પીણાં, ઠંડી વાનગી, સાબુ અને સિન્થટિક કાપડ, તલ, શીંગદાણા, દહીં, ભીંડા, સક્કરિયાં વગેરે બંધ કરવું. મીઠું ઓછું કરી નાખવું. મેથી, પાલખ, તુવેરની દાળ, હળદર ઘણાં સારાં જે દરરોજ લઈ શકાય. (૧૫) ધીમાં મરી વાટી લેપ બનાવી એક ચમચી જેટલું ચાટી જવાથી અને થોડું ચામડી પર પડેલાં લાલ ચકામા પર સવાર-સાંજ નિયમિત ચોપડવાથી લાલ ચકામા મટે છે. (૧૬) ગરમીમાં અળાઈ, ખંજવાળ કે ચામડી લાલ થઈ જવા જેવા ત્વચારોગોમાં ગોખરુનો તાજો ઉકાળો હૂંફાળો કે ઠંડી ૧-૧ કપ ત્રણ-ચાર વખત પીતા રહેવાથી લાભ થાય છે. (૧૭) તલનું તેલ બરાબર ગરમ કરી, તેમાં ૧/૬ ભાગ વજન જેટલું કપુરનું ચૂર્ણ નાખી માલિશ કરવાથી ખંજવાળ તથા ચામડીના સામાન્ય રોગો મટે છે. શરીરના દુખતા ભાગ પર કે શરીર જકડાઈ જવાની ફરિયાદમાં પણ આ તેલ લાભદાયી છે. શુષ્ક ચામડી (૧) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી શરીર પર માલીશ કરવાથી ચામડીની શુષ્કતા મટે છે. (૨) સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનામાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતાં લાલ લાલ ચાંઠાં, ચામડીની શુષ્કતા વગેરે મટે છે. (૩) બેસન સાથે દહીં મેળવી ચોળવાથી શુષ્ક ચામડી સુંવાળી બને છે. (૪) એક ડોલ ગરમ કે ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી સ્નાન કરવાથી ચામડી મુલાયમ થાય છે. ચામડી પર ડાઘ લીંબુની છાલ લીંબુના રસમાં પીસી, પોટીસ બનાવી, ગરમ કરીને બાંધવાથી અથવા લીંબુનો રસ મસળતા રહેવાથી થોડા જ દિવસમાં પરું, કૃમિ કીટાણું વગેરેના સ્પર્શથી ચામડી પર પડેલા ડાઘા (જે ચારે તરફ ફેલાય છે અને ખુજલી આવે છે) મટે છે. ચામડી ફોડલીઓ (૧) સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતી નાની નાની ફોડલીઓ મટે છે. (૨) અળાઈ થતી હોય તો દહીં કે લીંબુનો રસ લગાડી થોડી વાર પછી ધોઈ નાખવાથી ફાયદો થાય છે. (૩) દૂધ કે દૂધમાંથી બનાવેલું ક્રીમ ચામડી પર લગાડવાથી એને પોષણ મળે છે. (૪) તેલમાલિશ કર્યા પછી હળદર ઘસવાથી ચામડીનો રંગ ઉઘડે છે. ચામડીનું સૌદર્ય (૧) તલના તેલમાં ઘઉંનો લોટ અને હળદર મેળવી લગાવવાથી ચહેરો ચમકી ઊઠે છે અને ચામડી મુલાયમ બને છે. (૨) ચામડી તેલવાળી હોય તો સફરજનનો માવો બનાવી ચામડી પર પંદરેક મિનિટ રાખી હૂંફાળા પાણીથી ધોઈ નાખવાથી વધારાનું તેલ દૂર થાય છે અને ચામડી આકર્ષક લાગે છે. (3) ચહેરા પર ફિક્કાશ હોય તો તલના તેલમાં ચણાનો લોટ મેળવી લગાડી સ્નાન કરવાથી ચહેરા પર એકદમ રોનક આવી જાય છે. (૪) તાજા દૂધમાં બદામ વાટી ચહેરા પર લગાવવાથી ચામડી સુંદર બને છે અને ચહેરા પર નિખાર આવે છે. (પ) મધમાં લીંબુનો રસ ભેળવી ચામડી પર લગાવવાથી ચામડીનો રંગ એકદમ ખીલી ઊઠે છે. (ઉ) હળદરમાં થોડું માખણ લગાડી ચામડી પર ઘસવાથી ચામડી મુલાયમ અને સુંદર બને છે. (૭) ચણાનો લોટ, હળદરની ગાંઠ, બદામનું તેલ અને સુખડના લાકડાને ઘસીને ચહેરા પર લગાવી મોટું ધોવાથી ચામડી સુંવાળી અને ગોરી બને છે. (૮) ચાર ચમચી ચણાનો લોટ, મધ અને મલાઈ ભેગાં કરી ચહેરા પર માલિશ કરવાથી ચહેરા પર એક અનેરી રોનક આવે છે. (૯) લીંબુનો રસ અને દૂધ ભેગાં કરી ચામડી પર લગાવવાથી ચહેરા પર અનેરી રોનક આવે છે. (૧૦) લીંબુ, પાકા ટામેટાનો રસ અને ગ્લિસરીન સરખા પ્રમાણમાં ભેગાં કરી ચામડી પર માલિશ કરવાથી ચામડી કોમળ અને સુંવાળી બને છે. (૧૧) નાહવાના પાણીમાં લીંબુ નીચોવી નાહવાથી ચામડી સ્વચ્છ બને છે. (૧૨) થોડા દૂધમાં ચારોળી પલાળી ખૂબ બારીક વાટી રાતે સૂતી વખતે મોં પર લગાવી સવારે સાબુથી મોં ધોઈ નાખવાથી ચામડી ખીલી ઊઠે છે. (૧૩) રોજ નહાતાં પહેલાં જેતુનના તેલ(ઓલિવ ઑઈલ)ની માલિશ કરવાથી ચામડી શુષ્ક રહેતી નથી, હંમેશાં ચમકીલી રહે છે. (૧૪) શિયાળામાં ચામડીની પોપડી ઊતરવા લાગે તો વિટામીન ‘એ’યુક્ત ફળો અને શાકભાજી વધુ ખાવાં. (૧૫) ચામડી ઢીલી પડવા લાગે કે ચહેરા પરની કરચલીઓ વધવા લાગે તો ઈંડાની જરદીમાં એક ચમચી મંદિી ભેળવી ચહેરા પર લેપ કરી સૂકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાખો. અઠવાડિયામાં આ પ્રમાણે એકાદ વાર કરવાથી ફાયદો થાય છે. (૧૬) બે મોટા ચમચા ચણાનો લોટ અને થોડી હળદર દહીં સાથે મેળવી પેસ્ટ જેવું બનાવી ચહેરા ઉપર તથા હાથપગ પર લગાડો. થોડી વાર એના પડને સૂકાવા દો. પછી ઉખેડી નાખી ઠંડા પાણીથી ધોઈ નાખો. આથી ચામડી સુંવાળી બનશે અને નીખરી ઊઠશે. પાકી ગયેલા કોઈ પણ ફળને ચહેરા પર લગાવી રાખી પછીથી ચહેરો ધોઈ નાખો. એથી ચામડી નરમ અને સુંવાળી રહેશે. (૧૭) ચણાનો લોટ, આમળાનું ચૂર્ણ, કપુર કાચલીનો ભૂકો, સુખડનું ચૂર્ણ તથા હળદર ભેગાં કરી તેમાં દૂધ નાખી સ્નાન કરતાં પહેલાં ઘસી ઘસીને શરીરે ચોળી સૂકાવા દેવું. પછી ગરમ પાણીએ નાહવાથી ચામડી સુંવાળી બને છે. (૧૮) અંદનનું ચૂરણ, હળદર અને જવનો લોટ સમાન ભાગે લઈ દૂધમાં મેળવી આખા શરીરે પાતળો લેપ કરી સૂકાઈ ગયા બાદ હૂંફાળા પાણીથી ધોઈ લેવાથી અને ત્યારબાદ કોપરેલનું માલીશ કરવાથી શરીરની ચામડી ગોરી થાય છે. ચામડી ફાટવી દરરોજ સવારે અને રાત્રે સ્નાન કરતાં અગાઉ દશેક મિનિટ સુધી સરસવના તેલનું બરાબર માલીશ કરવાથી શિયાળામાં શરીરના વિવિધ ભાગો પર ચામડી ફાટવાની ફરિયાદ મટે છે. ચામડી પરના મસI મોરની બીટ(અઘાર) સરકા(વિનેગર)માં ઘસીને ચામડીના જે ભાગમાં મસા થયા હોય તેના પર દિવસમાં બેચાર વાર લગાડવાથી તથા ચારેક કલાક રહેવા દેવાથી તેમ જ રાતે સૂતી વેળા લગાડી આખી રાત રહેવા દેવાથી ચામડી પરના મસા મટે છે.
ચેપી રોગો ચેપી રોગો થવાનું મુખ્ય કારણ રોગપ્રતિકારક શક્તિની ઊણપ હોય છે. સંતરાનું પ્રચુર માત્રામાં સેવન કરવા ઉપરાંત સંતરાના છોડાનો પાઉડર આખા શરીરે ઘસીને રાતે સૂઈ જવાથી ચેપી રોગો સામે રક્ષણ મળે છે. દરરોજ સંતરાનો એક કપ જેટલો રસ પીવાથી કોઈ પણ પ્રકારનો ચેપ લાગતો નથી.
છાતીમાં શૂળ ૧૦-૧૦ ગ્રામ દ્રાક્ષ અને ધમાસાનો ઉકાળો પીવાથી છાતીમાં શૂળ થઈ ઉધરસમાં લોહી પડતું હોય તો મટે છે.
જળોદર (૧) એક ગલાસ પાણીમાં એક મોટો ચમચો સરકો મેળવી દિવસમાં આઠ-દશ વખત પીવાથી જળોદર મટે છે. એની કોઈ આડઅસર નથી. (૨) બીલીપત્રના તાજા રસમાં એક નાની ચમચી પીપરનું ચૂર્ણ નાખી દરરોજ દિવસમાં બે વખત પીવાથી જળોદર મટે છે. (૩) ડુંગળી સમારીને સરકામાં આખો દિવસ ડુબાવી રાખી દરરોજ દરરોજ ચારેક જેતલી ખાવાથી જળોદર તથા તત્સબંધી અનેક તકલીફો આપમેળે મટવા લાગે છે. તબીબી સારવાર સાથે પણ આ ઉપાય અજમાવી શકાય. (૪) હરડેનું ચૂર્ણ લેવાથી પાતળી મળપ્રવૃત્તિ થઈ જલોદરમાં પેટનું પાણી ઘટે છે.
જિહાસ્તંભ તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવી લેવાથી જિહાસ્તભમાં ફાયદો થાય છે.
જીભના ચીરા ધિલોડાં ચાવીને તેનો રસ થોડા સમય સુધી મોંમાં રાખવાથી જીભ ફાટી હોય તો ફાયદો થાય છે.
જીર્ણ જ્વર (૧) ફુદીનો જીર્ણ જ્વર અને એને લીધે થતી અશક્તિની રામબાણ દવા છે. ફુદીનાનાં ૪-૫ પાન કાચાં ખાવાં અને પાણીમાં એનો ઉકાળો સહેજ સાકર નાખી પીવો. (૨) ખારેક, સૂંઠ, દ્રાક્ષ, સાકર અને ધી દૂધમાં નાખી લિક્વિડાઈઝરથી મિક્ષ કરી પીવાથી જીર્ણજવરમાં ફાયદો થાય છે. (3) ગાયના દૂધમાં ઘી, સૂંઠ અને કાળી દ્રાક્ષ નાખી ઉકાળીને પીવાથી જીર્ણજવર મટે છે. (૪) ગાયના દૂધમાં જીરું સીઝવી, તેનું ચૂર્ણ કરી સાકર સાથે ખાવાથી જીર્ણજવર મટે છે અને શક્તિ આવે છે. (પ) જીરાની પ ગ્રામ ભૂકી જૂના ગોળમાં મેળવી સવારે અથવા રાત્રે ૨૧ દિવસ સુધી ખાવાથી જીર્ણ જવર મટે છે. (૬) એક કપ પાણી ઉકાળી તેમાં ૨ થી 3 ગ્રામ કરિયાતુ અને ૧ ગ્રામ સંઠનું ચૂર્ણ નાખી ઢાંકી દેવું એકાદ કલાક પછી ઝીણા કપડાથી ગાળી સવાર સાંજ તાજું બનાવીને પી જવું. પંદર વીસ દિવસ પીવાથી શરીરની માંસ, રક્ત, મેદાદિ ધાતુઓમાં પ્રવેશેલ જીર્ણજવર મટે છે. તાવમાં હંમેશાં પિત્તનો પ્રકોપ હોય છે. કરિયાતુ પિત્તના પ્રકોપને શાંત કરે છે. જીર્ણ વિષમ જ્યવરમાં જ્યારે તાવ શરીરની અંદર જ ગુપ્તાવસ્થામાં હોય અને અપચો તથા શરીરમાં બળતરા-દાહ રહેતી હોય ત્યારે કરિયાતાથી ઘણો ફાયદો થાય છે. (૭) જીર્ણજવરમાં દ્રાક્ષ લાભદાયક છે. (૮) ઝીણો તાવ રહ્યા કરે, થર્મોમીટર પર તાવ જોવા ન મળે, પરંતુ અંદરથી તાવ જેવું લાગ્યા કરે અને બેચેની અનુભવાયા કરે તો દરરોજ જે ચાય પીવામાં આવે છે તેવી ચાય બનાવવી પરંતુ તેમાં ખાંડને બદલે મીઠું નાખવું અને દૂધ નાખવું નહિ. આવી ગરમ નમકીન ચાય દિવસમાં ચારેક વખત(દર ચારેક કલાકના અંતરે) પીવાથી જીર્ણજવર મટે છે. (૯) દિવસમાં ત્રણ-ચાર વાર કાચી વરિયાળી ૧-૧ ચમચો ખાવાથી અને ઉપર એક ગલાસ લીંબુનું શરબત ધીમે ધીમે પીવાથી જીર્ણજવર મટે છે. (૧૦) ખજૂર, સૂંઠ, સાકર અને ધી પ્રમાણસર દૂધમાં ખૂબ ઉકાળી દિવસમાં બે-ચાર વખત પીવાથી જીર્ણજવર મટે છે. (૧૨) એક ચમચો અજમો ચાવ્યા વિના પાણી સાથે ગળવાથી-ફાકવાથી જીર્ણજવર-ઝીણો તાવ રહ્યા કરતો હોય તો તે મટે છે. પ્રયોગ દિવસમાં દર ચારેક કલાકના અંતરે કરવો.
જીવ ડહોળાવો એલચીદાણા વાટી ફાકવાથી કે મધમાં ચાટી જવાથી જીવ ડહોળાતો હોય કે ઊલટી જેવું થતું હોય તો તે મટે છે.
જૂ
(૧) ડુંગળીનો રસ માથામાં ભરવાથી જૂ મરી જાય છે. (૨) તમાકુ પાણીમાં મેળવીતે પાણી માથે ચોપડી ઉપર પાટી બાંધી પાંચ-છ કલાક રાખી અરીઠાથી માથું ધોવાથી જૂ અને લીખો મરી જાય છે. (3) સીતાફળનાં બીનું ચૂર્ણ માથાના વાળમાં ભરવાથી જૂ પડી હોય તો મરી જાય છે.
ઝાડા
(૧) મધમાં આંબાની ગોટલી ર-3 ગ્રામ લેવાથી ઝાડા મટે છે. (૨) આંબાની ગોટલી દહીંમાં વાટી લેવાથી કાચા ઝાડા મટે છે. (3) આંબાનાં કુમળાં પાન અને કોઠાના ફળને પીસી ચોખાના ઓસામણ સાથે લેવાથી પાકેલો અતિસાર મટે છે. (૪) આંબાની ગોટલી છાસ અથવા ચોખાના ઓસામણમાં વાટીને આપવાથી રક્તાતિસાર મટે છે. (પ) આંબાના પાનનો સ્વરસ રO ગ્રામ, મધ ૧૦ ગ્રામ, ધી પ ગ્રામ અને દૂધ ૧૦ ગ્રામ મેળવી પીવાથી રક્તાતિસાર મટે છે. (૬) આંબાનાં પાન, જાંબુનાં પાન અને આમલીનાં પાન સરખે ભાગે લઈ, ખાંડીને સ્વરસ કાઢી, તેમાં તેટલું જ બકરીનું દૂધ મેળવી, થોડું મધ મેળવી પીવાથી રક્તાતિસાર મટે છે. (૭) આંબાની અંતરછાલનો ઉકાળો દિવસમાં ત્રણ વાર આપવાથી રક્તાતિસાર મટે છે. (૮) આંબાની અંતરછાલ ૨૦-૪૦ ગ્રામ અધકચરી કરી, અષ્ટમાંશ ઉકાળો કરી મધ મેળવી પીવાથી અતિસાર અને મરડો મટે છે. (૯) આદુના તાજા રસનાં પાંચ-સાત ટીપાં નાભિમાં દિવસમાં ચારેક વખત ભરવાથી ઝાડા મટે છે. દુ:સાધ્ય અતિસાર પણ મટે છે. (૧૦) ખજુરનો ઠળિયો બાળી કોલસો કરી બબ્બ ગ્રામ રાખ દિવસમાં બેત્રણ વાર ઠંડા પાણીમાં લેવાથી ઝાડા બંધ થાય છે. અથવા ખજુરના ઠળિયાનો પાઉડર ૧-૧ નાની ચમચી દિવસમાં ચારેક વખત પાણી સાથે લેવાથી ઝાડા મટે છે. (૧૧) ૧૦ ગ્રામ જેટલાં આમલીનાં કુમળાં પાનને ચોખાના ઓસામણમાં વાટી પીવડાવવાથી અતિસાર(ઝાડા) મટે છે. (૧૨) એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાં સિંધવ અને ખાંડ મેળવી પીવાથી પિત્તજન્ય અતિસાર મટે છે. (૧૩) લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને લેવાથી અપચાજન્ય અતિસાર મટે છે. (૧૪) જવ અને મગનું ઓસામણ પીવાથી આંતરડાની ઉગ્રતા શાંત થાય છે અને અતિસારમાં ફાયદો થાય છે. (૧૫) ગાજર ઉકાળી તેનું સૂપ બનાવી પીવાથી ઝાડા મટે છે. (૧૬) જાયફળ, ખારેક અને અફીણ સરખે ભાગે લઈ, નાગરવેલના પાનના રસમાં ઘૂંટી ચણા જેવડી ગોળીઓ બનાવવી. આ ‘જાતિફલાદિ ગુટીકા’ છાસમાં લેવાથી ગમે તેવા ઝાડા બંધ થાય છે. (૧૭) તજ અને ધોળા કાથાનું ૧/૨, ૧/૨ ગ્રામ ચૂર્ણ મધમાં મેળવી લેવાથી અપચો થઈ વારંવાર થતો પાતળો ઝાડો મટે છે. (૧૮) તાજી છાસમાં બીલીનો ગર્ભ મેળવી પીવાથી રક્તાતિસાર અને સામાન્ય ઝાડા મટે છે. (૧૯) પરવળનાં પાન, જવ અને ધાણાનો ઉકાળો ઠંડો પાડી મધ અને સાકર મેળવી પીવાથી ઊલટી સાથે થતા ઝાડા અતિસાર મટે છે. (૨૦) પાકાં જાંબુ ખાવાથી પિત્તના ઝાડા મટે છે. (૨૧) વધુ પડતા પાતળા ઝાડા થતા હોય, મરડો મટતો ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. જરૂર પડે તો તેમાં શેકેલા ઈન્દ્રજવનું ચૂર્ણ આપવું. (૨૨) એકાદ લીટર પાણીમાં દસેક ગ્રામ જેટલી ખાંડ અને અહેકાદ નાની ચમચી મીઠું (નમક) નાખી, ગરમ કરી બોટલમાં ભરી રાખવું. દર બે કલાકને અંતરે અડધી – અડધી વાડકી જેટલું અ:ાવું પાણી પીવું અ:ાનાથી ઝાડા બહુ ઝડપથી કાબુમાં અ:ાવી જાય છે. (૨૩) ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણમાં અ:ામલીનું પાણી મેળવીને અ:ાપવું. (૨૪) ઝાડામાં તુલસીનાં પંચાંગ(મૂળ, ડાળી, પાન, મંજરી, બીજ)નો ઉકાળો આપવો. (૨૫) ઝાડામાં ડુંગળી, આદુ અને ફુદીનાના રસમાં મીઠું મેળવીને આપવું. (૨૬) ઝાડામાં ઉપવાસ અત્યંત લાભદાયી છે. (૨૭) હરડે, સુંઠ અને વરિયાળી શેકીને લેવાથી અતિસારનો દુ:ખાવો મટે છે. (૨૮) મલાઈ વિનાના દૂધની બનાવેલી છાસને સારી રીતે વલોવી થોડી સુંઠ નાખી પીવી, અને બીજું કશું ખાવું નહિ. વાયુ અને કફથી થતા ઝાડા અને બીજા અનેક રોગો છાસના સેવનથી મટે છે. એનાથી શરીરના માર્ગોની શુદ્ધિ થાય છે. કફવાયુના કોઈપણ રોગમાં છાસથી ચડિયાતું ઔષધ નથી. (૨૯) સુંઠ અને અજમાનો સમાન ભાગે બનાવેલો પાઉડર ૧-૧ ચમચી દર બે કલાકે પાણી સાથે ચારેક વખત લેવાથી ઝાડા મટે છે. (૩૦) ઝાડા એ અપચાનો રોગ છે, આથી પાચનતંત્રને સંપૂર્ણ આરામ આપવો. ઉપવાસ કે હલકા ખોરાકનો આશરો લેવો. સંઠના ચૂર્ણની ફાકી લેવી. જૂના ઢીલા ચોખા, રાબ, મગનું સૂપ સારાં. (૩૧) ફુદીનો, તુલસી, આદુ, મરી, સુંઠ જાયફળ, કડાછાલ, જાવંત્રી, અરડૂસી, કંટકારી, જેઠીમધ અને અક્કલકરો સમભાગે લઈ ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ પા ચમચી સવારે અને રાત્રે લેવાથી આમયુક્ત ઝાડા તથા કફ મટે છે. આ સાથે ખોરાકમાં આદુ, આંબા હળદર જેવાં મુખશુદ્ધિકારક દ્રવ્યો લેવાં. બહુ કડક મીઠી ચા ન પીવી, કેમ કે એનાથી કફ થાય છે અને પાચન ક્રિયાના રસ ઝરતા નથી. (૩૨) લોખંડના તવા પર શેકેલા સૂકા ધાણા એક એક ચમચો દરરોજ ચારેક કલાકે ચાવી ચાવીને ખાવાથી ઝાડાની ફરિયાદ મટે છે. (33) શીમળાના ઝાડના ગુદરને પાણીમાં મિશ્ર કરીને પીવાથી ઝાડા-મરડો બંને મટે છે. (૩૪) પાનમાં ખાવામાં વપરાતા કાથાનું ચૂર્ણ ૧-૧ ચમચી દરરોજ દિવસમાં ચાર-પાંચ વખત પાણી સાથે લેવાથી ઝાડા મટે છે. (૩૫) કાચી સોપારીના કકડા કરી તેને તવીમાં મૂકી કોલસા જેવા બાળી, ચૂર્ણ કરી છાસ સાથે લેવાથી ઝાડા મટે છે. (39) આખા લીંબુના રસમાં થોડું જાયફળ વાટીને ચાટવાથી ઝાડો સાફ આવે છે. (૩૭) પાકી કેરીની ગોટલી શેકીને ખાવાથી ઝાડા મટે છે. (૩૮) તજનો બારીક પાઉડર દિવસમાં ચારેક વખત પાણી સાથે લેવાથી અતિસારના પાતળા ઝાડા મટે છે. (૩૯) ઝાડા થઈ ગયા હોય તો દવા લેવાને બદલે દિવસમાં બે કે ત્રણ કેળાં અને ત્રણ ગલાસ નારંગીનો રસ થોડું મીઠું નાખીને લેવાથી ફાયદો થાય છે. (૪૦) કેરીની ગોટલીનું ૧-૧ ચમચી ચૂર્ણ એક ગલાસ જાડી છાસમાં મેળવી દિવસમાં ત્રણ વાર
પીવાથી ઝાડા મટે છે. લોહીવાળા ઝાડા (૧) વડની વડવાઈનો અગ્રભાગ અને વડની તાજી કુંપળો પીસી દૂધમાં ઉકાળી પીવાથી લોહીવાળા ઝાડા બંધ થાય છે. (૨) વડની કૂણી વડવાઈને વાટી પાણીમાં પલાળી રાખવી. બીજે દિવસે તેને ઉકાળવી. તેમાં ચોથા ભાગે ધી અને આઠમા ભાગે સાકર મેળવી. ધી પકવવું. ધી પાકી જાય ત્યારે તેનું મધ સાથે સેવન કરવાથી રક્તપિત્તમાં વધુ પડતું લોહી પડતું હોય તો તે બંધ થાય છે. (૩) મીઠા લીમડાનાં પાનને પાણી સાથે પીસી, ગાળીને પીવડાવવાથી લોહીવાળા ઝાડા મટે છે. (૪) મઠ બાફી, તેમાં છીણેલી ડુંગળી મેળવી ખાવાથી ઝાડામાં પડતું લોહી તરત જ બંધ થાય છે. (પ) કોઈ પણ કારણથી ઝાડામાં લોહી પડતું હોય તો આહારમાં માત્ર બકરીનું દૂધ લેવાથી સારું થઈ જાય છે. આંતરડામાં ચાંદું પડયું હોય તેમાં પણ ગુણકારક છે. સંપૂર્ણ સારું થયા પછી ધીમે ધીમે સામાન્ય આહાર પર ચડવું. (૬) પિત્તના ઉષ્ણ અને તીક્ષણ ગુણોથી આંતરડાની રક્તવાહિનીઓમાં વ્રણ-ઘા પડી ઝાડામાં લોહી આવવા લાગે છે. આથી શરીર નબળું અને ફીડ પડી જાય છે. એના ઉપચાર માટે એક ચમચી ઈસબગુલ બકરી અથવા ગાયના એક કપ દૂધમાં મેળવી થોડું હલાવી તરત જ પી જવું. તેમાં થોડી સાકર મેળવી શકાય. થોડા દિવસ સવાર-સાંજ આ ઉપચારથી રક્તાતિસારમાં ફાયદો દેખાવા લાગે છે. પિત્ત વધારનાર આહાર-વિહારનો ત્યાગ કરવો. ઈસબગુલની ભૂસી પલળવાથી થોડીવારમાં લુગદી જેવું બની જાય છે, આથી તરત જ પી જવું. ઈસબગુલની લુગદી બની જતાં પીવામાં તકલીફ થશે.
ઝાડા ઉલટી (૧) ૧થી ૨ ગ્રામ સૂંઠ, ૨થી ૧૦ ગ્રામ મધ સાથે આપવાથી ઝાડાતેમજ ઉલટીમાં લાભ થાય છે. (૨) ડુંગળીનો ૨૦-૨૦ ગ્રામ રસ એક-એક કલાકે થોડું પાણી મેળવી પીવાથી અપચાને લીધે ઝાડા-ઊલટી થતાં હોય તો ફાયદો થાય છે. (3) ફૂદીનાનાં પાન ૮, મરીના દણા ૭ અને ૨ લવિંગ વાટી બે ગ્લાસ પાણીમાં ઉકાળી સહેજ હૂંફાળું દરરોજ દિવસમાં ત્રણ વાર પીવાથી કૉલેરાના કે બીજા કોઈ પણ કારણે થયેલા ઝાડા-ઊલટી મટે છે. ઝાડની ચીકાશ થોડા ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુ નિચોવી સવારમાં પીવાથી ઝાડો કે મરડો થયો હોય કે ઝાડા વાટે ચિકાશ પડતી હોય તેવા આમના દર્દમાં ઝાડાની ચિકાશ દૂર થાય છે. ઝાડાની દુર્ગંધ સુવા અને મેથીનું ચૂર્ણ દહીંના મઠામાં મેળવી લેવાથી ઝાડાની દુર્ગધ મટે છે.ઝાડામાં આમ સુવા અને મેથીનું ચૂર્ણ દહીંના મઠામાં મેળવી લેવાથી ઝાડામાં આમ હોય તો મટે છે. જુલાબ બંધ કરવા સાકર પાણીમાં ઓગાળી પીવું.
ઝામર હળદરનો ગાંગડો તુવેરની દાળમાં બાફી, છાંયડે સૂકવી, પાણીમાં ઘસી સૂર્યાસ્ત પહેલાં બે વાર આંખમાં આંજવાથી ઝામર મટે છે.
ઝીણો તાવ તમાલપત્ર અને કાંકચના શેકેલા બીનું ચૂર્ણ લેવાથી ઝીણા તાવનું શમન થાય છે.
ઝેર પેટમાં (૧) પ ગ્રામ વાટેલી રાઈ અને પ ગ્રામ મીઠું ગરમ પાણીમાં મેળવી પીવાથી ઊલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે. (૨) રાઈનો એક ચમચો લોટ ઠંડા પાણીમાં પીસી ૪૦૦-૫૦૦ મિ.લિ. પાણીમાં મેળવી પાવાથી ઊલટી થઈ ખાધેલું ઝેર બહાર નીકળી જાય છે.
ઝેરી જંતુના દંશ (૧) મધમાખી, તીડ, લાલ કે કાળી કીડી, માંકડ, મચ્છર જેવાં જતુઓ મોટી સંખ્યામાં કરડવાથી શરીર લાલઘુમ થઈ ગયું હોય, અસહ્ય દાહ થતો હોય ત્યારે ગરમ કે ઠંડા પાણીમાં ખાવાનો સોડા નાખી સ્નાન કરવું અથવા સોડા-બાય-કાર્બવાળા ઘટ્ટ ઠંડા પાણીમાં પાતળું કપડું ભીંજવી. ડખ પર તે મૂકવાથી લાભ થશે. (૨) તરત જ તુલસીનાં પાન વાટીને ડંખ પર લગાવવાથી ઝેરની અસર નાબૂદ થાય છે.
ટાઈફોઈડ નવસાર કે ગૂગળ સાથે હિંગ આપવાથી ટાઈફોઈડ મટે છે.
ટાઢિયો તાવ (જુઓ મેલેરિયા)
ટોન્સિલ (૧) ૧ ગ્લાસ શેરડીના તાજા રસને સહેજ ગરમ કરી. ૧ કપ દૂધ ઉમેરી ધીમે ધીમે દિવસમાં બે-ત્રણ વખત પીવાથી થોડા દિવસોમાં ટોન્સિલ્સની તકલીફ મટે છે. (૨) વારંવાર ટોન્સિલ થતાં હોય અને અનેક દવા છતાં કાયમ માટે મટતાં ન હોય તો સવાર-સાંજ ૧-૧ મોટા ગલાસ ગાજરના રસમાં અડધો ચમચો આદુનો રસ મેળવી પીવાથી ટોન્સિલ જડમૂળથી મટી જાય છે.
ટયુમર (ગાંઠ) માત્ર માંસની સામાન્ય ગાંઠ હોય તો દરરોજ સવાર, બપોર, સાંજ એક પાકું કેળું છોલી, કાપ મૂકી પપૈયાનું તાજું દૂધ એક નાની ચમચી જેટલું ભરીને કેળું ખાવું નિયમિત પ્રયોગથી ગાંઠ મટી જાય છે.
ટ્રાવેલ સીકનેસ ગતિથી ચક્કર આવતાં હોય તો મોંમાં આદુનો ટૂકડી રાખવાથી“ડ્રામામાઈન” કરતાં પણ સારું કામ આપે છે.
ઠંડક માટે ૧૦ ગ્રામ આમળાં 3૫0 ગ્રામ પાણીમાં અડધો કલાક ભીંજવી, ગાળીને
સાકર નાખી પીવાથી ઠંડક થાય છે.
ઠંડી લાગવી શિયાળામાં ખૂબ જ ઠંડી લાગતી હોય, શરીર ધ્રુજતું હોય અને ઠંડી દૂર થતી ન હોય તો પગના તળિયે રાઈના ચૂર્ણને મધમાં મેળવી ૧૫ મિનિટ સુધી લેપ કરી કાઢી નાખવાથી ઠંડી ગાયબ થઈ જાય છે.
ડાયાબીટીસ વધારે પડતો ચરબીવાળો ખોરાક અને બેઠાડુ જીવન ડાયાબિટીસને નિમંત્રણ આપે છે. (૧) દરરોજ ૭૦-૮૦ ગ્રામ સારાં પાકાં જાંબુ લઈ ચારગણા ઉકળતા પાણીમાં નાખી ૧૫ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી રાખી, પછી હાથ વડે મસળી, કપડાથી ગાળી, તેના ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર થોડા દિવસ સુધી પીવાથી પેશાબમાં જતી સાકરનું પ્રમાણ ઘટે છે, લીવર કાર્યક્ષમ બને છે અને મધુપ્રમેહમાં ઉત્તમ ફાયદો થાય છે. (૨) સારાં પાકાં જાંબુ સૂકવી, બારીક ખાંડી, ચણ કરી દરરોજ ૨૦-૨૦ ગ્રામ ૧૫ દિવસ સુધી લેવાથી મધુપ્રમેહમાં ફાયદો થાય છે. (3) જાંબુના ઠળિયાના ગર્ભનું ૧-૧ ગ્રામ ચૂર્ણ મધ અથવા પાણી સાથે દિવસમાં બે વાર ૧૦-૧૫ દિવસ સુધી લેવાથી મધુપ્રમેહ મટે છે. (૪) જાંબુના ઠળિયા ૨00 ગ્રામ, લીમડાની ગળો પO ગ્રામ, હળદર પO ગ્રામ અને મરી પO ગ્રામ ખાંડી, વસ્ત્રગાળ ચણ કરી, તેને જાંબુના રસમાં ખૂબ ઘૂંટી, સૂકવી, શીશામાં ભરી રાખવું. ૩-૪ ગ્રામ આ ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લાંબા સમય સુધી લેવાથી મધુપ્રમેહમાં ચોક્કસ ફાયદો થાય છે. (પ) કુમળાં કારેલાંના કકડા કરી, છાંયે સૂકવી, બારીક ખાંડી ૧૦-૧૦ ગ્રામ સવારસાંજ ચાર મહિના સુધી લેવાથી પેશાબ માર્ગે જતી સાકર સદંતર બંધ થાય છે અને મધુપ્રમેહ મટે છે. (૬) કોળાનો રસ ડાયાબીટીસમાં લાભ કરે છે. (૭) રોજ રાત્રે ૧૫ થી ૨૦ ગ્રામ મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળી એકાદ માસ સુધી પીવાથી ડાયાબીટીસના રોગીની લોહીમાં જતી સાકર ઓછી થાય છે. (૮) હરડે, બહેડાં, આમળાં, લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ, ચર્ણ કરી સવાર-સાંજ લેવાથી મધુપ્રમેહ મટે છે. (૯) ડાયાબિટીસમાં જવની રોટલી હિતાવહ છે. એનાથી લોહીમાં સાકરનું પ્રમાણ વધતું નથી. વળી એમાં સિંગ અને સિંગતેલ બંને જો અન્ય પ્રકારે હાનિકારક ન હોય તો દરરોજ એકાદ મુઠ્ઠી કાચી સિંગ ખાવી અને આહારમાં કાચું સિંગતેલ વાપરવું. (૧૦) મીઠો લીમડો લોહીમાં ખાંડના પ્રમાણને નિયંત્રીત રાખવામાં મદદરૂપ થાય છે. આથી ડાયબીટીસના દર્દીઓને એના સેવનથી લાભ થાય છે. (૧૧) ઊંડા અને ખૂબ જ શ્રમ પહોંચાડે તેવા શ્વાસોચ્છાસ મધુપ્રમેહની અમોઘ ઔષધિ છે. ઊંડા શ્વાસોચ્છાસથી લોહીમાંની સાકર ફેફસાં દ્વારા બહાર નીકળી જાય છે. (૧૨) હળદરના ગાંઠિયાને પીસી ધીમાં શેકી, સાકર મેળવી થોડા દિવસ સુધી દરરોજ ખાવાથી મધુપ્રમેહ અને બીજા પ્રમેહોમાં ફાયદો થાય છે. (૧૩) વડની છાલનું બારીક ચૂર્ણ ૧ ચમચી રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબ અને લોહીની ખાંડ ઓછી થાય છે. પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તેને માટે વડની કૂણી કુંપળો અને વડવાઈનો અગ્ર ભાગ સૂકવી ચૂર્ણ બનાવી સેવન કરવાથી જરૂર લાભ થાય છે. (૧૪) આમલીના કચૂકા શેકી પO ગ્રામ જેટલા રોજ ખાવાથી મધુપ્રમેહ મટે છે. (૧૫) વડની તાજી છાલનો ચતુર્થાશ ઉકાળો અથવા તાજી ન હોય તો સૂકી છાલ ૨૪ કલાક ભીંજવી રાખી તે જ પાણીમાં બનાવેલો ચતુર્થાશ ઉકાળો પીવાથી તે કુદરતી ઈન્સલ્યુલીન જેવું જ કામ આપે છે અને ડાયાબિટીસને કાબુમાં રાખે છે. (૧૬) આમળાં અને વરિયાળીનો સમભાગે પાઉડર દરરોજ સવારસાંજ ૧-૧ મોટો ચમચો પાણી સાથે ફાકવાથી ડાયાબિટીસ મટે છે. (૧૭) આંબાનાં સૂકાં પાનનો એક એક ચમચી પાઉડર સવાર-સાંજ પાણી સાથે લેવાથી મધુપ્રમેહમાં સારો લાભ થાય છે. (૧૮) સ્વાદહીન સફેદ રંગનું ગળોસતત્વ ૧-૧ ચમચી દિવસમાં ચારેક વખત પાણી સાથે લેવાથી મધુપ્રમેહ મટે છે. (૧૯) આાંબાનાં કોમળ પાન સૂકવી, ચણ બનાવી ભોજન બાદ ૧-૧ ચમચી પાણી સાથે લેવાથી મધુપ્રમેહ કાબૂમાં રહે છે. (૨૦) સીતાફળના પાનના ઉકાળાનું નિયમિત સેવન કરવાથી ડાયાબીટિસ મટે છે. (૨૧) ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ ૮૦૦થી ૧૨૦૦ મિલિગ્રામ રાખવાથી અને વહેલી સવારે કૂણા તડકામાં ૨૦થી ૨૫ મિનિટ ફરવાનું રાખવાથી ડાયાબિટીસ ફક્ત બે માસમાં કાબૂમાં લાવી શકાય છે. (૨૨) ટાઈપ-ર ડાયાબીટીસમાં ઓમેગા-3 ફેટ્સ હૃદયની સુરક્ષા માટે જરૂરી હોય છે. ઓમેગા-3 ફેટ્સ મેળવવાનો સૌથી સરળ ઉપાય છે અખરોટ. ઓમેગા-3 મકરેલ અને ટયુના માછલીમાં પણ હોય છે, પરંતું શકાહારી માટે અખરોટ આશીર્વાદરૂપ છે. (૨૩) શુદ્ધ કેસરના ચાર-પાંચ તાંતણા એકાદ ચમચી ધીમાં બારાબર મસળી સવાર-સાંજ સેવન કરવાથી મધુપ્રમેહ કાબૂમાં રહે છે.
ડાયાબિટીસમાં બહુમૂત્ર મધુપ્રમેહમાં વારંવાર પેશાબ કરવાની તકલીફ હોય છે. એ દૂર કરવા દરરોજ સવાર-સાંજ ૧-૧ નાની ચમચી હળદરનો પાઉડર સાદા પાણી સાથે ફાકવો. એનાથી બહુમૂત્રતાની ફરિયાદ કદાપી રહેવા પામતી નથી.
ડિપ્થેરિયા અનનાસનો રસ પીવાથી ડિપથેરિયામાં ફાયદો થાય છે.
ડિપ્રેશન (૧) પાકી કેરીનો રસ, દૂધ, આદુનો રસ અને ખાંડ જરૂરી પ્રમાણમાં એકરસ કરી દરરોજ સવાર સાંજ ધીમે ધીમે પી જવાથી ડિપ્રેશનમાં બહુ ફાયદો થાય છે. (૨) દરરોજ સવારમાં આઠ દસ તુલસીનાં પાન ચાવી ચાવીને ખાવાથી તથા દર બે કલાકે તુલસીનાં પાન મસળીને સુગંધ ગ્રહણ કરવાથી ડિપ્રેશનમાં લાભ થાય છે. તુલસીનાં પાન દર બે કલાકે મેળવવાં શકય ન હોય તો બજારમાં મળતું તુલસીનું સતત્વ શીશીમાં ભરી રાખી સંધી શકાય. તુલસીનો નિયમિત પ્રયોગ ડિપ્રેશન અવશ્ય દૂર કરે છે.
ડિહાઈડ્રેશન (૧) અમુક ખાસ રોગ કે સ્થિતિમાં શરીરમાં પાણીનું પ્રમાણ એકાએક ઘટી જાય તો તરત જ નાળિયેરના પાણીમાં લીંબુ નીચોવી દર બે કલાકે અ:ાપતા રહેવું. એકાદ નાળિયેરના પાણીમાં અડધું લીંબુ નીચોવવ્યું હોય તો ચાલી શકે. (૨) મધ અને મીઠું પાણીમાં મેળવી પીવાથી કૉલેરાની અશક્તિ અને ડિહાઈડ્રેશન મટે છે
તરસ
(૧) કોકમને ચટણીની માફક પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી તરસ મટે છે. (૨) એકલું કે મસાલા નાખી તૈયાર કરેલું પાન ચાવતા રહેવાથી કોઈ શારીરિક તકલીફ વિના આકારણ લાગતી તરસ મટે છે.
તાવ
(૧) ૧૦-૧૦ ગ્રામ ધાણા અને સાકરને ૬૦ મિ.લિ. પાણીમાં એક કલાક પલાળી રાખી, મસળી, ગાળી પીવાથી બે કલાકમાં આામદોષથી આવેલો તાવ પરસેવો વળીને ઊતરી જાય છે. (૨) ૩ થી ૬ ગ્રામ મરી વાટી ૪૦૦ મિ.લિ. પાણીમાં ઉકાળી ૮મા ભાગે બાકી રહે ત્યારે ર0 ગ્રામ સાકર મેળવી પીવાથી તાવ ઊતરે છે. (3) અનનાસનો રસ મધ સાથે લેવાથી પરસેવો છૂટી તાવ ઉતરે છે. (૪) આકરી તાવ આવ્યો હોય અને કોઈ પણ રીતે ગરમી ઓછી થતી ન હોય તો માથા પર એકધારું પાણી રેડવાથી તાવનું જોર નરમ પડી તાવ ઊતરી જાય છે. (પ) આદુ અને ફુદીનાનો ઉકાળો પીવાથી પરસેવો વળી તાવ ઉતરે છે. તે વાયુ અને કફમાં પણ હિતકારી છે. (૬) ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ઠંડી લાગીને આવતો તાવ મટે છે. (૭) છાણથી લીપેલી જમીન પર એરંડાનાં પાન પાથરી રાખી થોડા સમય પછી તે જ પાન તાવના રોગીના અંગ પર રાખવાથી તાવ મટે છે. (૮) જીરુંનું પ ગ્રામ જેટલું ચણ જૂના ગોળમાં કાલવી ૧૦-૧૦ ગ્રામની ગોળીઓ બનાવી લેવાથી પરસેવો વળી તાવ ઉતરી જાય છે. (૯) તાવના રોગીનું શરીર કળતું હોય, આંખો બળતી હોય, માથું દુ:ખતું હોય તો વડના પાનનો ઉકાળો કરીને પાવાથી રાહત થાય છે. (૧O) તાવમાં શરીરમાં બળતરા હોય તો કૃણી વડવાઈનો ઉકાળો કરીને પીવો. (૧૧) દૂધી છીણી માથે અને કપાળે બાંધવાથી તાવની ગરમી શોષી લે છે. (૧૨) દૂધી ચીરી, બે કાચલાં કરી માથે બાંધવાથી મસ્તક પર ગરમી ચડી ગઈ હોય તો ઉતરી જાય છે. (૧૩) દ્રાક્ષ, પિત્તપાપડી અને ધાણા ત્રણેને પાણીમાં ભીંજવી રાખી ગાળીને પિવડાવવાથી આમ જલદી પાકી આમવાળો તાવ શાંત થાય છે. (૧૪) ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજે રોજ આવતો તાવ મટે છે. (૧૫) સફરજનના ઝાડની ૪ ગ્રામ છાલ અને પાન પીવાના ૨૦૦ ગ્રામ ઉકળતા પાણીમાં નાખી ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકી રાખી ગાળી લઈ, તેમાં એક કકડો લીંબુનો રસ અને ૧૦-૧પ ગ્રામ ખાંડ મેળવી પીવાથી તાવની ગભરામણ મટે છે અને તાવ ઊતરે છે. (૧૩) ૧ ચમચો આદુનો રસ અને ૧ ચમચો મધ ભેગાં કરી પીવાથી તાવ મટે છે. તાવના બળાબળ પ્રમાણે અથવા દિવસમાં ત્રણ વખત આ પ્રમાણે કરી શકાય. કોઈ પણ પ્રકારના સામાન્ય તાવમાં આ ઈલાજ ખૂબ જ અકસીર છે. (૧૭) તાવમાં મોં બગડી ગયું હોય તો દાડમ અને સાકરની ચટણી મોમાં રાખવી. (૧૮) કફજન્ય તાવમાં પરસેવાના માર્ગોમાં આામ-કાચો આહાર રસ ભરાઈ જવાથી પરસેવો થતો નથી. રાઈનું ચૂર્ણ લેવાથી આ માર્ગો ખૂલ્લા થાય છે, અને પરસેવો વળવાથી તાવ ઊતરી જાય છે. જો કફજવરમાં ખૂબ જ કફ થયો હોય તો રાઈનું બારીક ચૂર્ણ પા ચમચી, સિંધવનું ચૂર્ણ રાઈથી અડધું અને એક ચમચી સાકરને મિશ્ર કરી સવાર-સાંજ લેવાથી કફના માર્ગોમાં ચોંટેલો કફ છૂટો પડી ઉધરસ દ્વારા બહાર નીકળી જશે. ચાર-પાંચ દિવસ આ ઉપચાર કરવાથી ઉધરસ અને કફ મટી જશે. (૧૯) ગાયનું માખણ અને ખડી સાકર ખાવાથી ઝીણો તાવ મટે છે. (૨૦) ગમે તેવો કે ગમે તે કારણે તાવ આવતો હોય, તાવનું કારણ ખબર ન હોય તો મહાસુદર્શન ચૂર્ણ પાણી સાથે કે ઊકાળો બનાવીને લેવાથી તાવ ઉતરી જાય છે. (૨૧) ખૂબ ઉકાળીને બનાવેલો અજમાનો ઉકાળો ગરમ ગરમ પીવાથી કોઈ પણ પ્રકારનો તાવ ઉતરે છે. પાણી તથા અજમાનું પ્રમાણ અને કેટલો ઉકાળો પીવો તેનો આધાર તાવના પ્રમાણ અને પ્રકાર પર રહે છે. અજમાનો ઉકાળો જીર્ણ તાવ પણ મટાડે છે. (૨૨) ઝીણો તાવ રહેતો હોય તો આમળાનો તાજો રસ, આમળાનું શરબત કે આમળાનો પાઉડર જરૂરી પ્રમાણમાં સાદા પાણીમાં મેળવી નિયમિત દિવસમાં ત્રણ વાર લેવાથી મટે છે. (૨૩) અતિવિષની કળી, કાચકાનાં બી, પિત્ત પાપડી, કરિયાતુ, કડવાં પરવળ, કડુ અને લીમડા પરની ગળો સરખા ભાગે ખાંડી બારીક ચૂર્ણ બનાવી, ભાંગરાના તાજા રસમાં ખૂબ જ લસોટી વટાણા જેવડી ગોળીઓ વાળવી. બબ્બો ગોળી સવાર, બપોર અને સાંજ નવશેકા પાણી સાથે લેવાથી વિષમ જવર, પિત્તકફજ જવર, ટાઢિયો તાવ, વારંવાર આવતો તાવ, વાયરલ-કફજ જવર તથા યકૃતના રોગો મટે છે. આ ગોળીને કરંજદિવટી કહે છે. જવર અને યકૃતના રોગોમાં પચવામાં હળવો આહાર લેવો. (૨૪) કોઈપણ પ્રકારના તાવમાં સંતરાં ચૂસીને ખાવાથી કે તેનો રસ પીવાથી દર્દીને રાહત થાય છે. પાણી, ખોરાક અને ઔષધ એમ ત્રણેની ગરજ સંતરાં સારે છે. (૨૬) કાચણ(કાચકા?) શેકી તેનું મીંજ કાઢી તેનો ભૂકો 3-3 ગ્રામ ત્રણ વાર પાણી સાથે લેવાથી તાવ મટે છે. (૨૭) તાવ ઉતરતો ન હોય તો પગના તળિયામાં ધી અને મીઠું લગાડી એના પર કાંસાનો વાડકો ઘસવાથી ફાયદો થાય છે. (૨૮) પિત્ત પાપડો તાવમાં પરમ હિતકર છે. એના જેવું તાવમાં એકેય ઔષધ નથી. પિત્તપાપડાના ઉકાળામાં લીડીપીપરનું ચૂર્ણ નાખી પીવાથી ગમે તેવો તાવ હોય તે ઊતરી જાય છે. (૨૯) વારંવાર મટી ગયા પછી પણ ફરીથી તાવ આવતો રહેતો હોય તો જ્યારે તાવ ન આવતો હોય તે દરમિયાન દર બે કલાકે એક નંગ મરી અને એક નાનો ટૂકડો નવસાર વાટી હૂંફાળા પાણી સાથે લેવું તાવ ચડે ત્યારે ઉપચાર બંધ કરવો. તાવ ઉતરી ગયા બાદ બીજે દિવસે ઉપચાર શરૂ કરવો. +આમ કરતા રહેવાથી તાવ જડમૂળથી મટી જાય છે.
સામાન્ય તાવ ઝાડા, ઉલટી, બેચેની, તરસ, સાથે સામાન્ય તાવ રહેતો હોય તો દર બબ કલાકે ૧-૧ ગલાસ દાડમનો તાજો રસ પીવાથી મટે છે.
કફજ જ્વર નાગરમોથ, ઈન્દ્રજવ, ત્રિફળા, કુટકી અને ફલસાને સરખા ઢભાગે અધકચરાં ખાંડી બે ચમચી ભૂકાનો ઉકાળો સવાર-સાંજ પીવાથી કફજ જવર (જેમાં ફ્લનો સમાવેશ થાય છે) મટે છે.
પીતજ્વર (૧) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ) ખાવાથી પિત્તજવર મટે છે. (૨) દ્રાક્ષ અને ગરમાળાના ગોળનો ઉકાળો પીવાથી પિત્તજવર મટે છે. (૩) ત્રાયમાણ, જેઠીમધ, પીપરીમ્ળના ગંઠોડા, કરિયાતુ, નાગરમોથ, મહુડાનાં ફૂલ અને બહેડા સમાન ભાગે લઈ અધકચરાં ખાંડી બે ચમચી ભુકાનો ઉકાળો બનાવી સવાર-સાંજ પીવાથી પિત્તજ જવર મટે છે.
તlવનd તરસ, વ્યકળતl (૧) સૂકાં અથવા તાજા ચણી બોર ૨૦ ગ્રામ લઈ
સોળગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ગાળી થોડી ખાંડ મેળવી પીવાથી તાવની તરસ અને વ્યાકુળતા મટે છે. (ર) તાવમાં વારંવાર તરસ લાગે ત્યારે ધાણા, સાકર અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી તાવના રોગીને પાવાથી તરસનું શમન થાય છે.
તlવનો દlહ સૂકાં અથવા તાજા ચણી બોર ૨૦ ગ્રામ લઈ સોળગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ગાળી થોડી ખાંડ મેળવી પીવાથી તાવનો દાહ મટે છે. તાવનો બરો જીરું પાણીમાં વાટી હોઠ પર ચોપડવાથી તાવનો બરો મૂતર્યો હોય તો ફાયદો થાય છે. તlવ પછીની આવેલી નબળાઈ કડવા લીમડાની તાજી કે સૂકવેલી છાલનો ૧-૧ કપ કાઢો દિવસમાં ૩-૪ વાર પીવાથી તાવ પછીની આવેલી નબળાઈ બે-ચાર દિવસમાં દૂર થાય છે.
તુષારોગ (૧) ટામેટાના રસમાં સાકર અને લવિંગનું ચૂર્ણ મેળવી પીવાથી તુષારોગ મટે છે. (૨) લીલી દ્રાક્ષનો રસ અથવા કીસમીસ દ્રાક્ષને વાટી, પાણીમાં મસળીને કરેલો રગડો પીવાથી દાહ સાથેનો તૃષારોગ (વારંવાર તરસ લાગવી) મટે છે.
થાઈરોઈડમાં આયોડિન આયોડિનયુક્ત નમક અને દૂધ પ્રચુર માત્રામાં આયોડીન ધરાવે છે. થાઈરોઈડના વ્યાધિમાં આયોડિનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવાથી રોગ કાબૂમાં આવે છે. આથી થાઈરોઈડના રોગીએ વધુને વધુ પ્રમાણમાં દૂધનું સેવન કરવું તથા નમક હંમેશાં આયોડિનયુક્ત જ લેવું .
No comments:
Post a Comment